Last Update : 03-September-2012, Monday

 
''ઘરનું ઘર''ની લહાણી શું કોંગ્રેસને ફરી સત્તામાં લાવશે?
- કોંગ્રેસ શું આટલા બધા મકાનો આપી શકશે?
- હવે નરેન્દ્ર મોદી કંઈ ચમત્કાર કરશે?
- ગુજરાત હાઉસીંગ બોર્ડ શું ન.મો.ની મદદ કરી શકશે?
- કોંગ્રેસે ૪૦ વર્ષમાં ૧૦ લાખ ઘર આપ્યા જ્યારે ભાજપે?

ગુજરાત કોંગ્રેસનો એક જ ઘા ગુજરાત ભાજપ માટે રાંપીનો ઘા બની ગયો.
અત્યાર સુધી ગુજરાત કોંગ્રેસ જાણે ભાજપના ભાર નીચે દબાયેલી હતી. સંસદમાં અથવા કેન્દ્રમાં જેમ કોંગ્રેસ હંમેશા ''ડીફેન્સીવ'' બચાવ કરવાનું જ કામ કર્યા કરતી એમ ગુજરાતમાં પણ ભાજપ ઘા ઉપર ઘા, તીર ઉપર તીર, માર્યા કરે અને કોંગ્રેસ જવાબમાં કાં તો મૂંગી રહે અથવા લૂલો- પાંગળો બચાવ કરે. આ તો પહેલી જ વાર કોંગ્રેસે એવો ઘા માર્યો કે ભાજપ સમસમી ગયો તે એવો કે બેચાર દિવસ સુધી એને તમ્મર આવી ગયા. શું કરવું એ જ એને સૂજે નહીં. જેને ''રાંપીનો ઘા'' તળપદી ગુજરાતીમાં કહે છે.
વિધાનસભાની ચૂંટણી હવે ઢુંકડી છે. કોંગ્રેસનો ''ઘરનું ઘર'' યોજના રાંપીનો ઘા થયો ન હોત તો કદાચ ભાજપ ગુજરાતમાં એ ચૂંટણીઓ વહેલી કરાવીને વિધાનસભાની બધીએ બધી બેઠકો જીતી લેવાના ઉત્સાહમાં હતો.
એવામાં કોંગ્રેસના આ એક જ ઘાએ ભાજપના વિકાસના બણગાના ફુગ્ગા ફોડી નાંખ્યા.
ભાજપ ગુજરાતમાં સત્તામાં આવ્યો પછી જેમ ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કંપની જેવી ધૂમ નફો કરતી રાજ્યની બીજી કેટલીક કંપનીઓને ફડચામાં લઇ જઇને એના રૃપિયાથી મેળાવડા અને સ્વપ્રચારના પડદાઓ ઝુલતા કરવા લાગ્યો છે એમ ગરીબો, મધ્યમવર્ગની ગુજરાતની જનતા માટે રહેવાની સગવડ થાય એ માટે જે ગુજરાત હાઉસીંગ બોર્ડ અને સ્લમ ક્લીયનર્સ બોર્ડ જેવી સંસ્થાઓ કોંગ્રેસે ઊભી કરેલી એના રૃપિયા (ભંડોળ) પણ મેળા મેળાવડાઓ અને નાટકીયા વેડા સ્વપ્રસિધ્ધ પાછળ ઉડાડી દીધા. (કોના...?)
કોંગ્રેસના શરૃના વર્ષોમાં કોંગ્રેસે જે ગુજરાતનું ઉદ્યોગિકરણ ઝડપી થાય એ માટે ઠેરઠેર એટલે કે પછાત વિસ્તારોમાં સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ, ઔદ્યોગિક વસાહતો ઊભી કરેલી એમ ગુજરાત હાઉસીંગ બોર્ડ બનાવીને ગુજરાતીઓને ''ઘરનું ઘર'' કરવાની સગવડ કરી આપેલી. દા.ત. અમદાવાદમાં એલિસબ્રીજ, નવરંગપુરા, નારણપુરામાં જેટલી સોસાયટીઓ (કોઓપરેટીવ)માં જેટલા બંગલા છે એ બધા જ હાઉસીંગ બોર્ડની (૨૦ વર્ષની અને સસ્તા હપ્તાવાળી) લોન ઉપર જ બંધાયેલા છે. એવી સોસાયટીઓ નડિયાદથી માંડી બોટાદ, નવસારી, વલસાડ, સુરત, વડોદરા, ભરૃચ, રાજકોટ, ભૂજ, માંડવી, વગેેેરે ગામેગામ મધ્યમવર્ગનાઓ ''ઘરનું ઘર'' સ્વપ્ન સાકાર કરી શકેલા.
એ સાથે જ કોંગ્રેસે સ્લમ ક્લીયનર્સ બોર્ડ કરીને ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો માટે સસ્તા ભાવે અને સસ્તા હપ્તે મકાનો બાંધેલા.
ભાજપે જેમ કોંગ્રેસના સમયની ધમધમતી (કમાતી) રાજ્યની માલિકીની કંપનીઓને ફડચામાં લઇ જઇને એને કે એની જમીનોને વેચી વેચીને પોતાની એક માત્ર નેતાના તરંગો પૂરા વેડફવા માંડયા એમ ભાજપે છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાત હાઉસીંગ બોર્ડનું ઉઠમણું કરીને એની માલિકીની જે ગુજરાતભરમાં જે ૨૫,૦૦,૦૦૦ ચો.મી. જમીન છે એ પોતાના મળતીયા પેલા જે એ-બે ઉદ્યોગપતિઓ છે એને સસ્તામાં વેચી દેવાનો કારસો ગોઠવેલો.
પણ હવે ભાજપનો એ કારસો કોંગ્રેસના કારણે એળે જવાનો. કોંગ્રેસે ''ઘરના ઘર''નું ગતકડું કાઢીને ભાજપે પેલી ગોચરની જમીન વેચી મારવાનું જે કૌભાંડ કરેલું એવું ભાજપનું બીજું કૌભાંડ થતું કોંગ્રેસની યોજનાના કારણે અટકી ગયું.
પ્રચારના પરપોટા પર નભી રહેલી ગુજરાત ભાજપની સરકારે ''વિકાસ''નો જે હાવ ઊભો કર્યો છે એ કેટલો પોલો અને બોદો છે એ એટલા ઉપરથી પકડી શકાય છે કે... (૧) ગુજરાતમાં આજે ૧૮,૮૦,૦૦૦ ઘરવિહોણા ''ઘર'' છે. (૨) ૧૯,૧૯,૦૦૦ ગુજરાતીઓ કાચા મકાનમાં રહે છે અને ૩૦,૯૫૯ લોકો ખપાટીયાના મકાનમાં રહે છે. ગુજરાતમાં જે મકાનો છે એની સંખ્યા સ્થિતિવાર આ પ્રમાણે છે...
(૧) ઘાસના પૂળાથી બનેલા મકાનો ૬,૨૩,૯૯૯
(૨) પ્લાસ્ટીક પોલિથીનથી બનેલા મકાનો ૩૬,૫૩૬
(૩) માટી અને કાચી ઈંટના બનેલા મકાનો ૨૨,૦૧,૨૩૬
(૪) ખપાટીયા અને વાંસથી બનેલા મકાનો ૮૧,૦૦૩
(૫) ગારા વિના પણ પથરા ગોઠવીને બનાવેલા મકાનો ૩,૨૪,૫૮૩
(૬) પથરાના પણ ચુનો વાપરીને બનેલા મકાનો ૯,૪૩,૯૮૦
(૭) પાકી ઈંટોથી બનાવેલા મકાનો ૭૪,૪૬,૮૫૬
(૮) સિમેન્ટ કોંક્રીટથી બનાવેલા મકાન ૪,૩૯,૪૬૮
હવે ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગરના ઘરોના આંકડા જોઇએ.
??????? ??????? ???? ????????
(૧) બધી જ રીતે સંપૂર્ણ મકાન ૧૪,૯૨,૧૪૮ ૮,૭૮,૦૯૨ ૧૨,૯૬૧૮૬ ૨,૮૭,૨૦૧
(૨) ઘાસના પૂળાથી બનેલા મકાન ૫,૨૫૩ ૫૪,૮૩૧ ૭૪,૭૬૬ ૪,૩૩૬૯
(૩) પ્લાસ્ટીક પોલિથીનથી બનેલા મકાન ૫,૮૪૦ ૨,૫૧૨ ૩,૭૫૩ ૧,૪૧૮
(૪) માટી અને કાચી ઈંટના બનેલા મકાન ૧,૪૩,૮૮૩ ૧,૮૭,૦૧૨ ૪૪,૧૨૧ ૫૮,૩૨૩
(૫) ખપાટીયા અને વાંસના મકાન ૧,૭૭૭ ૨,૯૦૨ ૨૯,૮૯૧ ૩૪૧
(૬) પથ્થરના ટુકડાથી બનાવેલા મકાન ૫,૫૯૬ ૩,૭૭૮ ૩,૩૦૦ ૧,૭૦૮
(૭) પથ્થર અને ચુનાના મકાન ૮,૮૧૩ ૩,૧૦૨ ૪,૨૪૪ ૮૫૪
(૮) ઈંટોના બનેલા મકાન ૧૨,૮૮,૮૬૫ ૬,૧૩,૨૩૫ ૧૦,૮૯,૫૩૬ ૨,૧૩,૦૮૧
(૯) સિમેન્ટ કોંક્રીટના મકાન ૨૯,૭૩૦ ૨૭,૩૫૩ ૫૫,૫૫૩ ૭,૨૫૮
ગુજરાતમાં ૨૦૧૧ની વસતિ ગણતરી પ્રમાણે ગુજરાતમાં ૬ કરોડની વસતિ વચ્ચે ૧।। કરોડ કરતાં વધુ રહેઠાણો છે. એમાં એક ચતુર્થાંશ લોકો માટીના કાચા મકાનમાં રહે છે.
કોંગ્રેસને આમ છતાં, એની ''ઘરનું ઘર''ની યોજનાનો આવો પ્રતિસાદ મળશે તથા એણે પહેલા દિવસે ગુજરાતભરમાં ૫૬૦ સ્થળો પર ફોર્મ વહેંચવાનું શરૃ કરેલું (ભાજપે જો આ જ કામ કર્યું હોતતો ભાજપે ફોર્મના પણ સો સો રૃપિયા લઇને દલ્લો એકઠો કર્યો હોત એવો ભાજપ પૈસાનો ભૂખ્યો છે)
અત્યારે કોંગ્રેસની આ યોજનાના લગભગ ૬૦ લાખ કરતાં વધુ ફોર્મ વહેંચાયા છે.
કોંગ્રેસ સત્તામાં આવે તો આટલા મકાન કઇ રીતે બાંધશે એવો સૌના મનમાં સવાલ છે જે વાજબી છે પણ અજ્ઞાાની છે કારણ કે હાઉસીંગ બોર્ડે કોંગ્રેસના ૪૦ વર્ષના શાસન દરમ્યાન લગભગ ૧૦થી ૧૫ લાખ મકાનો કરી આપેલા છતાં હા.બો. પાસે ૨૫ લાખ ચો.મી. જમીન હજી માલિકી પેટે પડી છે. જ્યારે આ ૫૦ લાખ અરજદારો માટે જે ફ્લેટની જગ્યા જોઇે એ લગભગ ૧૦ હજાર એકર જેટલી જોઇએ.
જ્યારે ભાજપે એકલા કચ્છમાં જ પેલા ઉદ્યોગપતિને લગભગ ૧ લાખ ૨૫ હજાર મીટર જમીન મફતના ભાવે આપી દીધી છે.
કોંગ્રેસે આ સાથે ગામડાઓમાં રહેતા ઘરવિહોણા ગ્રામજનોને ૧૦૦ વારનો પ્લોટ મફતમાં આપવા ઉપરાંત રૃપિયા ૧ લાખ મકાન બાંધવા માટે લોન તરીકે આપવાની જાહેરાત કરી છે.
કોંગ્રેસની આ જાહેરાતનો લાભ લેવા સામાન્ય જનતાએ તો ઠેરઠેર લાંબી લાંબી કતારો તો લગાવી પણ એમાં ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા.
આ જોઇને ગુજરાતની ભાજપ સરકારને તમ્મર આવી ગયા. દિગ્મૂઢ થઇ ગઇ. ગુજરાતની વર્તમાન ભાજપ સરકાર જ્યારથી સત્તામાં આવી એટલે કે લગભગ ૧૨ વર્ષથી એણે ગુજરાત હાઉસીગ બોર્ડને તાળા જ મારી દીધેલા. એ એકદમ ભાજપ સરકારે ઉઘાડી નંખાવ્યા... પણ હવે ઘણું મોડું થઇ ગયું હતું. એક તો હાઉસીંગ બોર્ડ ભ્રષ્ટાચારથી ખદબદે છે અને બીજું હાઉસીંગ બોર્ડમાં સ્ટાફ જ નથી રહ્યો અને ત્રીજું હાઉસીંગ બોર્ડ ઉપર જનતાને વિશ્વાસ નથી રહ્યો.
હવે જ્યારે ચૂંટણીને ૧૦૦ દિવસ જેટલી વાર છે ત્યારે એક બાજુ ચીન, જાપાન અને બીજી બાજુ બે ચાર ઉદ્યોગપતિઓ અને ત્રીજી બાજુ સાબરમતી રીવરફ્રન્ટમાં રસ લઇ રહેલા ભાજપના મુખ્યપ્રધાન નીચેથી જમીન ખસી જાય એવો કોંગ્રેસનો અને ઘા ખરેખર રાંપીનો પુરવાર થઇ શકે છે કે નહીં એ ૧૦૦ દિવસ પછી જણાઇ આવશે. જો આવતા ૩૦ દિવસના સમયમાં નરેન્દ્ર મોદી એવો કોઇ નવો નુસ્ખો શોધે તો જ ઘરના ઘરનો લોક જુવાળ ઓસરે !
- ગુણવંત છો. શાહ

 

બોનાન્ઝા
વજન વધારવું છે? તો આ પ્રયોગ કરો!
આ એક પ્રયોગ છે પણ નિર્દોષ પ્રયોગ છે.
બ્રિટનના એક આરોગ્ય નિષ્ણાતે શોધ્યું છે કે, દરરોજ કોફીનો એક કપ પીવાથી એક વર્ષે ૧૦ પૌંડ એટલે ૪.૫ કી.ગ્રા. વજન વધી શકે છે.
હવે આપણે ત્યાં મોટા ભાગે નેસ કોફી જ પીવાય છે જેમાં કોફી છે જ નહીં પણ કોફીની સુગંધ અને રંગ જ છે. કોફીના બુંદદાણાની એ બનેલી નથી હોતી. એના પેકેટ ઉપર જ એ લખેલું છાપેલું છે.
તો, જેને સાચી શુધ્ધ કોફી કહેવાય એ કઇ? કોફીના બુંદદાણાને ક્રશ કરીને બનાવી હોય એ સાચી કોફી.
પણ કોફીની પણ ''એક્સપાયરી ડેટ'' હોય છે. બુંદદાણા જેમ તાજા હોવા જરૃરી છે એમ ''ક્રશ'' કરેલી કોફી પણ તાજી હોવી જરૃરી છે. વધારેમાં વધારે એ દસપંદર દિવસ જેટલી જૂની હોય તો વાંધો નહીં બાકીની કોફીમાં કોફીના ગુણ નથી હોતા. ભલે ટેસ્ટ હોય છે.
ચાનું પણ એવું છે. એની પણ એક્સપાયરી ડેટ હોય છે. એ કોઇ ચાવાળો જણાવતો જ નથી. એવું જ બદામ, મધ, વગેરેમાં પણ એક્સપાયરી ડેટ હોય છે.
રજીસ્ટર ઓફ એક્સરસાઇઝ પ્રોફેશ્નલ્સનો જે રિપોર્ટ ''ડેઇલી એક્સપ્રેસ''માં છપાયો છે એમાં જણાવ્યું છે કે ૧૫૩ કેલરીઝ ફેટવાળા દૂધમાં એક કપ બ્લેક કોફી પીવાથી એક વર્ષે વજન વધી જશે. બ્રિટનના ૨૦૦૦ નાગરિકો ઉપર આ પ્રયોગ કરેલો.
આ દૈનિક એવું પણ જણાવે છે કે બ્રિટનની અડધી વસતિ અત્યારે ''ઓબેસીટી'' અથવા વધારે વજનવાળી થઇ ગઇ છે.

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved