Last Update : 03-September-2012, Monday

 

 

ભારતે ૨૦૦૭, ૨૦૦૯ બાદ ત્રીજી વખત ટુર્નામેન્ટ જીતી
ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં કેમેરૃનને ૫-૪થી હરાવીને નેહરૃ કપ જીત્યો

નિર્ધારિત સમય બાદ બંને ટીમો ૨-૨થી બરોબરી પર હતી

નવી દિલ્હી, તા. ૨
ભારતીય ફૂટબોલ ટીમે પેનલ્ટી શુટ આઉટમાં ૫-૪થી કેમેરૃનને હરાવીને ત્રીજી વખત નહેરૃ કપ જીતી લીધો હતો. હાઇપ્રોફાઇલ કેમેરૃનની ટીમ સામે નબળી મનાતી ભારતીય ટીમે ભારે જોશ અને ઉત્સાહ સાથે લડાયક દેખાવ કર્યો હતો. ફાઇનલ નિર્ધારિત સમય બાદ ૨-૨થી બરોબરી પર રહી હતી અને એકસ્ટ્રા ટાઇમ બાદ વિજેતાનો નિર્ણય પેનલ્ટીશૂટ આઉટને સહારે લેવામાં આવ્યો હતો, જેમાં ભારત વિજેતા બન્યું હતુ. આ સાથે ભારતે ૨૦૦૭ અને ૨૦૦૯ પછી સતત ત્રીજી વખત ટાઇટલ જીત્યું હતુ.
નવી દિલ્હીના નેહરૃ સ્ટેડિયમમાં રમાયેલી હાઇપ્રોફાઇલ ફાઇનલમાં ભારતની શરૃઆત આક્રમક રહી હતી અને ૧૯મી મિનિટે જ ગૌરામાંગી સિંઘે ગોલ ફટકારીને ભારતને ૧-૦થી સરસાઇ અપાવી દીધી હતી. જો કે કેમેરૃને વળતો હુમલો કરતાં ૨૯ મી મિનિટે મેકોન થીયરીના ગોલને સહારે બરોબરી મેળવી હતી. આ પછી પણ કેમેરૃને સરસાઇ મેળવવાના પ્રયાસ જારી રાખ્યા હતા અને તેમાં તેમને ૫૪મી મિનિટે સફળતા મળી હતી. કિન્ગ્યુઇ મ્પોન્ડોના ગોલને સહારે કેમેરૃને ૨-૧થી સરસાઇ સાથે જીતની સ્થિતી સર્જી હતી. જો કે ભારતીય ખેલાડીઓએ ઘરઆંગણાના ચાહકોના જોરદાર સમર્થન સાથે લડત જારી રાખી હતી અને આખરે ૭૭ મી મિનિટે કેપ્ટન સુનિલ છેતરીએ આ ટુર્નામેન્ટમાં ચોથો ગોલ ફટકારીને મેચમાં ભારતને ફરી બરોબરી અપાવી હતી.
નિર્ધારિત સમય બાદ વધુ ૩૦ મિનિટની મેચમાં બંનેમાંથી કોઇ ટીમ ગોલ કરી શકી નહતી. આખરે પેનલ્ટી શૂટઆઉટમાં બંને ટીમોના ખેલાડીઓએ શરૃઆતની ચાર પેનલ્ટીને તો અચુક ગોલમાં મોકલી હતી. જે પછી પાંચમી કીક પર ભારત તરફથી ક્લીફોર્ડ મિરાન્ડાએ ગોલ ફટકાર્યો હતો. જો કે મેચમાં ગોલ સ્કોરર રહેલા મેકોન થીયરીની કીક ગોલ પોસ્ટને ટકરાઇ હતી અને ભારતે રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતને અગાઉના બંને નેહરૃ કપ કોચ બોબ હાઉટનના માર્ગદર્શન હેઠળ જીત્યા હતા. જ્યારે નેધરલેન્ડના કોમવમાન્સને કોચ બન્યા બાદ તેમના માર્ગદર્શન હેઠળની પ્રથમ ટુર્નામેન્ટમાં ભારત જીત્યું હતુ. ટુર્નામેન્ટમાં કુલ પાંચ દેશોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ભારત રેન્કિગમાં સૌથી છેલ્લુ હતુ. ભારતે લીગ મેચમાં સિરિયા અને માલદિવ્સને હરાવ્યા હતા અને નેપાળ સામેની મેચ ડ્રો કરી હતી. જે પછી આખરી લીગ મેચમાં કેમેરૃને તેમને ૦-૧થી હરાવ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved