Last Update : 04-September-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૪-૦૯-૨૦૧૨, મંગળવાર
અધિક ભાદરવા વદ ચોથ - અંગારકી સંકષ્ટ ચતુર્થી
‘‘ગુજરાત સમાચાર’’ના વાત્સ્લયમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શા. સાહની દસમી માસિક પુણ્યતિથી.

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૧ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૪૯ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૨ મિ. (સૂ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ ઃ- આજે સવારના ૯ ક. ૨૫ મિ. સુધીમા જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યારબાદ જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ- રેવતી સવારના ૯ ક. ૨૫ મિ. સુધી પછી અશ્વિની.
ગોચર ગ્રહ ઃ-સૂર્ય- સંિહ,મંગળ- તુલા, બુધ- સંિહ, ગુરૂ- વૃષભ, શુક્ર- કર્ક, શનિ- તુલા, રાહુ- વૃશ્ચિક, કેતુ- વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન
ચંદ્ર- સવારના ૯ ક. ૨૫ મિ. સુધી મીન પછી મેષ.
વિક્રમ સવંત ઃ ૨૦૬૮ શોભન સં.શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર,જૈનવીર સવંત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ૠતુ રા.દિ. ભા / ૧૩ /
માસ-તિથિ-વાર ઃ અધિક ભાદરવા વદ ચોથને મંગળવાર.
- આજે અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. ચંદ્રોદય (અ) રાત્રે ૯ ક. ૦૭ મિ.
- પંચક સવારના ૯ ક. ૨૫ મિ. સુધી
- અમૃત સિઘ્ધિયોગ સવારના ૯ ક. ૨૫ મિ. થી શરૂ.
‘‘ગુજરાત સમાચાર’’ના વાત્સ્લયમૂર્તિ ધર્મપરાયણ સ્વ. વિમળાબેન શા. શાહની દસમી માસિક પુણ્યતિથિ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૧૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવહદીન માસનો ૧૮ રોજ રશ્નો

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આજે અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય, ભક્તિપૂજાથી તમારા હૃદય-મનની શાંતિ જળવાય. નોકરી-ધંધામાં ગુસ્સો કરવો નહીં.

 

વૃષભ ઃ નાણાંકીય લેવડ-દેવડ વ્યવહારમાં, બૈંકના, શેરોના કામમાં જાગૃતિ રાખવી. નોકરી-ધંધાની વ્યસ્તતામાં ચંિતા મુશ્કેલી જણાય.

 

મિથુન ઃ નોકરી-ધંધામાં ફાયદો-લાભ થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. પુત્ર-પૌત્રાદિકતા કામમાં ઘ્યાન આપી શકો. આનંદ રહે.

 

કર્ક ઃ નોકરી-ધંધાના વ્યવહાર-સંબંધમાં, કામકાજમાં વિવાદ, ગેરસમજથી તકલીફ થાય. ધંધાને અસર પહોંચે. પરિવારને તકલીફ પડે.

 

સંિહ ઃ ચંિતા-વ્યથા હળવી થવાથી રાહત રહે. આજે અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ભક્તિપૂજાથી આનંદ રહે. ધર્મકાર્યથી ખર્ચ થાય.

 

કન્યા ઃ શારિરીક-માનસિક અસ્વસ્થતા, ખર્ચ-ચંિતામાં વધારો જણાય. નોકરી-ધંધાના, પત્ની-સંતાનના પ્રશ્ને ચંિતીત રહો.

 

તુલા ઃ અંગારકી સંકષ્ટ ચતુર્થીએ આજે ભક્તિપૂજાથી આપનું હૃદય-મનની પ્રફુલ્લિત રહે. નોકરી-ધંધાના તેમજ અન્ય કામમાં આનંદ રહે.

 

વૃશ્ચિક ઃ યાત્રા પ્રવાસમાં તેમજ બહાર જતા આવતા રસ્તામાં પડવા, વાગવાથી, ધક્કામુક્કા, લપસી જવાથી સંભાળવું. ચંિતા-ખર્ચ રહે.

 

ધન ઃ નોકરી-ધંધાના, શેરોના તેમજ અન્ય વિલંબમાં પડેલા કામમાં ઘ્યાન આપી શકો. પુત્ર-પૌત્રાદિકથી સાનુકુળતા રહે.

 

મકર ઃ આજે અંગારકી સંકષ્ટ ચતુર્થીએ ભક્તિપૂજા કરો, નોકરી-ધંધાનું, પરિવારનું કામ કરો પરંતુ ચંિતા-ઉચાટ જણાય.

 

કુંભ ઃ અંગારકી સંકષ્ટ ચતુર્થીએ આજે આપ ધર્મકાર્યથી આનંદ, હળવાશ, શાંતિ, અનુભવો. નોકરી-ધંધાનું કામ થાય.

 

મીન ઃ તમારા રોજીંદા કામમાં ઘ્યાન આપી શકો. ધર્મકાર્યથી હળવાશ આનંદ રહે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૪-૦૯-૨૦૧૨, મંગળવાર

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મવર્ષ સારા-નબળા તબક્કામાં આરોહ-અવરોહનું રહે. આવક થાય પરંતુ બચત જણાય નહીં. નોકરી-ધંધામાં યશ-સફળતા મળે પરંતુ શાંતિ, હળવાશ, આરામ જણાય નહીં.

 

- વર્ષારંભથી વર્ષના મઘ્યભાગ સુધી પેટ, કમર, ગુદા, પેશાબની તકલીફમાં બેકાળજી રાખવી નહીં. સામાન્ય બિમારીની ઉપેક્ષા કરવી નહીં.

 

- નાણાંની લેવડ-દેવડમાં, જમીનીગીરીમાં, બેંક લોન કે અન્ય લોનમાં વર્ષના મઘ્યભાગ સુધીનો સમય તકલીફ વાળો રહે.

 

- આ વર્ષમાં યાત્રા પ્રવાસ થાય. ધર્મકાર્ય થાય. ભક્તિપૂજાથી આનંદ રહે.

 

- સ્ત્રી વર્ગને પતિ-સંતાનથી સાનુકુળતા રહે. અવિવાહીને કોઈની વાતોથી પ્રભાવિત થઈ જવું નહીં. મિત્રવર્ગથી સંભાળવું પડે.

 

- વિદ્યાર્થીવર્ગને વર્ષ મઘ્યમ રહે.

 

સુપ્રભાતમ્

- દ્રઢ નિશ્ચયવાળા માણસો વંદન કરવા લાયક હોય છે, માત્ર (દ્રઢ નિશ્ચય વગરની) ઊંચાઈ કામની નથી. ચાતક કોણ છે? એક તુચ્છ પક્ષી છે પણ (તેના દ્રઢ નિશ્ચયને લીધે) ખુદ ઈન્દ્ર (મેઘ રાજા) એને માટે પાણી લઈ આવે છે.

 

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

મુસાફરો ભરીને બસ જઈ રહી હતી. વરસાદ તૂટી પડેલો. એવામાં બસ નદી ઉપરના પૂલ ઉપરથી પસાર થતા નદીમાં પડી ગઈ. ફાયર બ્રિગેડના માણસો બસમાંના બધા પ્રવાસીઓને હેમખેમ ઉપર લઈ અવ્યા. છેલ્લે લલ્લુને બહાર કાઢવામાં આવ્યો.
થોડીવાર પછી એ સ્વસ્થ થયો એટલે એણે કંડક્ટરને કહ્યું, ‘‘સાહેબ, મારા દસ રૂપિયા હવે પાછા લાવો !’’

[Top]
 

આજ ની રેસીપી

ઘરમાં મીની પાર્ટી માટેની વાનગીઓ

મકાઈના બોલ્સ

 


સામગ્રી ઃ એક કપ મકાઈના દાણા, ૧/૨ કપ ચીઝની છીણ, ૧/૨ કપ પનીરની છીણ, બે સ્લાઇસ બ્રેડ (કિનારીઓ કાપેલી), ચાર બાફીને મસળેલું બટાટું, એક ચમચો બારીક સમારેલી કોથમીર, ૧/૨ ચમચો બારીક સમારેલ લીલાં મરચાં, એક ચમચી વાટેલું આદું, એક ચમચી વાટેલું લસણ, ૧/૨ કપ મેંદો અથવા વેસણ, ૧/૪ ચમચી સોડા, એક ચમચી મીઠું, એક ચમચી મરીનો પાઉડર, તળવા માટે તેલ.

 

રીત ઃ મકાઈના દાણાને કૂકરમાં ૧/૪ કપ પાણી અને મીઠું નાખી બરાબર બાફી નાખો. પછી તેને મિક્સીમાં અધકચરા ક્રશ કરી લો હવે તેલ સિવાયની તમામ સામગ્રીને આ અધકચરા મિશ્રણમાં નાખી મિક્સ કરો.

 

તેલ ગરમ કરો અને મિશ્રણમાંથી વડા જેવડા કદનાં બોલ્સ લઈ તેલમાં તળતાં જાવ. બ્રાઉન રંગનાં અને કરકરાં થાય એટલે બ્રાઉન પેપર પર કાઢી લો.

 

આ ગરમાગરમ બોલ્સ ચટણીને સોસ સાથે પીરસો.

[Top]
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved