Last Update : 04-September-2012, Tuesday

 

સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ એફઆઈઆઈની ખરીદી અટકી વેચવાલી જોવાઈ

'ગાર'ની મોકુફી છતાં 'કોલગેટ' મામલે આર્થિક સુધારા અટવાતા રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ યથાવત

HSBC મેન્યુફેકચરીંગ PMI ૯ મહિનાના તળીયેઃ સીસીઆઈ કાર્ટેલ તપાસે રીયાલ્ટી, ફાર્મા, ટેલીકોમ શેરોમાં ધોવાણ
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, સોમવાર
ભારતના રેટીંગ ડાઉનગ્રેડના જોખમે વિદેશી રોકાણકારોની નારાજગી દૂર કરવારૃપી જનરલ એન્ટિ- અવોઈડન્સ રૃલ્સ (જીએએઆર)ને ત્રણ વર્ષ માટે મોકુફ રાખવાની વડાપ્રધાન દ્વારા નીમાયેલી પેનલે ભલામણ કરતા અને અમેરિકામાં ત્રીજા ક્વોન્ટિટેવી ઈઝીંગ (કયુઈટુ)- બોન્ડસ ખરીદીના યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેનના નિવેદનની આજે મુંબઈ શેરબજારોમાં આરંભિક પોઝિટીવ અસર જોવાઈ હતી. એફઆઈઆઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં અવિરત વેલ્યુબાઈંગે ઓગસ્ટ મહિનામાં રૃ.૧૦૫૦૦ કરોડથી વધુ રકમના શેરોની ખરીદી કર્યા છતાં પ્રવર્તમાન અનિશ્ચિત રાજકીય માહોલમાં કોલસાની માઈનીંગ ફાળવણી મુદ્દે 'કેગ'ના રીર્પોટ બાદ વિપક્ષોએ સંસદના બન્ને ગૃહોની કામગીરી ઠપ કરી દીધી હોઈ અટવાયેલા આર્થિક ુસધારાના ખરડાઓથી સાવચેત વિદેશી રોકાણકારોની ખરીદી ભારતનું ક્રેડિટ રેટીંગ ડાઉનગ્રેડ થવાના જોખમે પાછલા દિવસોમાં ધીમી પડી હતી. જૂન, ૨૦૧૨ અંતના પ્રથમ ત્રિમાસિકની આર્થિક- જીડીપી વૃધ્ધિ પણ ૫.૨ ટકાની અપેક્ષાની તુલનાએ ૫.૫ ટકા આવતા કંઈક અંશે સરકારે રાહતનો શ્વાસનો લીધો હતો. પરંતુ આજે એચએસબીસી મેન્યુફેકચરીંગ પરચેઝ માર્કેટ ઈન્ડેક્ષ (પીએમઆઈ) ભારતનો ઓગસ્ટ મહિનાનો ઘટીને ૫૨.૮ની ૯ મહિનાની નીચી સપાટીએ જાહેર થતાં અને ઓટોમોબાઈલ કંપનીઓના ઓગસ્ટ મહિનાના વાહનોના વેચાણના આંકડા મારૃતી સુઝુકી, ટીવીએસ મોટર, ટાટા મોટર્સના એકંદર નબળા આવતા ઓટો શેરોની નરમાઈએ સેન્સેક્ષનો આરંભિક સુધારો ધોવાયો હતો. સેન્સેક્ષ આગલા ૧૭૪૨૯.૫૬ સામે ૧૭૪૬૫.૬૦ મથાળે ખુલીને લાર્સન, બજાજ ઓટો, કોલ ઈન્ડિયા, મારૃતી સુઝુકી, સિપ્લા, હીરો મોટોકોર્પ, સ્ટેટ બેંકની મજબુતીએ ૮૦.૪૩ પોઈન્ટ વધીને ઉપરમાં ૧૭૫૦૯.૯૯ સુધી પહોંચ્યો હતો. પરંતુ એચએસબીસી મેન્યુફેકચરીંગ પીએમઆઈ ૫૨.૮ નવ મહિનાની નીચી સપાટીએ જાહેર થતાં સુધારો ધોવાઈ જઈ ટાટા ગુ્રપ શેરો ટાટા પાવર, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ સાથે જિન્દાલ સ્ટીલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મહિન્દ્રા, ઓએનજીસી, ડો. રેડ્ડીઝ લેબ., વિપ્રો, એચડીએફસી શેરોની નરમાઈએ ૭૯.૯૯ પોઈન્ટ ઘટીને નીચામાં ૧૭૩૪૯.૫૭ સુધી આવી ગયો હતો. જે ઘટયા મથાળે રીકવરીના પ્રયાસમાં ઘટાડો પચાવીને સ્થિર થવા મથતો રહ્યો હતો. પરંતુ ટાટા ગુ્રપ શેરો સાથે રિલાયન્સ શેરોમાં વેચવાલીનું દબાણ યથાવત્ રહેતા સેન્સેક્ષ ેઅંતે ૪૫.૧૬ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪.૪૦ મથાળે બંધ રહ્યો હતો. સેન્સેક્ષ શેરોથી વિશેષ આજે નિફટી શેરોમાં રેનબેક્સી લેબ.ની સુધારાની ચાલે નિફટીમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.
નિફટી સ્પોટ અફડાતફડીમાં ઉપરમાં ૫૨૯૫ થઈ નીચામાં ૫૨૪૩ સુધી જઈ ૫૨૫૪
એનએસઈનો નિફટી સ્પોટ ઈન્ડેક્ષ આગલા બંધ ૫૨૫૮.૫૦ સામે ૫૨૭૬.૫૦ મથાળે ખુલીને શરૃઆતમાં રેનબેક્સી લેબ, કોલ ઈન્ડિયા, મારૃતી સુઝુકી, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, એચસીએલ ટેકનો, બીપીસીએલ, સિપ્લા, પાવર ગ્રીડ, ભેલ, લાર્સન, સ્ટેટ બેંક, વિપ્રોની મજબૂતીએ ૫૪૦૦ની સપાટી નજીક ૫૨૯૫.૮૦ સુધી પહોંચ્યો હતો. પરંતુ આ સુધારો ક્ષણિક નીવડી સેઈલ, ટાટા મોટર્સ, જિન્દાલ સ્ટીલ, આઈડીએફસી, અંબુજા સિમેન્ટસ, ગેઈલ, ટાટા મોટર્સ, સિમેન્સ, એકસીસ બેંક, રિલાયન્સ ઈન્ફ્રા., ટાટા સ્ટીલ, સેસાગોવા, પીએનબી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની નરમાઈએ નીચામાં ૫૨૪૩.૧૫ સુધી આવી ગયો હતો. જે ઘટયા મથાળે રેનબેક્સી લેબ.માં લેવાલી વધતા અને બીપીસીએલ, કોલ ઈન્ડિયાની મજબૂતીએ મોટાભાગનો ઘટાડો પચાવી બપોરે ૧ઃ૧૫ વાગ્યા નજીક ૫૨૭૬ નજીક આવી ગયો હતો. પરંતુ ફરી વેચવાલીનું દબાણ વધતા નીચામાં ૫૨૪૫ નજીક આવી જઈ અંતે ૪.૭૫ પોઈન્ટના ઘટાડે ૫૨૫૩.૭૫ બંધ રહ્યો હતો.
ટેકનીકલી નજીકનો ટ્રેન્ડ ડાઉનઃ ૫૩૩૫ ઉપર બંધ જરૃરીઃ ૨૦૦ દિવસની મુવીંગ એવરેજ ૫૧૨૪
ટેકનીકલી નિફટી સ્પોટ નજીકનો ટ્રેન્ડ હજુ ડાઉન બતાવાઈ રહ્યો છે. ટેકનીકલી નિફટી સ્પોટ ૫૩૩૫ ઉપર બંધ આવે ત્યારબાદ નજીકનો (નીયર ટર્મ) ટ્રેન્ડ બદલાશે. ૨૦૦ દિવસની મુવીંગ એવરેજ ૫૧૨૪ છે.
નિફટી સ્પોટ સામે ફયુચર ૩૦ પોઈન્ટ પ્રીમિયમમાં ઃ ૫૧૦૦નો પુટ નીચામાં ૨૩.૭૦થી ઉછળીને ૩૧.૨૦
ડેરીવેટીવ્ઝમાં નિફટી ૫૩૦૦નો કોલ ૨,૯૪,૬૭૭ કોન્ટ્રેક્ટસમાં રૃ.૭૯૩૪.૭૮ કરોડના ટર્નઓવરે ૮૬.૪૦ સામે ૯૫ ખુલી ઉપરમાં ૯૮.૭૫ થઈ નીચામાં ૭૧.૨૦ સુધી ગબડી જઈ અંતે ૭૧.૨૦ હતો. નિફટી ૫૩૦૦નો પુટ ૯૫.૯૦ સામે ૮૫.૨૦ ખુલી નીચામાં ૭૭થી ઉપરમાં ૯૯.૫૦ થઈ છેલ્લે ૯૯.૪૫ હતો. નિફટી ૫૪૦૦નો કોલ ૨,૪૨,૯૩૬ કોન્ટ્રેક્ટસમાં રૃ.૬૬૧૧.૫૮ કરોડના ટર્નઓવરે ૪૪.૪૫ સામે ૪૮.૮૦ ખુલી ઉપરમાં ૫૧.૪૦ થઈ નીચામાં ૩૩.૮૫ સુધી જઈ છેલ્લે ૩૪ હતો. નિફટી ૫૨૦૦નો પુટ ૫૭.૨૦ સામે ૫૧.૧૫ ખુલી નીચામાં ૪૪.૦૫ થઈ પાછો ફરી ઉપરમાં ૫૮.૨૦ થઈ અંતે ૫૭.૫૦ હતો. નિફટી ૫૧૦૦નો પુટ ૩૨.૫૦ સામે ૨૬.૬૦ ખુલી નીચામાં ૧૩ થઈ અંતે ૧૩ હતો. નિફટી સપ્ટેમ્બર ફયુચર ૧,૯૨,૯૨૨ કોન્ટ્રેકટસમાં રૃ.૫૧૧૦.૯૬ કરોડના ટર્નઓવરે ૫૨૯૧.૬૫ સામે ૫૩૦૧.૨૦ ખુલી ઉપરમાં ૫૩૨૪.૩૦ સુધી જઈ પાછો ફરી નીચામાં ૫૨૭૨.૩૦ થઈ અંતે ૫૨૭૩.૧૦ હતો. નિફટી સ્પોટ સામે સપ્ટેમ્બર ફયુચર ૩૦થી ૩૨ પોઈન્ટ પ્રીમિયમમાં રહ્યો હતો. નિફટી સ્પોટ ૫૨૬૫થી ૫૨૭૫નો ગેપ પૂરી નીચા મથાળે પ્રવર્તી રહ્યો છે. પરંતુ સેન્સેક્ષનો ૧૭૨૦૦ આસપાસનો ગેપ પૂરાવાનો હજુ બાકી હોઈ બજારનો અમુક વર્ગ આ લેવલ પર નજર રાખી સાવચેતી બતાવી રહ્યો હતો.
ટાટા ગુ્રપ શેરોમાં વેચવાલીઃ ટાટા મોટર્સનું વેચાણ ૧૩ ટકા વધ્યું ઃ ટાટા સ્ટીલ, ટાટા પાવર ઘટયા
ટાટા ગુ્રપ શેરોમાં વેચવાલીના દબાણે ટાટા પાવર રૃ.૧.૯૦ ઘટીને ૯૭.૭૦, ટાટા મોટર્સ ઓગસ્ટ ૨૦૧૨ મહિનાનું વાહનોનું કુલ વેચાણ ૧૨ ટકા વધીને ૭૧૮૨૬ વાહનોનું થતાં જે અપેક્ષાથી ઓછું રહેતા શેર રૃ.૨.૯૦ ઘટીને રૃ.૨૩૦.૮૫, ટાટા સ્ટીલ રૃ.૪.૪૫ ઘટીને રૃ.૩૫૮.૦૫, ટીસીએસ રૃ.૮.૮૦ ઘટીને રૃ.૧૩૩૮.૫૦, ટાટા કોમ્યુનિકેશન રૃ.૨.૭૫ ઘટીને રૃ.૨૨૭.૧૦ રહ્યા હતા.
હવે સીસીઆઈની રીયાલ્ટી, ટેલીકોમ, ફાર્મા કંપનીઓ વિરુધ્ધ કાર્ટેલની તપાસ શરૃ
કોમ્પીટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ (સીસીઆઈ) પાછલા દિવસોમાં સિમેન્ટ કંપનીઓને કાર્ટેલ બદલ જંગી પેનલ્ટી ફટકાર્યા બાદ હવે રીયલ એસ્ટેટ, ટેલીકોમ મિલ્ક ડિસ્ટ્રીબ્યુટરો, ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોની કંપનીઓ વિરુધ્ધ કાર્ટેલ સંબંધિ તપાસ કરી રહી હોવાનું કંપની બાબતોના પ્રધાન આરપીએન સિંઘે માહિતી આપતા સંસદને જાણ કરતા જણાવતા આજે રીયાલ્ટી, ફાર્મા, ટેલીકોમ શેરોમાં નરમાઈ હતી.
રીયાલ્ટી ક્ષેત્રે કાર્ટેલ તપાસે શેરોમાં ધોવાણઃ ઈન્ડિયાબુલ્સ, ડીબી રીયાલ્ટી, એચડીઆઈએલ ઘટયા
રીયાલ્ટી ક્ષેત્રે કાર્ટેલ રચી પ્રોપર્ટીના ભાવો કૃત્રિમ રીતે ઊંચા ટકાવી રાખવામાં આવતા હોવાનું અને વધારવામાં આવતા હોવા સંબંધિ તપાસ સીસીઆઈ કરી રહ્યાના અહેવાલે રીયાલ્ટી શેરોમાં વેચવાલી હતી. ડીબી રીયાલ્ટી રૃ.૨.૪૦ તૂટીને રૃ.૭૨.૭૦, ઈન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃ.૧.૨૦ ઘટીને રૃ.૪૨.૦૫, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૪૪.૦૫, ફિનિકસ મિલ્સ રૃ.૩.૫૫ ઘટીને રૃ.૧૭૨.૨૫, એચડીઆઈએલ રૃ.૧.૩૫ ઘટીને રૃ.૬૬.૯૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૃ.૬.૧૦ ઘટીને રૃ.૫૧૩.૨૦, ઓબેરોય રીયાલ્ટી રૃ.૨.૧૫ ઘટીને રૃ.૨૨૬.૧૦, ડીએલએફ રૃ.૧.૨૫ ઘટીને રૃ.૧૯૪.૭૦ રહ્યા હતા.
ફાર્મા શેરો સીસીઆઈ તપાસે ગબડયાઃ પિરામલ, દિવીઝ, ઓપ્ટો, ગ્લેનમાર્ક ઘટયાઃ રેનબેક્સી લેબ., ઓરોબિન્દો બાયોકોન ઉછળ્યા
ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે પણ કાર્ટેલ રચી કૃત્રિમ રીતે ભાવો ટકાવવા- વધારવા સંબંધિ સીસીઆઈની તપાસના અહેવાલે ફાર્મા શેરોમાં વેચવાલી નીકળી હતી. પિરામલ હેલ્થકેર રૃ.૩૧.૨૦ ગબડીને રૃ.૪૫૭.૧૫, દિવીઝ લેબ. રૃ.૩૭.૯૦ ઘટીને રૃ.૧૧૧૬.૨૦, ઓપ્ટો સર્કિટસ રૃ.૪.૦૫ ઘટીને રૃ.૧૧૯.૭૦, ગ્લેનમાર્ક ફાર્મા રૃ.૧૪.૦૫ ઘટીને રૃ.૪૨૭.૭૦, કેડિલા હેલ્થકેર રૃ.૧૩.૯૦ ઘટીને રૃ.૯૦૨, સ્ટ્રાઈડ આર્કોલેબ. રૃ.૯.૨૦ ઘટીને રૃ.૮૨૦.૩૫, ગ્લેકસો ફાર્મા રૃ.૨૦.૪૫ ઘટીને રૃ.૨૦૯૭, ડો. રેડ્ડીઝ લેબ. રૃ.૧૫.૧૫ ઘટીને રૃ.૧૬૭૦.૦૫ રહ્યા હતા. અલબત્ત રેનબેક્સી લેબ. રૃ.૧૭.૨૦ ઉછળીને રૃ.૫૬૮.૯૦, ઓરોબિન્દો ફાર્મા પણ ખરાબ બજારે ફંડોની લેવાલીના આર્કષણે રૃ.૭.૫૦ વધીને રૃ.૧૧૮.૨૦, ઈપ્કા લેબ. રૃ.૧૦.૭૫ વધીને રૃ.૪૪૬.૫૦, બાયોકોન રૃ.૬.૫૦ વધીને રૃ.૨૬૫.૯૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્ષ ૨૫.૧૮ પોઈન્ટ ઘટીને ૭૪૭૦.૪૨ રહ્યો હતો.
જેએસડબલ્યુ ઈસ્પાતના ૭૨ શેરો સામે જેએસડબલ્યુ સ્ટીલનો એક શેર ફાળવાશેઃ બન્ને શેરો ઘટયા
કોલસાના માઈનીંગ કૌભાંડની અસરે મેટલ શેરોમાં પણ વેચવાલી વધી હતી. જેએસડબલ્યુ સ્ટીલ સાથે જેએસડબલ્યુ ઈસ્પાતના મર્જરની બન્ને કંપનીઓના બોર્ડ દ્વારા ૧, સપ્ટેમ્બર ૨૦૧૨ની મીટિંગમાં મંજૂરી આપી દેવાઈ. જેએસડબલ્યુ ઈસ્પાતના દરેક ૭૨ શેરો દીઠ જેએસડબલ્યુ સ્ટીલનો એક શેર ફાળવવાની ભલામણ કરાતા બન્ને શેરોના ભાવો ઘટયા હતા. જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૨૫.૩૫ તૂટીને રૃ.૬૬૯.૯૦ રહ્યો હતો. અન્ય મેટલ શેરોમાં એનએમડીસી રૃ.૫.૧૦ ઘટીને રૃ.૧૮૬.૮૫, જિન્દાલ સ્ટીલ રૃ.૭.૮૫ ઘટીને રૃ.૩૪૪.૪૫, સેઈલ રૃ.૧.૩૫ ઘટીને રૃ.૭૬.૬૦, સેસાગોવા રૃ.૧.૯૦ ઘટીને રૃ.૧૬૯.૫૫ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બાયબેક રૃ.૨૭૮૯ કરોડમાં ૩.૮૯ કરોડના શેરોનું થયું ઃ શેર ઘટયો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર ખાતે ડીટીએ રીફાઈનરીમાં ડીઝલ હાઈડ્રોટ્રીટર યુનીટો પૈકી એક મેઈન્ટેનન્સ માટે ૨૮, ઓગસ્ટથી બેથી ત્રણ સપ્તાહ માટે બંધ કરતા અને કંપનીના ૨૧, ઓગસ્ટ ૨૦૧૨ સુધીમાં રૃ.૨૭૮૮.૮૩ કરોડના રોકાણથી ૩.૮૯ કરોડ શેરો બાયબેક થયા બાદ શેરોમાં તેજીની જોવાયેલી તીવ્રતા હવે મંદ પડી નફારૃપી વેચવાલીએ શેર રૃ.૭.૭૦ ઘટીને રૃ.૭૬૪.૨૫ રહ્યો હતો.
સ્મોલ- મિડ કેપ શેરોમાં આકર્ષણ વધ્યું ઃ ૧૪૨૪ શેરો વધ્યાઃ ૧૯૬ શેરોમાં તેજીની સર્કિટ
સેન્સેક્ષ- નિફટી બેઝડ આજે નરમાઈ સામે સ્મોલ- મિડ કેપ, 'બી' ગુ્રપના શેરોમાં પસંદગીનું આર્કષણ વધતા માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૨૦ સ્ક્રીપમાંથી વધનારની સંખ્યા ૧૪૨૪ અને ઘટનારની ૧૩૯૨ રહી હતી. ૧૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૭૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ હતી. બીએસઈ સ્મોલ- કેપ ઈન્ડેક્ષ ૨.૧૯ પોઈન્ટ વધીને ૬૩૯૭.૨૮, મિડ કેપ ઈન્ડેક્ષ ૫.૬૦ પોઈન્ટ વધીને ૬૦૧૦.૬૨ રહ્યા હતા.
ડીઆઈઆઈની રૃ.૧૬૧ કરોડ, એફઆઈઆઈની રૃ.૫૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી
એફઆઈઆઈઈ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે સોમવારે કેશ સેગ્મેન્ટમાં રૃ.૫૪.૭૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૧૬૬૯.૪૮ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૧૭૨૪.૨૭ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. જ્યારે ડીઆઈઆઈ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃ.૧૬૦.૭૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃ.૬૮૨.૨૭ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃ.૮૪૨.૯૭ કરોડના શેરોનું વેચાણ હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
મુંબઈમાં મોસમનો સૌથી વધુ વરસાદ પડયો
બિહારમાંથી 'ટેરરિસ્ટ'ને પકડવા માટે જો સરહદ નડે તો પછી દેશને ભગવાન જ બચાવે ઃ ઠાકરે

૨૬/૧૧ના હુમલાના ત્રણ દિવસ અગાઉ કરાંચીમાં કંટ્રોલરૃમ ઊભો કરાયો હતો

સિધ્ધિવિનાયક મંદિરે અંગારકી પ્રસંગે ૧૮ લાખ દર્શનાર્થી
આગામી ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર નીતિશ હોઈ શકે ઃ સુશીલ મોદી
સેન્સેક્ષનો આરંભિક ૮૦ પોઈન્ટનો સુધારો ધોવાઈ અંતે ૪૫ પોઈન્ટ ઘટીને ૧૭૩૮૪ઃ
સોનામાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો ઃ ચાંદીમાં જો કે આગળ ધપતી તેજી
STT વધારવાની દરખાસ્ત માત્રથી બજારમાં ગભરાટ ઃ કામકાજો ઘટશે

ભારતની ૨-૦થી ક્લીન સ્વીપ ઃ ન્યુઝીલેન્ડ આખરી ટેસ્ટમાં પાંચ વિકેટથી હાર્યું

ભારતને ૫૦ જેટલા વધુ રનનો પડકાર હોત તો ભારે પડી શકત
શારાપોવા ૨૦૦૬ પછી પ્રથમ વખત યુએસ ઓપનની કવા. ફાઈનલમાં
તેંડુલકરની બોલ્ડ થવાની હેટ્રિક ઃ દ્રવિડના નિવૃતિ પહેલા આવા જ હાલ હતા
પેસ ડબલ્સ, મિક્ષ્ડ ડબલ્સની કવા. ફાઈનલમાં

છેલ્લા છ માસમાં FII નું ઓગસ્ટમાં ૧૧૦૦૦ કરોડનું સર્વાધિક રોકાણ

કોમોડિટી વાયદાના આકર્ષણમાં ઘટાડો ટર્નઓવરમાં સામાન્ય વધારો નોંધાયો
 
 

Gujarat Samachar Plus

ભજન અને બંદગીમાં કોઈ ફરક નથી
કપરી પરિસ્થિતિ જીતનો રસ્તો છે ઃ સ્મિત
મેકઅપમાં સૌથી મોટી ભૂલ કરતી યુવતીઓ
હવે લવનો એકરાર ટેટૂથી કરો...
એક્સસાઇઝનો ગાઇડ વોકંિગ ડીવીડી
દેશી વિદેશી સેલિબ્રિટીના વૈભવી લગ્નો
 

Gujarat Samachar glamour

રણબીર કપૂરને ધોનીએ ‘તમીજ’ શિખવાડી
કરીનાને જોવા સિઘ્ધિ વિનાયકમાં ભારે ભીડ
આયશા મ્યુઝિક શોનું સંચાલન કરશે!
કિમ કારદાશિયાંએ પોતાના ૧૦૦ જોડી જૂતાંનું દાન કર્યું
બિપાશા હોલીવુડની ફિલ્મ કરીને ગૌરવ અનુભવે છે
શર્લિને પૈસા માટે યૌન-સંબંધ બાંઘ્યાનું કબુલ્યું
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved