Last Update : 04-September-2012, Tuesday

 
દિલ્હીની વાત
 

ભાજપ નેતાઓનો યુ-ટર્ન
નવી દિલ્હી, તા.૩
સંસદની જામ સ્થિતિ દૂર કરવા ભાજપની બે માગણી છે. એક છે કોલસા ખાણ ફાળવણી રદ કરવી અને બીજું છે વડાપ્રધાનનું રાજીનામું. પરંતુ વડાપ્રધાનના રાજીનામાની માગણી અંગે મોટી મુઝવણ પ્રવર્તે છે. કોલસા ખાણની ફાળવણી અંગે ભાજપ સ્વતંત્ર તપાસ માગે છે અને 'કેગે' કાઢેલા વાંધા અંગે તપાસ માગે છે. લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજ અને ભાજપના નેતા એલ.કે. અડવાણીએ ગુંચવાડો સર્જ્યો હતો. સુષમા સ્વરાજે સોનિયા ગાંધીને ફોન પર કહ્યું હતું કે કોલસા ખાણની ફાળવણી કેન્સલ થાય તો સંસદમાં ચર્ચા શક્ય છે. પરંતુ પછી આ બંને નેતાઓ સહિત ભાજપના અન્ય નેતાઓએ યુ-ટર્ન લીધો હતો અને વડાપ્રધાનના રાજીનામાની માગ પકડી રાખી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે અડવાણીએ પર તેમના બ્લોગ પર વડાપ્રધાનના રાજીનામા અંગે કૂણું વલણ બતાવ્યું હતું. પરંતુ તેમના લેટેસ્ટ બ્લોગમાં રાજીનામાની માગ દોહરાવી હતી. અહીં મહત્ત્વનો પ્રશ્ન એ છે કે શું સંસદનું સત્ર પુરું થયા પછી પણ આ લોકો વડાપ્રધાનના રાજીનામાની માગ ચાલુ રાખશે ? જો કે રાજકીય સમીક્ષકો માને છે કે એક સમયે જો સંસદમાં કોલસા કૌભાંડ અંગે ચર્ચા શરૃ થઈ જાય તો પછી રાજીનામાની માગણીની કોઈ અસર ના રહે...
સુષમાની અવઢવ
ભાજપના ટોચના નેતાઓને ચિંતા એ વાતની છે કે એક તરફ સરકાર કોલસા ખાણની ફાળવણી કેન્સલ કરવા તૈયાર નથી તો બીજી તરફ વડાપ્રધાન પણ રાજીનામું આપવા તૈયાર નથી. તેમ છતાં ભાજપના કેટલાક નેતાઓ માને છે કે વડાપ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. સુષમા સ્વરાજે પણ વડાપ્રધાનના રાજીનામા અંગેની માગણી અવઢવથી આશ્ચર્ય સર્જ્યું હતું.
ભાજપનાં રાજ્યોની ચિંતા
કોલસા ખાણોની ફાળવણી કેન્સલ કરવાની માગણી ભાજપે કરતાં ભાજપ શાસિત કેટલાંક રાજ્યો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ રાજ્યો એ કોલસા ખાણ માટે વડા પ્રધાનને દરખાસ્ત કરી હોઈ તે લોકો જાહેરમાં કશું બોલતા નથી પણ કેન્સલેશનની માગથી ચિંતીત છે. આ રાજ્યોના વડા માને છે કે કોલસા ખાણની ફાળવણી કેન્સલ થશે તો રાજ્યના વિકાસ પર પણ તેની અસર થશે. આ રાજ્યોના મુખ્ય પ્રધાનો એમ માને છે કે જો કોલસા ખાણોની ફાળવણી કેન્સલ થશે તો મામલો કાયદામાં અટવાશે. છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણસિંહે કહ્યું છે કે કોલસા ખાણોની ફાળવણી માગ ભ્રષ્ટાચાર નથી સૂચવતો પણ નીતિઓમાં રહેલા ગાબડાં પણ સુચવે છે.
મુલાયમનો મોરચો, જયલલિતા સંમત નથી
ગયા શુક્રવારે સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવ સંસદ ભવન સામે યોજેલા ઘરણાથી અન્ના ડીએમકે અને બીજેપી દૂર રહ્યા હતા પરંતુ કોલસા ખાણ કેન્સલ કરવાના મામલાનો તે વિરોધ કરે છે. બીજેડી માને છે કે જે ખાણોમાં ગેરરીતી થઈ છે તે કેન્સલ કરવી જોઈએ. રાજકીય નિષ્ણાતો માને છે કે મુલાયમસિંહના ત્રીજા મોરચાના પ્રયાસો સાથે જયલલિતા સંમત નથી કેમ કે તે ભાજપ સાથે સેટીંગના પ્રયાસોમાં છે.
સોનિયાજી સક્રિય પણ સારવાર હેઠળ
છેલ્લા કેટલાક દિવસોથી ઠપ્પ સંસદના ઉકેલ માટે સોનિયા ગાંધી પણ સક્રિય પ્રયાસ કરી રહ્યા છે. તેમણે ગયા અઠવાડીયે સુષમા સ્વરાજ સાથે વાત કરી હતી. પરંતુ તે ન્યુયોર્ક ખાતે સારવાર માટે જતા કોંગીજનો ચિંતીત બન્યા છે. હવે જ્યારે સંસદના ચોમાસુ સત્રને એક અઠવાડીયું બાકી રહ્યું છે છતાં ભાજપ તેની માગણી પ્રત્યે રસથી મસ થતો નથી. હવે જ્યારે સોનિયા વિદેશથી પાછા ફરશે ત્યારે સંસદનું સત્ર પુરું થઈ ગયું હશે.
- ઈન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved