Last Update : 03-September-2012, Monday

 

અશ્વિને ફરી તરખાટ મચાવીને ભારતને વ્હાઇટવોશની તક પુરી પાડી
ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે

સાઉથીએ ભારતીય બેટ્સમેનોને પરેશાન કર્યા

ગાવસ્કરની કોલમ

બેંગ્લોરની ટેસ્ટમાં નાટકીય અને યાદગાર વળાંક જોવા મળ્યા હતા. શરૃઆતમાં ફાસ્ટ બોલરોની સફળતા વચ્ચે બે સદીઓ જોવા મળી અને ત્યાર બાદ સ્પિનરોએ કમાલ કરી આ સાથે ભારત માટે વિજયની તક સર્જાઇ છે. ન્યુઝીલેન્ડની ઇલેટ્રિક ફિલ્ડીંગની સામે ભારત માટે કોઇ પણ પડકાર આસાન તો નહીં જ રહે. તેમાંય જો નવા બોલ પર ન્યુઝીલેન્ડને ભાગ્યનો સાથ મળ્યો તો ભારતને આસાન લાગતા પડકારને ઝીલવા પણ સંઘર્ષ કરવો પડશે. ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ તેમની પ્રથમ ઇનિંગની ભુલોને સુધારી હોત તો તેઓ ભારતની મુશ્કેલી વધારી શકે તેમ હતા. હવે ન્યુઝીલેન્ડના પુંછડિયાઓ લડાયક દેખાવ કરે અને ભારતને ૩૦૦ કે તેથી વધુનો પડકાર મળે તો પ્રવાસી ટીમ આક્રમક વ્યુહ અપાવી શકે.
ભારતના બેટ્સમેનોએ સવારે નિરાશ કર્યા અને બંને બેટ્સમેનો ગઇકાલના સ્કોરમાં ખાસ વધારો કર્યા વિના જ પેવેલિયનમાં પરત ફર્યા. ન્યુઝીલેન્ડે બીજો નવો બોલ લઇને ભારતને પરેશાન કર્યું. ટીમ સાઉથીએ જમણેરી બેટ્સમેનો માટે બહારની તરફ બોલ નાંખીને તેમને મુશ્કેલીમાં મુક્યા. જો તે બીજી ઇનિંગમાં પણ તેનો ઝંઝાવાત ચાલુ રાખશે તો ભારતના બેટ્સમેનો પરેશાન થઇ શકે છે.
જ્યારે ઓઝા અને અશ્વિન સાથે રમતાં હોય છે ત્યારે ધોની મોટાભાગે તેના ચેન્નઇના સાથી કરતાં ડાબોડી સ્પિનર ઓઝા પર વધુ ભરોસો મુકે છે. પ્રથમ ટેસ્ટમાં અશ્વિને ૧૨ વિકેટ ઝડપી હોવા છતાં ધોનીએ મેચની પ્રથમ ઓવર ઓઝાને આપી. અશ્વિને શ્રેણીમાં ફરી વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપવાની સિધ્ધિ મેળવતા ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાની તક ભારતને પુરી પાડી છે.
સવારના સેશનમાં તેેણે ધીરજપૂર્વક બેટિંગ કરતાં યાદવ સાથે મળીને ઉપયોગી રન ઊમેર્યા હતા અને ત્યાર બાદ બોલિંગમાં કમાલ કરી. પીચ પર હજુ પણ આસાનીથી રમી શકાય તેમ છે. કેટલાક બોલ અચાનક વધુ પડતા ટર્ન થઇ જતાં હોય છે. જો કે ટેસ્ટમાં ત્રીજા દિવસ થી તો આમ થવું સ્વાભાવિક છે. જો કે અત્યાર સુધી ટેસ્ટ ભારે રસપ્રદ રહી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved