Last Update : 04-September-2012, Tuesday

 
માંડ માંડ ગયેલો મેલેરિયા શું બમણા જોરથી ફરી આવી રહ્યો છે ?
- ૨૦૧૧માં મેલેરિયાથી ભારતમાં ૨,૦૦,૦૦૦ના મૃત્યુ થયેલા જ્યારે ‘‘હુ’’ (યુનો) કહે છે કે ૧૫,૦૦૦ થએલા અને ભારત સરકાર ૧,૩૦૪ કહે છે !
- એકલા અમદાવાદમાં ગયા વર્ષે એપ્રિલથી ઓગષ્ટ સુધીમાં મેલેરિયાનો તાવ ૫,૬૧૪ને આવેલો જ્યારે આ વર્ષે ૮,૯૭૧ તાવનો ભોગ બન્યા
- મેલેરિયાના તાવનો ભોગ ન બનવા માટે શું શું કરવું ?

મેલેરિયાનો રોગ આપણા દેશમાંથી ડી.ડી.ટી.ના તથા કલોરોકવાઈનના છૂટથી વઘુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી લગભગ ચાલીસેક વર્ષથી ઓછો થતો ગયો હતો. એ હવે પાછો ડંકા વગાડતો પાછો આવી રહ્યો હોય એવું લાગે છે. જો કે મેલેરિયાના બદલે ફાલસીફેરમ, ડેગન્યુ જેવા વળી નવા તાવના રોગો પાછા ધૂસી ગયેલા અને કેટલાકના ભોગ પણ લીધેલા. આવા રોગોનો વિસ્તાર જો કે ગામડાઓ અને શહેરના પછાત વિસ્તારમાં વઘુ હોય છે.
જો કે હવે મેલેરિયાના મચ્છરોએ એવો ભેદભાવ નથી રાખ્યો. હવે શહેરી વિસ્તારમાં પણ મેલેરિયા ફેલાયેલો લાગે છે. મેલેરિયાના અત્યારના મચ્છરો મેલેરિયાની દવાનો સામનો કરનારા મચ્છરો છે.
મેલેરિયાની નાબૂદી માટે યુનોની આરોગ્ય અંગેની જે સંસ્થા છે એ ‘‘હુ’’ (વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશન) વર્ષોથી છાંટવાની અને બીજી દવાઓ કેન્દ્ર સરકારને (દરેક દેશોને) મોકલે છે જે પછી કેન્દ્ર રાજ્ય સરકારોને મોકલે છે અને રાજ્ય સરકારો સુધરાઈઓ અને પંચાયતોને મોકલે છે. પણ એ કદી આપણા દેશમાં છેવાડે સુધી પૂરેપૂરી પહોંચતી જ નથી એટલો બધો ભ્રષ્ટાચાર ઊંડો અને પહોળો ફેલાયેલો છે.
આમ છતાં જે કંઈ ઉપાયો ‘‘હુ’’ના કારણે અને દેશની સરકારોના કારણે થયા એના પરિણામે મેલેરિયાનો ઉપદ્રવ નામશેષ થવા આવેલો. એ ફરી માથું ઉચકવા લાગ્યો છે. એનું કારણ આ વર્ષોમાં મેલેરિયાના મચ્છરોના મારણની પ્રક્રિયામાં ઢીલાશ આવેલી એ છે. સરકારોએ મેલેરિયા નાબૂદી માટે જે સહાય મળતી હતી એ સહાય મારી ખાવામાં જ વાપરી નાંખતી હતી.
પરિણામે મેલેરિયાએ માથું ઉચકવા માંડ્યુ. આ વર્ષે વરસાદ જોઈએ એવો અને જોઈએ ત્યારે પડ્યો નથી છતાં મેલેરિયા અને મેલેરિયાના મોટાભાઈ જેવા ડેગન્યુએ ભોગ લેવા માંડ્યો છે. દા.ત. દિલ્લી જેવા શહેરોમાં ઓગસ્ટ સુધીમાં મેલેરિયાના ૫૦૦ જેટલા કેસો થઈ ગયા હતા.
દા.ત. અમદાવાદમાં ૨૦૧૧ અને ૨૦૧૨ના એપ્રિલથી ઓગસ્ટ સુધીના મેલેરિયાના નોંધાયેલા કેસના આંકડા જોઈએ તો-
૨૦૧૧માં એપ્રિલમાં ૨૧૧ કેસ નોંધાયેલા જ્યારે ૨૦૧૨માં ૯૩૯ નોંધાયેલા.
એમાં ૨૦૧૧માં ૪૩૩ નોંધાયેલા અને ૨૦૧૨માં ૧,૫૯૬ નોંધાયેલા.
જૂનમાં ૨૦૧૧માં ૫૮૬ અને ૨૦૧૨માં ૧૮૬૧.
જુલાઈમાં ૨૦૧૧માં ૮૫૨ અને ૨૦૧૨માં ૨૩૯૨
ઓગસ્ટમાં ૨૦૧૧માં ૩૪૭૨ અને ૨૦૧૨માં ઓગસ્ટની ૨૨ સુધીમાં ૨૩૮૪
આ ગાળા દરમ્યાન મેલેરિયાના કારણે મૃત્યુ પામનારની સંખ્યા જોઈએ તો ૨૦૧૧માં એપ્રિલમાં ૧, મેમાં ૦, જૂન-જુલાઈમાં ૦ અને ઓગસ્ટમાં ૩૨ મૃત્યુ પામેલા.
૨૦૧૨માં મૃત્યુનો આંક એપ્રિલમાં ૧, મેમાં ૦, જૂનમાં ૧, જુલાઈમાં ૦ અને ઓગસ્ટ ૨૨ સુધીમાં ૩ છે.
૨૦૧૧ અને ૨૦૧૨ના ડેન્ગ્યુ મેલેરિયાના તાવના આંકડા અમદાવાદના જોઈએ તો...
૨૦૧૧માં એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં કુલ ૧૧૮ કેસ થયા હતા જેમાંથી ૨ ના મૃત્યુ થએલા જ્યારે ૨૦૧૨માં એપ્રિલથી ઓગસ્ટ ૨૨ સુધીમાં ડેન્ગ્યુ મેલેરિયાના ૭૧ કેસ થએલા અને કોઈ મૃત્યુ નથી થયું.
દેશના બીજા શહેરોની વાત જોઈએ તો... મુંબઈમાં ૨૦૧૦ના સત્તાવાર આંકડા મળે છે એ પ્રમાણે મેલેરિયાના તાવના કારણે આખા મહારાષ્ટ્રમાં ૮૦ ટકાના મૃત્યુ થયા હતા. ચેન્નઈમાં એજ પરિસ્થિતિ હતી.
કેન્દ્ર સરકારના નેશનલ વેક્ટર બોર્ન ડીસીસ કન્ટ્રોલ પ્રોગામના કેન્દ્ર સરકારના ડિરેક્ટર ડો. એ.સી. ધારીવાલ કબુલે છે કે, ‘‘આ વખતે મેલેરિયાનો રોગ મુંબઈ, અમદાવાદ, ચેન્નઈ અને બીજા શહેરોમાં ફરી દેખાયો છે. એટલે સરકારે આ વખતે શહેરોના મેલેરિયાની નાબૂદી માટે અલગ કાર્યક્રમ કર્યો છે. એ કાર્યક્રમ મુજબ મ્યુનિસિપાલિટી અને હોસ્પીટલો સંયુક્તપણે મેલેરિયા નાબૂદીનું કામ કરશે.’’
આ કાર્યક્રમ મુજબ વડોદરા, દિલ્લી, ફરિદાબાદ, વિજયવાડા, ચેન્નઈ, વેલોર અને બેંગ્લોર પહેલા તબક્કામાં મેલેરિયા નાબૂદી માટે આવરી લેવાશે.
રજીસ્ટાર જનરલ ઓફ બર્થ એન્ડ ડેથસ ઈન ઈન્ડિયા અને મિલયન ડેથ સ્ટડી એ બન્ને સહયોગથી દેશભરમાં જે સંશોધન કરાયેલું એના વડા ડો. પ્રભાત ઝા કહે છે કે, ‘‘મેલેરિયાના કારણે કોઈનું મૃત્યુ થવું ન જોઈએ કારણ કે આ રોગ એવો છે કે જેનું જલદી નિદાન થઈ શકે છે અને જેની દવા પણ સીધી સરળ અને સસ્તી છે તેમજ બે-ત્રણ દિવસમાં રોગ જતો રહે છે. મૃત્યુ અટકાવવા માટે દરેક સરકારે ખાસ કરીને ગામડામાંના મેલેરિયાના દર્દીને ગંભીરતાથી લેવો જોઈએ.’’
આ ડો. ઝાનો લેખ દુનિયામાં જે પ્રતિષ્ઠિત મેગેઝીન મેડીકલ સાયન્સનું ગણાય છે એ લાન્સેરના માર્ચ ૨૦૧૨ના અંકમાં લખે છે કે, ‘‘દર વર્ષે ભારતમાં મેલેરિયાનું નિદાન ન થઈ શકવાના ભોગે ૨,૦૦,૦૦૦ ભારતીયો મરણ પામે છે.’’ (જો કે સરકાર એ આંકડો ૧,૦૦૦ કહે છે) ભારતમાં ૮૦ ટકા મૃત્યુ હોસ્પીટલોની બહાર ઘરોમાં થાય છે.
મેલેરિયા સામે લડવાનું થોડુંક અટપટુ છે. કારણ કે મેલેરિયાના એનોફેલીસ મચ્છરો છ પ્રકારના છે. મચ્છર અને માનવ શરીર એન્ટી મેલેરિયાની દવાનો મુકાબલો કરવાનું બન્નેને અલગ અલગ હોય છે. માનવ શરીર અને માનવ શરીર વચ્ચે પણ ભેદ હોય છે.
જ્યારે ભારતમાં મેલેરિયાના કેસ દર વર્ષે ૬૦,૦૦,૦૦૦ નોંધાતા હતા ત્યારે એને મટાડવા માટે વર્ષે ૬૪ ટન ક્વીનાઈન વાપરવામાં આવતી હતી. એ પછી જ્યારે મેલેરિયાના કેસોની સંખ્યા ઘટીને ૨૦,૦૦,૦૦૦ થઈ ત્યારે ક્વીનાઈનનો વપરાશ વર્ષે ૪૦૦ ટન હતો ! (એનો અર્થ ભ્રષ્ટાચાર) આ ઉપરાંત એન્ટી મેલેરિયાની બીજી દવાઓ વપરાતી હતી એ અલગ !
જો કે ડોક્ટરો તો આ ભ્રષ્ટાચારનો બચાવ કરે છે કે, દર્દી અમારી પાસે તાવ લઈને આવે છે. પછી લોહીનો કે બીજો કોઈ ટેસ્ટ કરાવ્યા વિના તેઓ જાતે જ એન્ટી મેલેરિયાની ક્વીનાઈન જેવી દવા લઈ આવે છે... આમ ક્વીનાઈનનો વપરાશ ૪૦૦ ટન થઈ ગયો હોવો જોઈએ.
સરકાર પણ ડોક્ટરોને ચેતવી છે કે દર્દીના તાવનું બરોબર ડાયોગ્નાઈઝ કર્યા વિના એન્ટી મેલેરિયાની દવા ન આપવી.
મેલેરિયાના મચ્છર ન થાય એ માટે સરકાર દ્વારા જાહેરાતો થતી હોય છે તો પણ આપણે ઘરમેળે સાવચેત રહેવા આટલું ઘ્યાનમાં રાખવું...
(૧) મચ્છર મારવાનો સ્પ્રે બહાર પણ કરવો અને ઘરમાં પણ કરવો.
(૨) ગાયના ઘીનો ઘૂપ કરવો.
(૩) ગાયના છાણના છાણા બાળવા.
(૪) મચ્છરદાની વાપરવી.
(૫) મચ્છરોનો નાશ કરતી દવાવાળી મચ્છરદાની વાપરવી.
(૬) બારીઓ ઉપર મચ્છરજાળી લગાવવી.
(૭) ઘરમાં આખી બાંઈના શર્ટ કે ટી-શર્ટ પહેરવા.
(૮) સરકારો અને સુધરાઈએ પાંચ માણસના કુટુંબ કીઠ બે કે ત્રણ મચ્છરજાળી વહેંચવી.
(૯) બહુ વહેલા અંધારામાં ચાલવા જવાનું ટાળવું મેલેરિયાના મચ્છરો માટે એ સમય ઘણો જ અનુકૂળ છે.
(૧૦) મેલેરિયાની દવા લેતા પહેલાં દવાની આડ અસરન થતી હોય એની ખાત્રી કરો.
(૧૧) મેલેરિયા ન થાય એ માટેની રસી હજી સુધી દુનિયામાં શોધાઈ નથી. એ શોધાતા હજી વર્ષો લાગશે. પણ મેલેરિયા ન થાય કે થયો હોય તો દૂર થાય એ માટેની નવી નવી દવાઓ શોધાતી જાય છે.
(૧૨) આર્ટેમેસીનીન અને ક્વીનાઈન એ એન્ટી મેલેરિયાની મુખ્ય દવાઓ છે. એ બન્ને કુદરતી છોડોમાંથી વિકસાવેલી છે.
(૧૩) સીનરીઆમ નામની એક નવી દવા ૨૦૧૨ના એપ્રિલમાં બહાર પડી છે.
(૧૪) ‘‘હુ’’ના જણાવ્યા પ્રમાણે મેલેરિયા વિરોધી વેસીનીનું સંશોધન ચાલુ છે પણ ૨૦૧૫ પહેલાં એ બજારમાં આવવું શક્ય નથી.
(૧૫) આપણા દેશ ભારતમાં પણ મેલેરિયા વિરોધી રસીના સંશોધનનું કામ ચાલે છે.
(૧૬) આ ઉપરાંત હોમિયોપેથીમાં એક દવા આર્સેનિકઆલ્બ અને બીજી સંિકોના ઓફિસીનાહિમ નામની છે. આ દવા અશક્તિ નથી લાવતી અને મેલેરિયા જતો રહે એની ખબર પણ નહીં પડે.
(૧૭) આયુર્વેદમાં તો મેલેરિયાની શ્રેષ્ઠ દવા કરિયાતુ છે. કરિયાતુ પણ શુઘ્ધ અને તાજુ તથા પાણીનો વઘુ પડતો ભાગ ન હોય એવું હોવું જોઈએ.
મેલેરિયાનો વાવર હોય ત્યારે ઘરના બધાએ કરિયાતુ રોજ સવારના પીવામાં વાંધો નહીં.
મેલેરિયાને દૂર રાખવા આ બધા ઉપાયો હોવા છતાં મેલેરિયા થાય તો એમાં વાંક આ ઉપાયોનો નથી હોતો પણ એના ઉપયોગનો હોય છે.
આપણા દેશે મલેરિયા વઘુ થવા માટેના ૨૮ શહેરો ચૂંટ્યા છે જે આ પ્રમાણે છે... (૧) અમદાવાદ, (૨) મોરબી, (૩) ગોધરા, (૪) રાજકોટ, (૫) ગાંધીગ્રામ, (૬) વડોદરા, (૭) ભાવનગર, (૮) મુંબઈ, (૯) ઘુળે, (૧૦) મેંગ્લોર, (૧૧) પૂણે, (૧૨) રતલામ, (૧૩) શિવપુરી, (૧૪) વિજયવાડા, (૧૫) ચેન્નઈ, (૧૬) વેલોર, (૧૭) બેંગ્લોર, (૧૮) દિલ્લી, (૧૯) ફરીદાબાદ, (૨૦) બેહરામપુર, (૨૧) સંભલપુર, (૨૨) રૂરકેલા, (૨૩) કલકત્તા, (૨૪) બોકારો, (૨૫) હઝારીબાગ, (૨૬) અગરતલા (૨૭) છાંઈબસા, (૨૮) દોલતાગંજ.
- ગુણવંત છો. શાહ

 

પેરીસ્કોપ
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ગડકરી આઘ્યાત્મિક શાંતિ માટે કેનેડાના પ્રવાસે
દુનિયા આખી આઘ્યાત્મિક શાંતિ અથવા મનની શાંતિ મેળવવા ભારત આવતી હોય છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન ગડકરી આઘ્યાત્મિક શાંતિ મેળવવા કેનેડામાં મનોરમ્ય સ્થળ લેકલુઇસમાં આવેલા મહર્ષિ યોગીના વિવાદાસ્પદ આશ્રમમાં રહેવા ગયા છે.
એમની સાથે એમના પત્ની, બન્ને પુત્રો, પુત્રવઘૂ અને પુત્રી પણ છે. આશ્રમમાં જતા પહેલા તેઓ ટોરેન્ટો, વાનકુંવર અને કૈલિગરી પણ જશે.
આ એમનો અંગત પ્રાઇવેટ, કૌટુંબિક પ્રવાસ છે. જો કે ગડકરીનો ભત્રીજો કેનેડામાં છે. એમના કહેવાથી જ પૂરા પ્રવાસનું આયોજન થયું છે ત્યાં તેઓ લગભગ ૧૫ દિવસ રહેશે.

ટેલિસ્કોપ
દિલ્લીમાં ઈલેક્ટ્રીક રીક્ષા ફરવા લાગી છે તો
ગુજરાતમાં કેમ નહીં ?
ગુજરાતમાં રીક્ષાઓ માટે ડીઝલ, પેટ્રોલની જગ્યાએ ગેસ ફરજિયાત કર્યા પછી ગેસ કંપનીઓ લૂંટવાનું છોડતી નથી. એક તો ગેસ પમ્પો સાવ ઓછા છે એટલે ગેસ પમ્પો હોય ત્યાં લાંબી લાઈન રીક્ષાઓની હોય છે. મુંબઈ, વડોદરા, રાજકોટ, આણંદ,નડિયાદ, બોટાદ, ભાવનગર બધે આ જ દશા છે. જે કોર્ટે ગેસ ફરજીયાત કર્યો એ કોર્ટ આ બાબતમાં કેમ આંખ આડા કાન કરી શકે ?
બાકી દિલ્લીએ આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. દિલ્લીમાં આ પ્રકારની ઈલેક્ટ્રીક બેટરીથી ચાલતી રીક્ષાઓ ફરતી થઈ ગઈ છે. દિલ્લીમાં પણ ગેસ ફરજીયાત છે... ગુજરાતે કર્યો એ પહેલાંથી દિલ્લીમાં પાંચ છ વર્ષથી ગેસ ફરજીયાત છે. દિલ્લીમાં ઉતારુઓને આ પ્રકારની રીક્ષા ફાવી ગઈ છે. ‘‘ઈલેક્ટ્રીક શક્તિ’’ નામની આ રીક્ષા ચાર્જીંગ કરાવ્યા પછી ૭૦ કી.મી. ચાલી શકે છે.
ગુજરાતમાં આ રીક્ષાઓ જલદીથી જલદી શરૂ કરાવવાની તજવીજ અત્યારથી કરાવવાની જરૂર છે.
જો કે ગુજરાતમાં ભાજપ સરકારે જેમ એક જ ઉદ્યોગપતિને ગેસની મોનોપોલી જાણે ભાજપની ભાગીદારી હોય એમ આપી છે. એ રીતે ઈલેક્ટ્રીકની મોનોપોલી પણ બીજા એક ઉદ્યોગપતિને આપી છે જે પણ ગ્રાહકોને લૂંટવાનો જ ધંધો કરે છે ! એટલે ઈલેક્ટ્રીક રીક્ષા માટે પણ એ લૂટણખોર કંપની લૂંટ ન ચલાવે એની સગવડ કોર્ટે કરવી જોઈએ.
મુંબઈમાં પણ ગેસની રીક્ષાની જગ્યાએ આ રીક્ષાને ફરજીયાત કરવી જોઈએ.
પેલી લૂંટણખોર ગેસ કંપનીની કમાણી લૂંટાઈ જાય એટલે આવી ઈલેક્ટ્રીક રીક્ષાઓ શરૂ ન થાય એ માટે પથ્થરો ન મારે એ પણ કોર્ટે જેાવું જરૂરી છે કારણ કે ગુજરાતની ભાજપ સરકાર પેલી ગેસ કંપનીના હાથમાં રમે છે !
આ રીક્ષા એકદમ ‘‘ઈકો ફ્રેન્ડલી’’ છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved