Last Update : 04-September-2012, Tuesday

 

અધિક માસમાં જ સર્વાધિક મેઘમહેર
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો

મુંબઈ, નવી મુંબઈ અને થાણે સહિત સર્વત્ર સારો વરસાદ ઃ વાંદરામાં સૌથી વધુ આઠ ઈંચ પાણી ઃ તાનસા જળાશય છલકાયું ઃ જનજીવન ખોરવાયું

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૩
પાણી માટે ટળવળતા મુંબઈગરા માટે આજે મોસમનો સૌથી વધુ વરસાદ વરસતા જળાશયોમાં પાણીની આવક સારી થઈ હતી. અધિક માસમાં આજે સર્વત્ર સર્વાધિક વરસાદ મુંબઈ, નવી મુંબઈ, થાણે, દહાણુ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસ્યો હતો. મુંબઈમાં આજે સરેરાશ પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. મેઘરાજા મન મૂકીને વરસતા નીચાણવાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. વાહનોની માર્ગ પર કતાર લાગી હતી. વાહનોને અન્ય માર્ગે વાળ્યા હતા. મુંબઈની જીવાદોરી સમાન પશ્ચિમ, મધ્ય અને હાર્બરના ટ્રેનના પાટા પર પાણી ભરાતાં લોકલ સેવા પર ભારે અસર પડી હતી. આને લીધે કામ ધંધો પતાવીને ઘરે પાછા ફરતાં મુંબઈગરાને ભારે હાડમારી ભોગવવી પડી હતી. અનેક લોકલો રદ્દ કરાઈ હતી. દિવાલ, ઘર પડવાના સહિત વૃક્ષ તૂટી પડવાની દુર્ઘટનાઓ બની હતી. શોર્ટસર્કિટથી એકનું મોત થયું હતું.
શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. આથી જળાશયોમાં પાણીની આવક સારી થતાં મુંબઈગરાને પાણીકાપથી આંશિક રાહત મળશે. મહત્ત્વનું ગણાતુ તાનસા જળાશય છલકાઈ ગયું છે.
આગામી ૨૪ કલાક દરમિયાન શહેર તથા પરાં વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. સાથોસાથ સુસવાટાભેર પવન ફૂંકાશે એવી આગાહી કોલાસા વેધશાળાએ કરી છે.
પાલિકાના કંટ્રોલ રૃમે આપેલા વરસાદના આંકડા મુજબ ગત બાર કલાકમાં પશ્ચિમ ઉપનગરના સૌથી વધુ વાંદરામાં (એમ/ પશ્ચિમ વોર્ડ) ૨૦૨ મિ.મિ. (આઠ ઈંચ) વરસાદ વરસ્યો હતો.
આજે સવારે ૮.૩૦થી સાંજે ૮.૩૦ વાગ્યા સુધી વીતેલા ૧૨ કલાક દરમિયાન પૂર્વ ઉપનગરમાં ૧૧૩.૨ (સાડા ચાર ઈંચ) પશ્ચિમ ઉપનગરમાં ૯૩ મિ.મિ. (ચાર ઈંચ) અને તળમુંબઈમાં ૬૪.૪૩ મિ.મિ. વરસાદ વરસ્યો હોવાનું પાલિકાના કંટ્રોલ રૃમે જણાવ્યું હતું.
જ્યારે કોલાબા વેધશાળાએ આપેલી માહિતી મુજબ આજે સવારે ૮.૩૦થી રાતે ૮.૩૦ વાગ્યા સુધી વીતેલા ૧૨ કલાક દરમિયાન સાંતાક્રુઝમાં ૭૧.૯ મિ.મિ. અને કોલાબામાં ૫૫.૪ મિ.મિ. વરસાદ વરસ્યો હતો.
શહેરમાં સૌથી વધુ વાંદરામાં ૨૦૨ મિ.મિ. (આઠ ઈંચ) વરસાદ વરસ્યો હતો, એમ પાલિકાના કંટ્રોલ રૃમે જણાવ્યું હતું.
ભારે વરસાદને લીધે ઘાટકોપર (પ) ખાતે અમૃતનગર ઈન્દિરા નંગર નં. ૨, સિધ્ધેશ્વર ચાલમાં વીજળનો આંચકો લાગતા બાજીરાવ ગુઢેકર (૭૪ વર્ષ) નામની વ્યક્તિ મૃત્યુ પામી હતી.
વાંદરા (પૂર્વ)માં સુભાષનગરમાં એક શૌચાલયની દિવાલનો અમુક હિસ્સો તૂટી પડયો હતો. આ સિવાય ગોવંડી (પૂર્વ)માં પેપ્સી કંપની સામે વામન તુકારામ પાટીલ માર્ગ પર આવેલી એક ઈમારતની સિલિંગનો હિસ્સો તૂટી પડયો હતો.
શહેરભરમાં લગભગ ૨૦ જેટલા વૃક્ષો મૂળમાંથી ઊખડીને ધરાશાયી થયા હતા. જેમાં પશ્ચિમ ઉપનગરનાં ૧૦, પૂર્વ ઉપનગરનાં છ અને તળમુંબઈનાં ચાર વૃક્ષનો સમાવેશ થયો હતો.
આજે પડેલા સાંબેલાધાર વરસાદમાં શહેરભરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. અંધેરી સબવે, મિલન સબવેમાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. આ સિવાય શહેરમાં હિંદમાતા, વડાલા, સાયન, કિંગસર્કલ, ભાંડુપ, વિલેજરોડ, મુલુંડ એલ.બી.એસ. માર્ગ, મલાડમાં જરી મરી વિસ્તારમાં અંધેરી, કુર્લા, બોરીવલી, એસ.વી. રોડ, કાંદિવલી, દહિસર સબવે, મલાડ સબવે, ખાર સબવે સહિત અનેક ઠેકાણે પાણી ભરાયા હતા. આથી ટ્રાફિક વ્યવહાર પર માઠી અસર પડી હતી. માર્ગમાં પાણી ભરાવાને લીધે વાહનોની લાંબી કતારો લાગી હતી.
મુંબઈની જીવાદોરી સમાન પશ્ચિમ, મધ્ય અને હાર્બરની લોકલ સેવા પર માઠી અસર પડી હતી. મલાડ, વાંદરા, માહિમ, ભાંડુપ, ઘાટકોપર, વિદ્યાવિહાર, ચેમ્બુર, માનખુર્દ, કુર્લા સ્ટેશન પાસે ુપાટામાં પાણી ભરાઈ ગયા હતા. આના કારણે પશ્ચિમ રેલવેની લોકલ સેવા નિયમિત સમય કરતાં અડધો કલાક વિલંબથી દોડતી હતી, મધ્ય રેલવેની લોકલ સેવા એક કલાક વિલંબથી દોડતી હતી. જ્યારે હાર્બર લાઈનની લોકલ સેવા ખોરવાઈ હતી એમ સૂત્રોએ જણાવ્યું હતું.
પાટામાં પાી ભરાતાં ત્રણેય રૃટની અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. આના લીધે કામ ધંધો પતાવીને ઘરે પાછા ફરતાં મુંબઈગરાને ભારે હાડમારી ભોગવવી પડી હતી.
શહેરને પાણીનો પુરવઠો પૂરો પાડતાં જળાશયોમાં અને પરિસરમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. મોડકસાગરમાં ૧૯.૮૦ મિ.મિ., તાનસામાં ૮૭.૮૦ મિ.મિ., વિહારમાં ૭૪.૪૦ મિ.મિ. અને તુલસીમાં ૧૧૩ મિ.મિ. વરસાદ વરસ્યો હતો.
શહેરને પાણી પુરવઠો કરતાં છ જળાશય પૈકી આજે બીજુ જળાશય તાનસા આજે બપોરે ૧૨.૫૫ વાગ્યાથી છલકાવા લાગ્યું હતું. જળાશયોમાં પાણીની સાર આવક થતાં મુંબઈગરાને પાણીની સમસ્યામાં આંશિકપણે રાહત થઈ છે.
અગાઉ ૮ ઓગસ્ટના રોજથી મોડકસાગર જળાશય છલકાવા લાગ્યું હતું.
મુંબઈ સિવાય નજીક આવેલા થાણે, નવી મુંબઈમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. દહાણુમાં ૧૦૦ મિ.મિ., અલીબાગમાં ૯૨ મિ.મિ. વરસાદ વરસ્યો હતો. આ સિવાય મરાઠાવાડા, કોંકણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved