Last Update : 03-September-2012, Monday

 

કોલસાના ચૂલે સહુએ શેકી પોતપોતાની રોટલી

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી
 

 

ઝાઝા રસોયા રસોઈ બગાડે એ કહેવત દિલ્હીના લોકશાહીના રસોડે બધું બગાડતા રાજકારણી રસોયાઓએ સાચી પાડી છે. એક જમાનામાં જયારે ગેસ, ઈલેક્ટ્રિક સગડી કે ઓવન નહોતા ત્યારે કોલસાની સગડી કે ચૂલા ઊપર લોકો રાંધતા હતા. જો કે અત્યારે તો હજારો કરોડના કોલસા કૌભાંડમાં ખપી ગયા હોવાથી ગામડાઓમાં કે આદિવાસી વિસ્તારોમાં આજે પણ સગડી કે ચૂલા ઉપર રાંધતા લોકોને કોલસા ખરીદવા પોષાતા નથી. કાંધોતર દીકરીના જેમ લોકશાહીની અર્થી ઊઠાવતા કૈંક કૌભાંડી રાંધોતર દીકરાઓએ કોલસાના ચૂલે પોતપોતાની રોટલી શેકી લીધી છે એ દેશવાસીઓ કયાં નથી જાણતા? અમેરિકામાં એક જમાનામાં વોટરગેટ કૌભાંડ ગાજ્યું હતું જયારે આપણે ત્યાં કોલસાના કૌભાંડને નામ અપાયું છે. કોલ-ગેટ કૌભાંડ કોલસાના ધંધામાં કેવી માફિયાગીરી ચાલે છે એ 'ગેંગ્સ ઓફ વાસેપુર' ફિલ્મમાં દેખાડયું છે. માફિયાગિરીમાં એક બીજાની માર-કાપ ચાલે અને 'કોલ-ગેટ'માં દેશને આર્થિક માર મારવામાં આવે. કોલ-ગેટથી દાંત ઊજળા થાય જયારે આ કૌભાંડ એટલે કે કોલ-ગેટથી કેટલાના હાથ કાળા થયા છે? કેન્દ્ર (સેન્ટર)ને હચમચાવે એવાં આ કોલસા (કોલ) કૌભાંડને કારણે હવે કોઈ સવાલ કરે કે મોટામાં મોટું 'કોલ-સેન્ટર' કયાં છે? તો સહુ એક જ જવાબ આપે કે મોટામાં મોટું કોલ-સેન્ટર દિલ્હીમાં, બીજે કયાં હોય?
એક દિકરાને બચાવવા બીજા દિકરાનું વેચાણ
માની નજરમાં તો બધા જ સંતાન સરખા હોય છે. કોઈ સંતાન માનીતું કે કોઈ અણમાનીતું એવાં ભેદભાવ માતાની નજરમાં થોડા જ હોય? ત્યારે જરા વિચાર કરો કે માતાએ પોતાના જન્મથી જ વિચાર દીકરાને બચાવવા ાટે બીજા દિકરાને રોકેડેથી વેંચી નાખવાની નોબત આવે ત્યારે એની કેવી મજબૂરી હશે? કેવી લાચારી હશે? કલેજાન ા ટુકડાને વેચતી વખતે એ માના કાળજા ઉપર કરવત નહી ચાલી હોય ?
આ હૃદયદ્વાવક ઘટના બની રાજસ્થાનના સરહદી જિલ્લા શ્રીગંગાનગરમાં પુરણિયા (નામ બદલ્યું છે) જુલાઈ મહિનાના અંતમાં દિકરાને જન્મ આપ્યો. જન્મ આપ્યા પછી અઠવાડિયામાં જ ૪૦ હજાર રૃપિયામાં એક નિઃસંતાન દંપતીને વેંચી દીધો. પેટના જણ્યાને આ રીતે વેંચીને રોકડા રરી લે એવી માતા સામે પહેલી નજરે ફિટકાર જ વરસાવવાનું મન થાય. પણ જરા ઊંડા ઊતર્યા પછી ખબર પડી કે પુરણિયાનો સાડાત્રણ વર્ષનો મોટો દિકરો જન્મથી જ માંદો હતો. તેનાં ઈલાજ માટે ૪૦ હજારની જરૃર હતી. જયાં બે ટંક ખાવાના પણ વાંધા હોય ત્યાં ઈલાજ માટે આવડી મોટી રક્ષા કયાંથી કાઢે? એટલે ગર્ભવતી પુરણિયા અને તેના પતિએ વિચાર કર્યો કે બાળક અનતરે એને તરત વેંચી ઈલાજ માટેના પૈસા ઊભા કરવા. આમ નવજાત બાળકને વેંચી દીધું. પણ પૂરેપૂરા પૈસા ન મળવાથી પુરણિયાનો પતિ પોલીસમાં ફરિયાદ કરવા ગયો કે વાયદા પ્રમાણમે પૂરી રકમ નથી મળી. પોલીસની માનવ તસ્કરી વિરોધી શાખાએ તરત જ પુરણિયા અને તેમાં પતિ સહિત પાંચ જણન ે ગિરફતાર કરી લીધા. બેટાનું વેંચાણ તો પોલીસે અટકાવ્યું, પણ મોટા દિકરાના ઈલાજનું શું ? મા ઊઠીને કલેજાના ટુકડાને વેંચવા તૈયાર થાય એવી ગરીબીમાં જીવતા લોકોને આર્થિક કે તબીબી સહાય આપવાને બદલે સરકાર ગરીબી રેખા નીચે જીવતા લોકોને મોબાઈલ ફોન આપવાનું કઈ રીતે વિચારી શકે? માનવ તસ્કરીની માર્કેટમાં જીવતી જણસનું ખરીદ-વેચાણ ચાલતું જ હોય છે. જેણે મજબૂરીમાં વેંચાવું પડયું છે એ મનમાં શું વિચારતા હશે? એનો થોડો અંદાજ મુનવ્વર રાણાના આ શેરથી કદાચ આવશે ઃ
અપને બિકને કા બહુત દુખ
હૈ હમેં ભી લેકિન
મુસ્કુરાતે હુએ મિલતે હૈ
ખરીદાર સે હમ.
ખાનેવાલોં જરા મૂડ
કે દેખો મુઝે
ચારે તરફથી થતા વિપક્ષોના પ્રહાર, રોજબરોજ ઊઠતા વિવાદોના વંટોળિયા અને અંદરખાને પણ કનડતા રહેતા વિખવાદો વચ્ચે પણ ડૉ. મનમોહનસિંહ આટલો લાંબો સમય વડાપ્રધાન પદ પર કઈ રીતે ટકી રહ્યાં છે એ સવાલ ઘણાંને મૂંઝવતો હશે. ગાદી ઊપર કેમ ટકી રહ્યાં છે એ વિશે જુદી જુદી અટકળો ચાલે છે. પણ એમણે શરીર કેવી રીતે ટકાવ્યું છે તેનો રાઝ કયાંકથી જાણવા મળ્યો. મનમોહનસિંહ બે બે બાયપાસ સર્જરી પછી ખાવાપીવામાં ખૂબ જ પરેજી પાળવા માંડયા છેય ઘરમાં રાંઘેલું જ ખાય છે. બહારનું ખાતા નથી. આમ પણ 'પ્રામાણિક' પી.એમ.ને અકરાંતિયાની જેમ 'ખાઈકી' કરવાવાળા ગમતા તો નથી, પણ શું કરે ? બોલી નથી શકતા. ઘણાં વખત પહેલાં મુંબઈમાં એક લંચ મિટિંગ વખતે મનમોહનસિંહે બુફેમાં ફક્ત અડધી નાન લીધી અને ભીંડાનું શાકત ચાળવા પુૂરતું લીધું એ વખતે આ લખનારે પૂછયું કે ડાયેટીંગ કરો છો.? ત્યારે તેમણે હસીને કહ્યું હતું કે નહીં ભાઈ ઈસ ઊમંર મેં કયાં ડાયેટીંગ કરના? બસ ખાને મેં ધ્યાન રખતા હું... ભીંડી કા શાક બહોત પસંદ હૈ...' પીએમની જેમ એમની પાર્ટીવાળા 'ખાવામાં' ધ્યાન રાખે તો દેશને કેટલો ફાયદો થાય?
એવું સાંભળ્યું છે કે વડાપ્રધાન વિદેશયાત્રાએ જાય ત્યારે તેમનો પર્સનલ કૂક સાથે જ હોય છે. આ કૂક દાળ, કઠોળ અને ભાત વગેરે સીધું-સામાન લઈને જાય છે કૂક અને બીજો કિચન સ્ટાફ પી.એમ. ભેગોને ભેગો જ જાય છે. બહાર બે હાથે ખાઈકી કરવાવાળા નેતાઓ ઘરનું જ ખાતા પી.એમ. સામે જોઈને પ્રેરણા કેમ નહી લેતા હોય? ઊર્દૂ શેર-શાયરીના અને ખાસ તો સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા ....ના સર્જક 'ઈકબાલ'ના ચાહક મનમોહન સિંહે એક વાર પોતાની પાર્ટીના નેતાઓ સાંભળે એમ લલકારવું જોઈએ 'ખાનેવાલોં જરા... મૂડ કે દેખો મુઝે એક ઈન્સાન હું... મેં તુમ્હારી તરાહ...'
યુપીમાં અંધેર ઃ ટોર્ચ લાઈટમાં પોસ્ટમોર્ટમ
ઉપરવાલે કે દરબાર મેં દેર હૈ અંધેર નહીં એવું કહેવાય છે. પણ ઉત્તર પ્રદેશવાલે કે દરબાર મેં દેર હૈં ઔર અંધેર ભી હૈ એવું ત્યાંના જ લોકો કહે છે. દેર અને અંધેર કેવું છે તેની સાબિતી આપતાં કિસ્સો તાજેતરમાં જ બાગપત ગામે બહાર આવ્યો. ડાંગરોડ ગામના અઢાર-ઓગણીસ વરસના બે યુવકો રોડ એક્સિડન્ટમાં મોતને ભેટયા. બંનેના મૃતદેહ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ-મોર્ટમ માટે લઈ જતા એટલું મોડું થયું કે રાત પડી ગઈ.
પણ રાત્રે પાવર-કટને લીધે અંધારપટમાં ડૉકટરો પોસ્ટમોર્ટમ કેવી રીતે કરે? આટલી મોટી હોસ્પિટલ છતાં જનરેટરની વ્યવસ્થા નહીં એ કેવી શરમજનક સ્થિતિ કહેવાય? ડૉકટરોએ પોલીસને કહ્યું કે પેટ્રોમેક્સ લઈ આવો તો શબ્દવિચ્છેદન કરીએ. બાકી અંધારામાં જીવતા માણસ દેખાતા નતી ત્યાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કયાંથી થાય ? મૃતક યુવાનોના સગાવ્હાલા નારાજ થઈને પેટ્રોમેક્સ ગોતવા નીકળ્યા. પણ રાત્રે પેટ્રોમેક્સ કયાંથી મળે? એટલે છેવટે ૪૦૦ રૃપિયા ખર્ચી ત્રણ-ચાર ટોક્ચ લઈ આવ્યા.
પછી શબગૃહમાં માથું ફાડી નાખે એવી દુર્ગંધ વચ્ચે મોઢે રૃમાલ બાંધીને સગાવ્હાલા હાથમાં ટોર્ચ ઝાલીને ઊભા રહ્યા ત્યારે ડૉકટરોએ માંડ માંડ ટોર્ચના અજવાળે જેમ તેમ પોસ્ટ મોર્ટમ પતાવ્યું. ટોર્ચની લાઈટમાં ઘરના બે મૃતકોનું પોસ્ટમોર્ટમ જોવું પડે ત્યારે એના સગાવ્હાલાને કેવું 'ટોર્ચર' થયું હશે? પોસ્ટમોર્ટમ મેં દેર ભી ઔર અંધેર ભી અખિલેશ યાદવ યુપીમાં શું ઊજાળશે રામ જાણે.
દારાસિંહના સ્ટેડિયમમાં ચરતા ઢોર
પંજાબના ધરમુચક્ક ગામે રૃસ્તમ-એ-હિન્દની ભેટ આપી. રૃસ્તમ-એ-હિન્દ દારાસિંહે દુનિયાભરના ભલભલા પહેલાવાનોને પછાડીને વિજય પતાકા લહેરાવી.
બાવડાના જોરે બોલીવુડમાં પહોંચ્યા અને પછી તો ટેલિવૂડ પર રામદૂત હનુમાનના પાત્રને ભજવીને રીતસર પૂજાતા થઈ ગયા. પ્રસિદ્ધિની પાંખે ચડીને રાજ્યસભામાં પણ પહોંચ્યા. આટઆટલું નામ અને દામ મેળવી જુલાઈમાં જયારે દારાસિંહે વિદાય લીધી ત્યારે બધા જ પક્ષોના નેતાઓએ તેમને અંજલી આપતી વખતે બે મોઢે બિરદાવ્યા હતા. દારાસિંહનું યોગદાન કયારેય નહીં ભૂલાય એવું પણ કૈંક રાજકારણીઓ બોલ્યા હતા. પરંતુ દારાસિંહના યોગદાનની મોટી વાતો કરનારામાંથી કદાચ કોઈને યાદ નહીં હોય કે કદાચ ખબર પણ નહીં હોય કે મહાન કુશ્તીબાજે અમૃતસરથી ૩૫ કિલોમીટર દૂર આવેલા ધરમુચક્ક ગામમાં બાંધેલા સ્ટેડિયમની કેવી દશા છે. પંજાબમાં ભાજપના ભેરૃપક્ષ અકાલી દળના રાજમાં લગભગ બે વર્ષ પહેલાં દારાસિંહે એમપી ફંડમાંથી સોળ લાખના ખર્ચે બંધાવેલા સ્ટેડિયમમાં અત્યારે ઢોર ચરતા દેખાય છે. ઝાડી-ઝાંખરા ઊગી ગયા છે. દારા-સ્ટેડિયમન ા દરવાજે રોક-ટોક કરનારા કોઈ 'ઢોર'-કિપર નથી હોતા. એટલે આ ફૂટબોલ સ્ટેડિયમમાં ખેલાડીઓને બદલે ગાય-ભેંસ ચરતા જોવા મળે છે. દારાસિંહનું ધરમુચક્ક ગામ એક જમાનામાં કુશ્તીબાજોના ગામ તરીકે મશહૂર હતું. કુશ્તીના અખાડાઓ પહેલવાનો અને કુશ્તીબાજોછી ધમધમતા હતા.
પોતાના વતનમાં સ્પોર્ટસને ઉત્તેજ મળે એવા નેક ઈરાદે દારાસિંહે સ્ટેડિયમ તો બાંધ્યું પણ પછી એની દેખરેખ અને જાળવણીની કયાં કોઈએ દરકાર રાખી? ભાજપએ દારાસિંહને રાજ્યસભામાં તો મોકલ્યા પણ અત્યારે અકાલી દળ સાથે ભાજપ સત્તા પર હોવા છતાં સ્ટેડિયમની પડી નથી. દારાસિંહને ખોબલે ખોબલે અંજલી આપનારા નેતાઓમાંથી રૃસ્તમ-એ-હિન્દે પોતાના ગામડા માટે આપેલા યોગદાન સમા આ સ્ટેડિયમની જાળવણી તરફ ધ્યાન રાખવાની કોને ફુરસદ છે? રાજકીય અખાડામાં એકબીજાના ટાંટિયા ખેંચી પછાડવામાંથી નવરા થાય તો રમતગમત તરફ ધ્યાન આપેને ?
પંચ-વાણી
નેતાઓને સલાહ ઃ અંડરવેર રાખો પણ અંદર-વેર ન રાખો

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 

 

 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved