Last Update : 04-September-2012, Tuesday

 

'શહીદ સ્મારકની તોડફોડ કરનારો દેશદ્રોહી'
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

મુંબઇ પોલીસને બિરદાવવા સાથે સેનાસુપ્રીમોએ નીતીશકુમારની ટીકા કરી

(પી.ટી.આઇ.) મુંબઇ, તા.૩
બિહારમાં લપાયેલા ટેરરિસ્ટોને પકડવા માટે જો રાજકીય સરહદો નડશે તો પછી આ દેશને ભગવાન પણ બચાવી નહીં શકે એમ શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેએ આજે જણાવ્યું હતું.
મુંબઇ પોલીસે ગઇ ૧૧મી ઓગસ્ટે આઝાદ મેદાનના હિંસક તોફાનો સંબંધે બિહારના સીતામઢી જઇને અબ્દુલ કાદીર નામના યુવકને ઝડપી લીધો હતો. કાદીરે તોફાન વખતે આઝાદ મેદાન પરના શહીદ સ્મારકની તોડફોડ કરી હતી. મુંબઇ પોલીસે બિહાર જઇને આ આરોપીને પકડયો તેની સામે બિહારના પોલીસ વડાએ મુંબઇના પોલીસ કમિશનરને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. બિહારના પોલીસ વડાનો ત્યાંના મુખ્ય પ્રધાન નીતીશકુમારે પણ ખુલ્લેઆમ બચાવ કર્યો હતો. આને લીધે ઠાકરેએ શિવસેનાના મુખપત્ર 'સામના'માં નીતીશકુમાર પર પ્રહાર કર્યો હતો.
બાળ ઠાકરેએ કહ્યું હતું કે અબ્દુલ કાદીર બિહારમાં વધુ કોઇ મુશ્કેલી ઉભી કરે એ પહેલાં તેને પકડી લેવા બદલ મુખ્ય પ્રધાન નીતીશકુમારે તો મુંબઇ પોલીસને અભિનંદન આપવા જોઇએ.
અબ્દુલ કાદીરને દેશદ્રોહી ગણાવતા ઠાકરેએ કહ્યું હતું કે મુંબઇ પોલીસે બિહાર જઇને કાદીરને પકડવાની ફરજ પાર પાડી એમાં બિહારના ચીફ સેક્રેટરી કે પોલીસ વડાએ વચ્ચે માથું મારવાની કોઇ જરૃર નહોતી. ભારતના પોલીસોએ એક દેશદ્રોહીને પકડવાની ફરજ અદા કરી હતી.
શહીદ સ્મારકની તોડફોડ કરી અપમાન કરનારા કાદીરને પકડી પાડનારી મુંબઇ પોલીસની ટીમ સામે જો બિહાર સરકાર કાનૂની પગલાં લેશે તો મહારાષ્ટ્રમાં જે બિહારીઓ છે એમને ઘૂસણખોર ગણીને અહીંથી ખદેડી કાઢવામાં આવશે એવાં મનસે નેતા રાજ ઠાકરેના નિવેદને ઉહાપોહ જગાવ્યા બાદ શિવસેના સુપ્રીમોએ શાબ્દિક પ્રહાર કર્યાં છે.
બિહારના પોલીસ વડાએ મુંબઇના પોલીસ કમિશનરને લખેલા પત્ર બદલ તેમનો બચાવ કરતા નીતીશકુમારે ગઇ કાલે જણાવ્યું હતું કે કેન્દ્રના ગૃહ મંત્રાલયના સરક્યુલર અનુસાર એક રાજ્યની પોલીસ બીજા રાજ્યામાં આરોપીને પકડવા જાય ત્યારે ત્યાંની પોલીસને જાણ કરવાનું જરૃરી છે.
આસામ અને બર્મામાં લઘુમતી પર કથિત અત્યાચારના વિરોધમાં ગઇ ૧૧મી ઓગસ્ટે મુસ્લિમ સંગઠનોએ યોજેલા ધરણાએ હિંસક વળાંક લીધો એ વખતે શહીદ સ્મારકની તોડફોડ કરવામાં આવી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved