Last Update : 03-September-2012, Monday

 

કેટલાક રાજકીય ચહેરા બાહોશ હતા પણ ખોટા પક્ષમાં રહ્યા હતા..
પ્રાદેશિક પક્ષના નેતાઓ વચ્ચે મતભેદ

ઓનલાઇન - અરૃણ નહેરૃ
- છેલ્લાં બે વર્ષમાં યોજાયેલી ૧૦ વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો પરથી ટ્રેન્ડ નક્કી થઇ શકે છે ઃ ગુજરાત- હિમાચલ પ્રદેશ પર નજર...
- જોડાણવાળી સરકારોનો વહિવટ અટપટો છે ઃ કેગના ત્રણ અહેવાલોએ તોફાન સજર્યું હતું ઃ મનમોહનસિંહ પ્રમાણિક વડાપ્રધાન....

 

ચૂંટણીની મોસમ આવી છે, વીજળીના ચમકારા ઘણા થાય છે પરંતુ વરસાદ નથી પડતો. કોઈપણ પક્ષ પાસે નિર્ણાયક બહુમતી લાવી શકે એવો નેતા નથી. આપણી પાસે કરિશ્માથી ભરેલા પ્રાદેશિક નેતાઓ છે પરંતુ તે બહુ ઓછા બીજી ટર્મ સુધી ચાલુ રહે છે. મતદારોની અપેક્ષામાં વધારો થતા મતદારોનું નેતાઓની લોકપ્રિયતા અંગેનું હનીમૂન લાંબુ ચાલતું નથી. પ્રાદેશિક નેતાઓ વચ્ચે એકબીજા સાથે આંખો મિલાવીને વાત કરવાના પણ સંબંધો નથી. કેમ કે કોઈ બીજા પ્રદેશનો નેતા આગળ વધે તેમાં રસ નથી ધરાવતો. આપણી સામે મુદ્દા ઘણા છે પરંતુ બંધારણી માળખું કેન્દ્રમાં બહુમતી રાજ સાથે સંકળાયેલું છે. આજની પરિસ્થિતિ પર નજર કરીએ તો કોંગ્રેસ કે ભાજપ જો ૧૫૦ બેઠક લાવે તો જોડાણવાળી સરકાર રચી શકશે.
હું વારંવાર આ બાબતે લખી ગયો છું કે જેમ જેમ વર્ષનો અંત ભાગ આવશે એમ એમ કોંગ્રેસમાં રાહુલ ગાંધીનું અને ભાજપમાં નરેન્દ્ર મોદીનું વર્ચસ્વ જોવા મળશે. જોકે હાલની સ્થિતિમાં તો આ બંનેમાંથી કોઈ ૧૫૦થી વધુ બેઠક મેળવી શકે એમ નથી. આપણી સામે પ્રાદેશિક પક્ષો છે અને કરિશ્માથી ભરેલા નેતાઓ પણ છે પરંતુ એવું દેખાઈ રહ્યું છે કે બે કે ત્રણ નેતાઓ એવા છે કે જે લોકો કેન્દ્રમાં સરકાર રચવા સંયુક્ત પ્રયાસ કરી શકે છે. રાષ્ટ્રપતિપદ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ પરથી ભવિષ્યની રાજકીય સ્થિતિ અંગે મૂંઝવણ ઉભી થાય છે. કોંગ્રેસ અને ભાજપ તેના નેતાઓને આગળ ધર્યા પછી ત્રણ પગલાં પાછા ફરે છે. અને બે પગલાં આગળ ભરે છે જેના કારણે અણ્ણા હજારે અને બાબા રામદેવ જેવા બળો ઉપસી આવે છે જે સમગ્ર સિસ્ટમ સામે હોબાળો મચાવે છે.
'કેગ' ના ત્રણ અગેવાલોએ સંસદના ચોમાસુ સત્રને આવકાર્યું છે. આ ત્રણમાં કોલસો, કોલસાની ફાળવણી અને દિલ્હી એરપોર્ટનો સમાવેશ થાય છે. સંસદના બંને ગ્રહો મૂલતવી રહેતા હતા અને કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવ્યા કરતા હતા. નવા નીમાયેલા ડેપ્યુટી ચેરમેનના કાનમાં સંસદ મૂલતવી રાખવાનું કહેનાર રાજીવ શુક્લાનો એપિસોડ રમૂજ ફેલાવી ગયો હતો, અહીં ટેકનોલોજી તેનું કામ કરી ગઈ હતી. રાજીવ શુક્લા જે બોલ્યા તે રેકોર્ડ થતા ઉહાપોહ થયો હતો. ભાજપ કોઈપણ જાતની ચર્ચાનો સ્વીકાર કર્યા વગર વડાપ્રધાનનું રાજીનામું માગે તે કોંગ્રેસને સ્વીકાર્ય નહોતું. યુપીએ સરકાર આ મુદ્દે સંગઠીત રહી છે. પરંતુ એનડીએમાં જનતાદળ (યુ) ચર્ચાની તરફેણમાં હતું અને છેલ્લે એનડીએના નિર્ણય સાથે રહીશું એમ કહ્યું હતું.
ભાજપે કેટલાક મુદ્દે મોરચા ખોલ્યા હતા, જ્યારે તમે કોઈની સામે આક્ષેપો કરો તો વળતા પ્રહારની અપેક્ષા પણ રાખવી જોઈએ. કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે જો કે બંને પક્ષ ચૂંટણી ભંડોળ મેળવવાના વાયરેસથી પીડાય છે. પ્રાદેશિક પક્ષો પણ આ વાયરસથી પીડાય છે. પરંતુ તે ઓછી માત્રામાં અસર પામેલા છે. આ સ્થિતિમાં અંતે તો સારો વહિવટ જ રાજ્યમાં જ ઈમેજ વધારતો હોય છે. ચૂંટણી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. વ્યક્તિગત રીતે ઉમેદવારોને મોટો ખર્ચ કરવો પડે છે. આ પૈસો ક્યાંથી આવે છે. તેનું પગેરું આપણે નહીં શોધીએ અને ચૂંટણીમાંના આર્થિક વ્યવહારો પારદર્શક નહીં બને ત્યાં સુધી આ મુદ્દે અચોક્કસ સ્થિતિ રહેવાની છે. એટલે કે લોકો એવા નેતા ઝંખે છે કે જે રાષ્ટ્ર હીતની વાતો કરે.
વડાપ્રધાન મનમોહનસિંહ પ્રમાણિક માણસ છે. રોજબરોજની કામગીરી પરથી પણ આપણે આ બાબત જાણી શકીએ છીએ, તેમની અંગત વફાદારીના કારણે જ ૨-ય્ ટેલિકોમ કૌભાંડમાં ડીએમકેના એ. રાજાએ આચરેલા કૌભાંડની કોઈ અસર થઈ નહોતી. એવું જ કોમનવેલ્થ ગેમ કૌભાંડમાં સુરેશ કલમાડીની સંડોવણીના કેસમાં થયું હતું. આવી જ અસર કેગના ત્રણ અહેવાલો સંદર્ભે પણ પડવાની છે. કોલસો, થર્મલ પાવર પ્લાટને ફાળવણી અને દિલ્હી એરપોર્ટ અંગેનો અહેવાલ બાબતે વડાપ્રધાન મનમોહનસિંહને કેવી રીતે જવાબદાર ગણી શકાય ? સમગ્ર સિસ્ટમ જ સડેલી છે. હું કોઈ બ્લેક મેજીક કે જાદુટોનામાં નથી માનતો પણ સત્તા અંગેના રાજકારણમાં મને થોડી સમજ પડે છે. કોંગ્રેસ અને ભાજપ બંને મધ્યસત્ર ચૂંટણી અંગે વિચારતા થઈ ગયા છે. સમય કોઈની રાહ જોતો નથી. તકો આવે છે અને જાય છે. સપ્ટેમ્બર નજીક આવી રહ્યો છે. ડિસેમ્બર-૨૦૧૨માં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણીઓ આવશે ત્યારે રાજકીય નેતાઓએ ઉભરી આવવાની તક મળશે. એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશમાં ચમત્કાર ભાગ્યે જ નજરે પડે છે.
રાજકીય આગાહીઓમાં માનતી પ્રજા હંમેશા ત્રણ પગલાં આગળ હોય છે. છેલ્લા બે વર્ષમાં ૧૦ વિધાનસભાની ચૂંટણીઓ પરથી પરિણામોની આગાહી થાય છે. વાતાવરણ પરિવર્તનનો સંકેત દેખાય છે પરંતુ કઈ દિશામાં ભવિષ્યનું પરિવર્તન થઈ રહ્યું છે એ કહી શકાય એમ નથી. ૨૦૧૨ના અંતમાં આવી રહેલી ગુજરાતની ચૂંટણીઓની આપણે રાહ જોઈ રહ્યા છીએ. જો કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર આંકડાની દ્રષ્ટિએ પ્રભુત્વ ધરાવતી દેખાશે પરંતુ તેવું માત્ર ૫૦ ટકા બેઠકો પર જણાશે.
દિવંગત ઈંદીરા ગાંધીને બાદ કરતા ભૂતકાળ પર નજર કરો તો કોંગ્રેસ અને વિરોધપક્ષ બંનેમાં જ્યોઝ બાસુ, બીજુ પટનાયક, જગજીવનરામ, વાયબી ચવાણ, એનએચ બહુગુણા જેવા નેતાઓ હતા જે સારા વડાપ્રધાન બની શકે એમ હતા પરંતુ તેઓ ખોટાપક્ષમાં હતા. કેટલાક પ્રસંગો અંગે મને યાદ છે કે આ મુદ્દો મેં શ્રીમતી ઈંદીરા ગાંધી સાથે પણ અર્ચ્યો હતો ત્યારે તેમણે શ્રી આતુલ્ય ઘોષે લખેલું પુસ્તક વાંચવાની સલાહ આપી હતી. આ સમયગાળો ૧૯૬૫-૭૦ના દરમ્યાનનો હતો જ્યારે કોંગ્રેસમાં આંતરીક રાજકારણ મોટાપાયે ચાલતું હતું. આજે પણ વિશ્વભરની શ્રેષ્ઠ બુધ્ધિશક્તિ આપણી પાસે છે પરંતુ જે ભવિષ્ય માટે પ્લાન કરી શકે એવા નેતાઓની ખોટ છે.
જોડાણવાળી સરકારો ખૂબ અટપટી હોય છે. બે જણનું જોડાણ પણ એક સમાન વિચારવાળા નથી હોતા. જે રાજ્યોના રાજકારણીઓ બીજી ટર્મ માટે પણ સત્તા મેળવી શક્યા છે તેમના માટે મને ઘણું માને છે. આવા નેતાઓમાં નરેન્દ્ર મોદી, શિલા દીક્ષીત, તરૃણ ગોગાઈ, શિવરાજસિંહ ચૌહાણ, રમનસિંહ, નવીન પટનાયક, નીતીશ કુમાર, શરદ પવાર, મમતા બેનરજી વગેરેનો સમાવેશ થાય છે. હકીકતે આ લોકો સુપરસ્ટાર છે પરંતુ જોડાણવાળા પક્ષોના રાજકારણમાં દરેકે બાંધછોડ કરવી પડે છે. આપણે આ સ્તરે ઘણાં મુદ્દા ચર્ચવાના બાકી રહે છે, હજુ ચૂંટણીઓને એક વર્ષની વાટ છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 

 

 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved