Last Update : 04-September-2012, Tuesday

 

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

સરકાર નીતિવિષયક પગલા ભરવામાં નિષ્ફળ જશે તો FIIનો નાણાં પ્રવાહ રૃંધાશે

અમદાવાદ, સોમવાર
વૈશ્વિક સ્તરના અને ઘરઆંગણાના પ્રતિકૂળ પરિબળો વચ્ચે પણ ભારતમાં નીતિવિષયક સુધારા અને વૈશ્વિક સ્તરે હળવી નાણાંનીતિની આશા પાછળ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા વિતેલા ઓગસ્ટ માસમાં રૃા. ૧૧૦૦૦ કરોડનું જંગી રોકાણ કર્યું છે. જે છેલ્લા છ માસમાં સૌથી વધુ રોકાણ છે. આ સાથે જ ભારતીય શેરબજારમાં અત્યાર સુધીમાં એફઆઇઆઇનું કુલ રોકાણ રૃા. ૬૩,૦૭૦ કરોડ થયું છે.
માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ ઓગસ્ટ માસમાં એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાં રૃા. ૪૮,૧૩૬ કરોડની ખરીદી કરી હતી તેની સામે રૃા. ૩૭,૩૩૨ કરોડનું વેચાણ કર્યું હતું. આમ, માસના અંતે તેનું ચોખ્ખું રોકાણ રૃા. ૧૦,૮૦૩ કરોડ એટલે કે ૧.૯૪ અબજ ડોલર રહ્યું હતું. જ્યારે ૨૦૧૨ કેલેન્ડર વર્ષમાં એફઆઇઆઇએ શેરબજારમાં રૃા. ૬૩૦૭૦ કરોડ અને ડેટ માર્કેટમાં રૃા. ૨૪૫૧૮ કરોડનું રોકાણ કર્યું છે.
એફઆઇઆઇ દ્વારા ઓગસ્ટ માસમાં કરાયેલું રૃા. ૧૧૦૦૦ કરોડનું રોકાણ એ છેલ્લા છ માસનું સર્વાધિક રોકાણ છે. અગાઉ તેણે ફેબુ્રઆરી માસમાં રૃા. ૨૫૨૧૨ કરોડનું રોકાણ કર્યું હતું. જ્યારે જુલાઇ માસમાં તેણે રૃા. ૧૦૨૭૩ કરોડનું રોકાણ કર્યું હતું. એફઆઇઆઇ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ ભારતીય બજાર માટે પ્રબળ આશાવાદ ધરાવે છે.
એફઆઇઆઇની ગતિવિધીને ટાંકીને બજારના અભ્યાસી વર્તુળોએ જણાવ્યું હતું કે આર્થિક વૃધ્ધિમાં સતત પીછેહઠ અને ઊંચા વ્યાજદરની સ્થિતિ વચ્ચે પણ એફઆઇઆઇ એવું માને છે કે સરકાર નીતિવિષયક પગલા ભરશે. પરંતુ જો સરકાર આ મુદ્દે નિષ્ફળ નીવડશે તો એફઆઇઆઇનું રોકાણ ઘટવાની તેમજ પાછું ખેંચાવાની પણ શક્યતા એટલી જ છે.
આ વર્તુળોએ વધુમાં જણાવ્યું હતું કે યુએસ ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા હળવી નાણાં નીતિની ધારણા હોવાથી એફઆઇઆઇનો જંગી નાણાં પ્રવાહ છૂટી રહ્યો છે. પરંતુ, ઘરઆંગણે સર્જાયેલી રાજકીય અસ્થિરતા આ નાણાં પ્રવાહને રૃંધાવે તો નવાઇ નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved