Last Update : 04-September-2012, Tuesday

 

કોલગેટ કૌભાંડની આસપાસ

વિચાર વિહાર - યાસીન દલાલ
- વારંવાર કોઈને કોઈ મુદ્દો ઉઠાવીને સંસદ ખોરવી નાંખવામાં શા માટે આવે છે?

 

સંસદની કાર્યવાહી ફરી એક વખત ટલ્લે ચડી છે. સતત એક અઠવાડિયું સંસદ ઠપ્પ રહી અને રોજના ૨૦ લાખ રૃપિયા લેખે કરોડોનું નુકશાન થયું, પણ સંસદ સભ્યોએ પોતાના ભથ્થા અને પગાર લેવાનું ચાલું જ રાખ્યું. લોકસભામાં કોંગ્રેસના નેતા સુશીલકુમાર સિંદે એ સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત કરી અને પવનકુમાર બંસલ અરુણ જેટલીને મળ્યા પણ ગતિરોધ ચાલુ જ છે. ભાજપ કહે છે કે કોલગેટ કૌભાંડમાં પાંચ વરસ કોલસાનો હવાલો વડાપ્રધાન પાસે હતો એટલે એમણે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દેવું જોઈએ. યુ.પી.એ.નું કહેવું છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ અને ખુલાસા માટે પણ તૈયાર છીએ, પણ ભાજપ માનવા તૈયાર નથી. ખૂબીની વાત એ છે કે એન.ડી.એ.માં આ મુદ્દે પણ તડા પડયા છે. જે.ડી.યુ. ચર્ચા માટે તૈયાર છે પણ ભાજપ નથી. ડાબેરીઓ પણ ચર્ચા ઈચ્છે છે. મુલાયમસિંઘ યાદવ પણ કહે છે કે ચર્ચા અને ખુલાસા પછી આગળની નીતિ નક્કી થવી જોઈએ. હવે જે થાય તે ચર્ચા માટે ભાજપ તૈયાર થાય તો પણ પ્રશ્ન તો ઉભો જ છે કે વારંવાર સંસદની કાર્યવાહી ખોરવાઈ કેમ જાય છે? હમણાં જ વિરોધ પક્ષોએ સતત ત્રણ દિવસ શ્રી ચિદમ્બરમને બોલવા દીધા નહોતા અને એવો આક્ષેપ કરેલો કે ચિદમ્બરમ પણ ટુજી સ્પેકટ્રમ કાંડમાં સંડોવાયેલા છે એટલે એમણે રાજીનામું આપવું જોઈએ પણ હવે સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે ચિદમ્બરમ આ કેસમાં નિર્દોષ છે તો પછી પ્રશ્ન એ થાય છે કે વારંવાર કોઈને કોઈ મુદ્દો ઉઠાવીને સંસદ ખોરવી નાંખવામાં શા માટે આવે છે? સંસદની કાર્યવાહીમાં એક દિવસ પાછળ કરોડોનું ખર્ચ થાય છે અને સંસદસભ્યોને દર મહિને લાખોનો પગાર અને બીજા ભથ્થા તથા અનેકગણી સગવડો મળે છે એનું શું ? શું સંસદસભ્ય કરોડોની પ્રજાને બિલકુલ જવાબદાર નથી. હમણાં જ ટુજી સ્પેકટ્રમ કાંડમાં પણ અનેક દિવસો વેડફાઈ ગયા લોકપાલ બીલ અંગે પણ આવું જ થયું. લોકસભામાં ખરડો પસાર થયો પણ રાજ્યસભામાં ખરડાની ચર્ચા અતિ લંબાઈ ગઈ. વ્યૂહ રચના મુજબ રા.જ.દ.ના એક સભ્યે ખરડો ફાડી નાંખ્યો અને ભાજપના સભ્યોએ અસંખ્યા સુધારાઓ સૂચવ્યા અને લાંબા લાંબા ભાષણો કર્યા. અંતે ઉપરાષ્ટ્રપતિ શ્રી હામીદ અન્સારીએ એકાએક ગૃહ મોકુફ રાખી દીધું અને સત્ર સમાપ્ત થઈ ગયું. ખરડો હવામાં લટકી ગયો અને હજી સુધી પસાર થયો નથી.
કોંગ્રેસ વતી આ મુદ્દે જે જવાબ આપવામાં આવ્યો એ પણ રસપ્રદ છે. કેન્દ્રીય મંત્રી શ્રી જયસ્વાલે કહ્યું કે ભાજપ શાસિત છ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ જ કોલસાની હરરાજીનો વિરોધ કરેલો. હવે એ જ ભાજપ પૂછે છે કે હરરાજી વિના શા માટે કોલસાની ફાળવણી થઈ? મતલબ કે આમાં કોઈ પક્ષ ચોખ્ખો નથી. ભાજપ પણ દરેક પ્રશ્ને બેવડી નીતિ અપનાવે છે. કેન્દ્રીય મંત્રીએ પડકાર ફેંકતા કહ્યું કે સંસદમાં જે ચર્ચા થાય તો અમે એ છ રાજ્યોના મુખ્યમંત્રીઓના પત્રો પણ રજૂ કરવા તૈયાર છીએ. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ એટલા માટે જ ચર્ચા નથી થવા દેતું કે ચર્ચા થાય તો એની બેવડી નીતિ ખુલ્લી પડી જાય.
આમ કોઈપણ મુદ્દે સંસદમાં ગુણદોષ ઉપર ચર્ચા થતી જ નથી. વિરોધ પક્ષનું એક જ કામ છે. ગમે તે બહાનાસર ગૃહનું કામ કેમ ખોરવી નાંખવું. કેટલાક સભ્યો તો સંસદના મધ્યભાગમાં એટલે કે વેલમાં ધસી જાય છે તો વળી કેટલાક સભ્યો અધ્યક્ષના ટેબલ સુધી જઈ અને ફાઈલોના ઘા કરે છે. અત્યારે બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સાંસદ હતા ત્યારે એમણે અવારનવાર આ કામ કર્યું છે. એટલું જ નહીં પણ એકવાર તો ચાલુ સંસદે એક સભ્યને તમાચો પણ મારી દીધો હતો. આવા જ એક અન્ય ઘટનાક્રમમાં તામીલનાડુની વિધાનસભામાં જયલલીતા જ્યારે વિરોધ પક્ષના નેતા હતા ત્યારે ડી.એમ.કે.ના સભ્યોએ રીતસર એમની સાડી ખેંચીને વસ્ત્રાહરણ કર્યું હતું. ઉપરાંત એકથી વધુ વખત જુદા જુદા રાજ્યોની વિધાનસભાઓમાં મારામારીના બનાવો બનતાં જ રહે છે.
કેગના અહેવાલમાં એક નવી વાત પણ બહાર આવી છે. સંખ્યાબંધ કોર્પોરેટ ગૃહો પણ આ કૌભાંડમાં અબજો રૃપિયા ખાટી ગયા છે. મતલબ સાફ છે કે ખાનગીક્ષેત્ર પણ આમાં દોષી પૂરવાર થયું છે. આપણે ત્યાં શરૃઆતમાં બધી વસ્તુઓ સરકારના હાથમાં હતી હવે સરકારની સાથે ખાનગી ક્ષેત્રને પણ જોડવામાં આવ્યું છે. સરકારી ક્ષેત્રમાં જેટલો ભ્રષ્ટાચાર થતો એટલો જ ખાનગીક્ષેત્રમાં થાય છે. અહીં એવું પણ બની શકે કે કેગના હોદ્દેદારોને ખાનગીક્ષેત્ર પ્રત્યે પૂર્વ ગ્રહ હોય. ટુજી સ્પેકટ્રમમાં એ.રાજાની જેમ જ ખાનગી ક્ષેત્રના ધૂરંધરો સંકળાયેલા હતા. જેમાં નીરા રાડીયાની મુખ્ય ભૂમિકા હતી.કોલસા કૌભાંડમાં પણ એક ડઝનથી વધુ કોર્પોરેટ ગૃહોની સંડોવણી બહાર આવી છે. બંધારણીય રીતે જોઈએ તો કેગ એક નિરીક્ષણ કરતી અથવા તપાસ કરતી સંસ્થા છે એ દૂષણ સામે આંગળી ચીંધી શકે પણ કોઈ પગલાં ન લઈ શકે.બહુ તો આખી સમસ્યા સંસદીય સમિતિને સોંપી શકાય. કોલસાની શંકાસ્પદ ફાળવણી રદ થઈ શકે અને કૌભાંડ આચરનારાઓ સામે પગલાં લઈ શકે. પણ સંસદમાં ચર્ચા થાય તો જ આ શક્ય બને. વડાપ્રધાન રાજીનામું આપે તો પ્રશ્ન એ થાય કે એમના રાજીનામા પછી શું ? વડાપ્રધાન રાજીનામું આપે એટલે કૌભાંડીઓને સજા થઈ ગઈ ગણાય? આપણી પ્રણાલિ વિચિત્ર છે. દરેક કૌભાંડ વખતે કોઈને કોઈ પ્રધાનનું રાજીનામું માંગવામાં આવે છે. કોમનવેલ્થ રમતના કૌભાંડમાં સુરેશ કલમાડીનું રાજીનામું લેવાઈ ગયું. પછી શું થયું ? કલમાડીની ધરપકડ થઈ અને જામીન ઉપર છૂટી ગયા. આ સમગ્ર કૌભાંડમાં શિબૂ શોરેન પણ સંડોવાયેલા હતા. પાંચ વરસ યુ.પી.એ.ની સરકાર રહી એમાં સાડા ત્રણ વરસ કોલસાનો હવાલો વડાપ્રધાન મનમોહનસિંઘ પાસે હતો. એમને મદદ કરવા માટે બે જુનીયર પ્રધાનો પણ હતા. ખાણોને હરરાજીથી વેચવી એવી નીતિ નક્કી થયેલી, એનો અમલ નહોતો થયો. પરિણામે મનફાવે એ ભાવે ખાણો આપી દેવામાં આવી. વડાપ્રધાન આ સમગ્ર મુદ્દા અંગે તદ્દન મૌન રહ્યા આ નીતિ નિયમો હોવા છતાં અમલ ન થયો. એમાં એમની પણ જવાબદારી હતી. ભાજપ શાસિત રાજ્યો વાંધા કાઢતા હો તો એ મુદ્દે ભાજપના હાઈકમાન્ડને પણ એ જાણ કરી શક્યા હોત. વડાપ્રધાને ૨૦૦૪માં જ નિયમો તૈયાર કરાવેલા, પણ ત્રણ વખત કોલસાના ખાતાના પ્રધાન શિબૂ શોરેન બનેલા. એમનો પક્ષ યુ.પી.એ.નો સભ્ય હતો. એમણે પોતાને કોલસા ખાતુ આપવાની જીદ કરી અને વડાપ્રધાને એ સ્વીકારી. અગાઉ ટુજી સ્પેકટ્રમ કાંડમાં પણ એ.રાજાને જબરદસ્તીથી એ ખાતું સોંપવામાં આવેલું. ત્યાં પણ વડાપ્રધાનની નબળાઈ છતી થઈ ગયેલી. અહીંયા પણ એમણે આંખ આડા કાન કર્યા. રાજ્ય કક્ષાના પ્રધાન ડૉ. નારાયણ રાય હતા. એમણે નિયમોની ચર્ચા થાય ત્યારે મુખ્ય મુદ્દો ટાળતા અને પ્રગતિ થવા દેતા નહીં. નારાયણ રાવ કોંગ્રેસી હતા છતાં એમણે શિબૂ શોરેનની તરફેણ કરી. લીલામીના નિયમો પડયા રહ્યાં અને એનો અમલ થયો નહીં. રાજસ્થાનથી માંડીને બંગાળ અને છત્તીસગઢના મુખ્યપ્રદાનોએ પણ લીલામીનો વિરોધ કર્યો. આમ કોલસાની નીતિ અંગેની ફાઈલો પાંચ વરસ સુધી અથડાતી રહીે કોલસાના માફીયાઓ દ્વારા દેશની તિજોરીને લૂંટવાનું ચાલું જ રહ્યું.
કેગના રીપોર્ટમાં બીજી અનેક બાબતો છે જેમાં દિલ્હીના એરપોર્ટની વાત મુખ્ય છે. એર ઈન્ડિયા અબજો રૃપિયાની ખોટ કરે છે. એમાં પણ ભૂતપૂર્વ પ્રધાન પ્રફુલ્લ પટેલની જવાબદારી છે. એમણે એરપોર્ટ એક ખાનગી કંપનીને મફતના ભાવમાં આપી દીધી. જે સરકારી ભાવ કરતાં અત્યંત નીચા છે અને જથ્થાબંધ વિમાન જરૃર ન હોવા છતાં ખરીદી લીધા. આ બધાના પરિણામે એર ઈન્ડિયાએ દેવાળું કાઢવું પડયું. ખૂબીની વાત એ છે કે કોલસા કૌભાંડમાં માત્ર કોલસો જ ચર્ચાય છે અને બીજી એટલી જ અગત્યની બાબતો દબાઈ જાય છે. એર ઈન્ડિયા વરસોથી ચર્ચામાં છે. આટલા મોંઘા ભાડા લેવા છતાં એ આટલી ખોટ શા માટે કરે છે એનું રહસ્ય બહાર આવી ગયું છે. મોટેભાગે આ બધા કૌભાંડો માટે જે તે ખાતાનાં પ્રધાન જવાબદાર હોય છે. પણ આપણા જાહેર જીવનમાંથી જવાબદારીની ભાવના જ નીકળી ગઈ છે. બધાને અધિકાર જોઈએ છે કોઈને જવાબદારી સ્વીકારવી નથી.
મૂળ વાત આપણી સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહીની છે. અવારનવાર નાનકડા મુદ્દે અઠવાડીયાઓના અઠવાડીયા સુધી સંસદ ચાલતી નથી. હાલની પરિસ્થિતિમાં બનવાજોગ છે કે સંસદ અનિશ્ચિત કાળ સુધી મુલત્વી રખાય અને સંખ્યાબંધ ખરડાઓ પસાર થયા વિનાના પડયા રહે. મૂળ પ્રશ્ન એ છે કે આપણે શાસન પદ્ધતિ અપનાવવામાં કોઈ ભૂલ તો નથી કરીને? સંસદીય પદ્ધતિને બદલે પ્રમુખ પદ્ધતિ છે અને ફ્રાંસ જેવી શાસન પદ્ધતિ પણ છે. ઈઝરાયેલની પદ્ધતિ પણ છે જેમાં ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારના નામ જાહેર નથી થતાં ચૂંટણી પક્ષના નામે લડાય છે. અને જે પક્ષને જેટલી બેઠકો મળે એ બેઠકો ઉપર પાછળથી એ પક્ષ પોતાના ઉમેદવારો મૂકી દે છે. આમાં મોટામાં મોટો લાભ એ છે કે આપણે અત્યારે કરીએ છીએ એમ કોમ કે જ્ઞાાતિના ધોરણે ઉમેદવારો પસંદ કરવાના દૂષણમાંથી બચી જવાય અને ગુણદોષ ઉપર સંસદ સભ્યો અને વિધાન સભ્યો નક્કી થાય એ ગમે તે હોય પણ એક વાત નક્કી કે સંસદીય શાસન પદ્ધતિ આપણે ત્યાં સરીયામ નિષ્ફળ ગઈ છે. જયપ્રકાશ નારાયણે બિનપક્ષીય લોકશાહીનું માળખું પણ સૂચવેલું, પણ એ આપણા દેશમાં કેટલું વ્યવહારૃ બને એ પણ સવાલ છે. અમેરિકામાં ઉમેદવારો નીચેથી ઉપર જાય છે. પરિણામે એ અનેક કસોટીઓમાંથી પસાર થઈને આવે છે. આપણે ત્યાં ઉંધુ છે. હાઈકમાન્ડ ઉમેદવારો ઉપરથી લાદે છે. પરિણામે છેલ્લી ઘડીએ નવા નવા ઉમેદવારોના નામ લોટરી પદ્ધતિથી નક્કી થાય છે અને જેમણે પક્ષ માટે કદી કાંઈ કામ કર્યું જ ન હોય એવા લોકોને ટીકીટ મળી જાય છે. આવા અનેક દૂષણો આપણી પદ્ધતિમાં ઘૂસી ગયા છે. એમનો એક જ ઉપાય છે કે શાસન પદ્ધતિમાં પાયાથી ફેરફાર કરવામાં આવે એ માટે જરૃર પડે તો બંધારણ પણ બદલવું જોઈએ. અને નવી બંધારણ સભા પણ રચવી પડે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 

 

 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved