Last Update : 04-September-2012, Tuesday

 
 

ભારે ટેન્શન વચ્ચે જીતવા માટેનો ૨૬૧ રનનો પડકાર ઝીલ્યો
ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

જીતવા માટેના આખરી ૨૨ રન આઠ બોલમાં ફટકાર્યાઃ કોહલી (૫૧) અને ધોની (૪૮) વચ્ચે અણનમ ૯૬ રનની નિર્ણાયક ભાગીદારી

 

તેંડુલકર શ્રેણીની ત્રણેય ઇનિંગમાં બોલ્ડ થયો

મેન ઓફ ધ સીરીઝ અશ્વીનની બે ટેસ્ટમાં ૧૮ વિકેટઃ મેન ઓફ ધ મેચ કોહલીના બીજી ટેસ્ટમાં ૧૦૩ અને ૫૧ અણનમ

 

બેંગ્લોર, તા. ૩
ભારતે પ્રવાસી ન્યુઝીલેન્ડને આજે બીજી અને આખરી ટેસ્ટના ચોથા દિવસે પાંચ વિકેટથી હરાવીને ૨-૦થી શ્રેણી જીતી લીધી હતી. ભારતને જીતવા માટે ૨૬૧ રનનો પડકાર આવ્યો હતો. ભલે ભારત પાંચ વિકેટથી જીત્યું તે રીતે એના પ્રભુત્વભર્યો વિજય લાગ્યો હોય પણ ભારત જીત્યુ તેના અગાઉના કલાક પહેલા પણ બંને ટીમોને જીતવાની તક હોય તેમ ભારતનો રન ચેઝ તનાવભર્યો રહ્યો હતો.
કોહલીનો પ્રભાવ
પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર કોહલીએ મેન ઓફ ધ મેચ સાર્થક કરતા બીજી ઇનિંગમાં પણ ટેન્શ વાતાવરણ વચ્ચે ૫૧ અણનમ રનની ઇનિંગ રમી હતી.
કેપ્ટન ધોનીએ પણ તેને સાથ આપતા ૪૮ અણનમ રન ફટકાર્યા હતા. બંને વચ્ચે છઠ્ઠી વિકેટની ૯૬ રનની અણનમ ભાગીદારીએ ન્યુઝીલેન્ડની મોટો અપસેટ સર્જતી જીતના ખ્વાબ પર પૂર્ણવિરામ મુકી દીધું હતું. અશ્વીનને મેન ઓફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.
૨૬૧ રનનો પડકાર
ગઈકાલના ૯ વિકેટે ૨૩૨ રનથી આગળ રમતા ન્યુઝીલેન્ડે ૪.૨ ઓવરોમાં વધુ ૧૬ રન ઉમેરીને ૨૪૮ રનમાં ઓલઆઉટ થયું હતું. ભારતને જીતવા માટે ૨૬૧ રનનો પડકાર આવ્યો હતો.
આમ તો કોઇપણ પીચ પર આખરી બેટિંગ કરતા ૨૫૦થી વધુનો સ્કોર કોઇપણ ટીમ માટે સાવ આસાન ના કહેવાય.
ગંભીર-સેહવાગ પોઝિટીવ
ગંભીર (૩૪) અને સેહવાગે (૩૮) ભલે મોટી ઇનિંગ ના રમી પણ બંનેએ સાત-સાત ચોગ્ગા ફટકારીને ભારતને ૧૧.૫ ઓવરોમાં ૭૭ રનની ઓપનિંગ ભાગીદારીથી પ્રારંભ આપ્યો તેની નિર્ણાયક ભૂમિકાનો અંદાજ ભારતની તેઓ આઉટ થયા પછી જે રન અઘરા પડે તેવી ભીંસમાં મુકાઇ જતી સ્થિતી હતી, તે જોતા સમજાયો હતો. સેહવાગે તો એક છગ્ગો પણ ફટકાર્યો હતો.
આ રીતની બેટિંગ કરી શકાય તેવી આસાન પીચ ન્હોતી. ભારતને જો આવો મુકત પ્રારંભ ના મળ્યો હોત તો ન્યુઝીલેન્ડ વધુ પ્રભાવી બની જાત. પૂજારાએ ૧૦૪ બોલમાં સાત ચોગ્ગા સાથે ૪૮ રન અને તેંડુલકરે ૩૪ બોલમાં ૨૭ રન નોંધાવ્યા હતા. તેઓએ ૧૭.૪ ઓવરોમાં ૬૯ રનની ત્રીજી વિકેટની ભાગીદારી નોંધાવી હતી. એક તબક્કે ભારતનો સ્કોર ૨ વિકેટે ૧૫૨ રનનો હતો અને આસાન વિજય તરફ આગેકૂચ કરતું હતું.
૧૪ રનમાં ૪ વિકેટ
પણ વધુ ૮.૪ ઓવરોમાં જ ૧૪ રનના ગાળામાં ભારતે તેંડુલકર, પૂજારા અને રૈના (૦) ની વિકેટ ગુમાવતા સ્કોર પાંચ વિકેટે ૧૬૬ રન થઇ ગયો હતો. તેંડુલકર શ્રેણીની ત્રણેય ઇનિંગમાં આ સાથે બોલ્ડ થયો હતો.
જો આ પછી તરત કોહલી કે ધોનીની વિકેટ પડી ગઈ હોત તો ભારતની હારની શકયતા ઉભી થઇ હોત.
સ્પિનર જીતન પટેલ અને સાઉથીએ જોરદાર દબાણ સર્જયું હતું. બોલરો વાદળછાયા વાતાવરણનો ભરપૂર ઉપયોગ ઉઠાવી રહ્યા હતા. ધોની તો બે વખત બીટ થઇને અને એક વખત બોલ કેચ તરીકે જાય તે પહેલા જ ક્લોઝ ઇન ફિલ્ડરથી નજીક પીચ પડી જાય તેમ બચી પણ ગયો હતો.
કોહલી-ધોનીની ભાગીદારી
કોહલી તેને મળતી પ્રત્યેક તકમાં એ પૂરવાર કરતો જાય છે કે તે ભારતનો જ નહીં ક્રિકેટ વિશ્વનો તેના અરસાનો શ્રેષ્ઠ ક્રિકેટર બનતો જાય છે.
તેણે અને ધોનીએ ખૂબ જ અનુભવ અને સમજનો ઉપયોગ કરીને તનાવપૂર્ણ સમય વીતાવ્યો હતો. તે દરમ્યાન તેઓ લુઝ બોલમાં રન લેવાની તક પણ નહોતા છોડતા. વાદળછાયુ વાતાવરણ હોઇ બીજે દિવસે ઇનિંગ આગળ ધપાવવા કરતા તેઓએ ફલડ લાઇટમાં જ રમવાનો નિર્ણય લીધો હતો.
૮ બોલમાં આખરી ૨૨ રન
૨૨ રન બાકી હતા અને પડછાયા લાંબા થતા હતા ત્યારે જ કોહલી-ધોનીએ ફાઇટ ટુ ફિનિશ કરતા પહેલા કોહલીએ સાઉથીની એક ઓવરમાં આખરી પાંચ બોલમાં ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
ત્યાર બાદ જીતન પટેલની ઓવરના પ્રથમ બે બોલમાં ચોગ્ગો અને ડીપ વિકેટ પર વિજયી છગ્ગો ફટકારીને ધોનીએ ભારતને શ્રેણી કલીન સ્વીપ સાથે જીતાડી હતી.
ભારત પ્રથમ ટેસ્ટ હૈદ્રાબાદમાં એક ઇનિંગ અને ૧૧૫ રનથી જીત્યું હતું.
ન્યુઝીલેન્ડ પ્રથમ ઇનિંગ ઃ ૩૬૫
ભારત પ્રથમ ઇનિંગ ઃ ૩૫૩
ન્યુઝીલેન્ડ બીજી ઇનિંગ

-

રન

બોલ

મેકુલમ કો. ધોની બો. યાદવ

૨૩

૨૧

ગપ્ટીલ બો. યાદવ

૧૬

વિલિયમ્સ કો. સેહવાગ બો. અશ્વીન

૧૩

૩૭

ટેલર લેગબીફોર ઓઝા

૩૫

૬૬

ફલાઇન કો. સેહવાગ બો. અશ્વીન

૩૧

૬૫

ફ્રેન્કલીન સ્ટ. ધોની બો. અશ્વીન

૪૧

૯૦

વાઇક લેગબીફોર અશ્વીન

૩૧

૪૮

બ્રેસવેલ લેગબીફોર ઓઝા

૨૨

૪૩

સાઉથી બો. અશ્વીન

૧૧

પટેલ કો. ધોની બો. ખાન

૨૨

૨૭

બોલ્ટ અણનમ

૧૬

વધારાના (બાય ૪, લેગબાય ૧૨, વાઈડ ૧)

૧૭

 

 

 

(ઓલઆઉટ ૭૩.૨ ઓવરોમાં)

૨૪૮

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૩૦ (ગપ્ટીલ ૫.૩), ૨-૩૧ (મેકુલમ ૭.૧), ૩-૬૯ (વિલિયમસન ૧૮), ૪-૧૧૦ (ટેલર ૨૮.૩), ૫-૧૪૦ (ફલાઇન ૪૦.૫), ૬-૧૯૫ (વાઇક ૫૫.૪), ૭-૨૧૬ (ફ્રેન્કલીન ૬૧.૫), ૮-૨૨૨ (સાઉથી ૬૬), ૯-૨૨૨ (બ્રસેવેલ ૬૬.૧), ૧૦-૨૪૮ (પટેલ ૭૩.૨)બોલિંગ ઃ ઝહિર ખાન ૧૪.૨-૨-૪૬-૧, યાદવ ૧૫-૦-૬૮-૨, ઓઝા ૨૩-૬-૪૯-૨, અશ્વીન૨૨-૧-૬૯-૫, રૈના ૧-૧-૦-૦
ભારત બીજી ઇનિંગ

-

રન

બોલ

ગંભીર કો. ટેલર બો. બોલ્ટ

૩૪

૫૮

સેહવાગ બો. પટેલ

૩૮

૩૩

પૂજારા કો. ફલાઇન બો. પટેલ

૪૮

૧૦૪

તેંડુલકર બો. સાઉથી

૨૭

૩૪

કોહલી અણનમ

૫૧

૮૨

રૈના બો. પટેલ

૧૦

ધોની અણનમ

૪૮

૬૦

વધારાના (બાય ૪, લેગબાય ૬,

 

 

 

 

 વાઇડ ૫, નોબોલ ૧)

૧૬

 

 

 

(પાંચ વિકેટે ૬૩.૨ ઓવરોમાં)

૨૬૨

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૭૭ (સેહવાગ ૧૧.૫), ૨-૮૩ (ગંભીર ૧૭), ૩-૧૫૨ (તેંડુલકર ૩૪.૪), ૪-૧૫૮ (પૂજારા ૩૯.૩), ૫-૧૬૬ (રૈના ૪૩.૧) બોલિંગ ઃ બોલ્ટ ૧૬-૪-૬૪-૧, સાઉથી ૧૮-૩-૬૮-૧, બ્રેસવેલ ૧૪-૩-૫૨-૦, પટેલ ૧૫.૨-૩-૬૮-૩

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved