Last Update : 03-September-2012, Monday

 
 

અશ્વિનની પાંચ વિકેટ ઃ ન્યુઝીલેન્ડના બીજી ઇનિંગમાં ૯ વિકેટે ૨૩૨
ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

સાઉથીએ સાત વિકેટ ઝડપતાં ભારતની પ્રથમ ઇનિંગ ૩૫૩માં સમેટાઇ ઃ પ્રથમ ઇનિંગમાં ન્યુઝીેલન્ડની ૧૨ રનની સરસાઇ

 

બેંગ્લોર,તા.૨
સાઉથી બાદ અશ્વિને તરખાટ મચાવતા ભારત અને ન્યુઝીેલેન્ડ વચ્ચેનો બીજો અને આખરી ટેસ્ટ મુકાબલો ત્રીજા દિવસના અંતે ભારે રસપ્રદ બન્યો હતો. કોહલીની બીજી ટેસ્ટ સદી સાથેની ૧૦૩ રનની ઇનિંગની મદદથી ન્યુઝીલેન્ડના ૩૬૫ના જવાબમાં ભારતે પ્રથમ ઇનિંગમાં ૩૫૩ રન કર્યા હતા. સાઉથીએ સાત વિકેટ ઝડપી હતી. ૧૨ રનની સરસાઇ મેળવ્યા બાદ ફરી બેટિંગમાં ઉતરેલા ન્યુઝીલેન્ડનો અશ્વિન -ઓઝા સામે ધબડકો થયો હતો અને ત્રીજા દિવસે અંતે પ્રવાસી ટીમે બીજી ઇનિંગમાં ૯ વિકેટે ૨૩૨ રન કર્યા હતા.
આ સાથે ન્યુઝીલેન્ડે કુલ મળીને ૨૪૪ રનની સરસાઇ મેળવી લીધી છે. ભારતને આ સરસાઇમાં વધુ ૫૦-૬૦ રન ઊમેરાઇને પણ પડકાર મળે તો તેને સફળતાપૂર્વક ઝીલવામાં મુશ્કેલી પડે તેમ લાગતુ નથી. કારણ કે મેચમાં હજુ બે દિવસ બાકી છે અને ભારત પાસે વિશ્વની મજબુત કહી શકાય તેવી બેટિંગ લાઇનઅપ છે. રમત બંધ રહી ત્યારે જીતેન પટેલ ૧૦ અને બોયુલ્ટ ૦ રને ક્રિઝ પર હતા.
બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી બીજી અને આખરી ટેસ્ટનો ત્રીજા દિવસ બોલરોના નામે રહ્યો હતો અને મેચમાં કુલ ૧૪ વિકેટ પડી હતી. કોહલી (૯૩) અને ધોની (૪૬)ની જોડીએ ભારતના ગઇકાલના પાંચ વિકેટે ૨૮૩ રનના સ્કોરને આજે આગળ ધપાવ્યો હતો. કોહલીએ કારકિર્દીની બીજી ટેસ્ટ સદી ફટકારતાં ૧૯૩ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૧૦૩ રન નોંધાવ્યો હતો.ધોનીએ પણ ૯૪ બોલમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૬૨ રન કર્યા હતા.
ભારતે ગઇકાલના સ્કોરમાં વધુ ૭૦ રન ઉમેરતા બાકીની પાંચ વિકેટ ગુમાવી હતી.આ સાથે ન્યુઝીલેન્ડે પ્રથમ ઇનિંગને સહારે ૧૨ રનની પાતળી સરસાઇ મેળવી હતી. ન્યુઝીલેન્ડની બીજી ઇનિંગમાં શરૃઆત કંગાળ રહી હતી અને ગપ્ટિલ ૭ અને મેકુલમ ૨૩ રને પેવેલિયન ભેગા થતાં તેમનો સ્કોર ૩૧ રનમાં બે વિકેટ થઇ ગયો હતો. બંને વિકેટ યાદવે ઝડપી હતી અને ત્યાર બાદ સ્પિનરો ન્યુઝીલેન્ડની ઇનિંગ પર હાવી થઇ ગયા હતા.
વિલિયમસન ૧૩ રને અશ્વિનનો અને પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનારો ટેલર ૩૫ રને ઓઝાનો શિકાર બન્યો હતો. જે પછી તો મીડલ ઓર્ડર બેટ્સમેનો પર અશ્વિન છવાઇ ગયો હતો. ફ્લીન ૩૧, વાન વીક ૩૧, ફ્રેન્કલીન ૪૧ અને સાઉથી ૨ રને અશ્વિનનો શિકાર બન્યા હતા અને તેણે પાંચ વિકેટ પુરી કરી હતી.જ્યારે ઓઝાએ બ્રેસવેલને આઉટ કરીને ન્યુઝીલેન્ડને ફટકો પહોંચાડયો હતો.
અશ્વિને પાંચ અને ઓઝા-યાદવે બે-બે વિકેટ ઝડપી હતી. આ સાથે ન્યુઝીલેન્ડનો પરાજય લગભગ નિશ્ચિત લાગી રહ્યો છે. ભારતની મજબુત બેટિંગ લાઇનઅપનું ફોર્મ જોતાં ન્યુઝીલેન્ડ માટે આ ટેસ્ટમાં પણ હારવા સિવાયનો વિકલ્પ બાકી ન હોવાનું ચાહકો માની રહ્યા છે.
ન્યુઝીલેન્ડ પ્રથમ ઇનિંગ ઃ ૩૬૫
ભારતપ્રથમ ઇનિંગ

-

રન

બોલ

ગંભીર બો.સાઉથી

૦૨

૧૨

સેહવાગ કો.ફ્લીન બો.બ્રેસવેલ

૪૩

૬૦

પુજારા કો.બોયુલ્ટે બો.સાઉથી

૦૯

૧૭

તેંડુલકર બો.બ્રેસવેલ

૧૭

૫૦

કોહલી એલબી બો.સાઉથી

૧૦૩

૧૯૩

૧૪

રૈના કો.વાન વીક બો.સાઉથી

૫૫

૯૦

ધોની એલબી બો.સાઉથી

૬૨

૯૪

અશ્વિન અણનમ

૩૨

૪૦

ઝહીર કો.વાન વીક બો.સાઉથી

૦૭

૦૫

ઓઝા કો.વાન વીક બો.સાઉથી

૦૦

૦૪

યાદવ બો.બોયુલ્ટ

૦૪

૨૧

વધારાના (લેગબાય ૨, બાય ૧૧, વાઇડ ૧, નોબોલ ૫)

૧૯

 

 

 

કુલ ૯૬.૫ ઓવરમાં ઓલઆઉટ

૩૫૩

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૫(ગંભીર ૩.૪) ૨-૨૭(પુજારા ૯.૬) ૩-૬૭(સેહવાગ ૨૧.૪) ૪-૮૦(તેંડુલકર ૨૩.૩) ૫-૧૭૯(રૈના ૫૦.૩), ૬-૩૦૧ (કોહલી ૮૩.૩), ૭-૩૧૨ (ધોની ૮૫.૫), ૮-૩૨૦ (ઝહીર ૮૭.૨), ૯-૩૨૦ (ઓઝા ૮૭.૬), ૧૦-૩૫૩ (યાદવ ૯૬.૫)
બોલિંગઃ બોયુલ્ટ ૨૩.૫-૨-૯૦-૧, સાઉથી ૨૪-૬-૬૪-૭, બ્રેસવેલ ૨૦-૪-૯૧-૨, ફ્રેન્કલીન ૧૦-૪-૧૭-૦, જે.પટેલ ૧૯-૫-૭૮-૦.
ન્યુઝીલેન્ડ બીજી ઇનિંગ

-

રન

બોલ

મેક્યુલમ કો.ધોની બો.યાદવ

૨૩

૨૧

ગપ્ટિલ બો.યાદવ

૦૭

૧૬

વિલિયમસન કો.સેહવાગ બો.અશ્વિન

૧૩

૩૭

ટેલર એલબી બો.ઓઝા

૩૫

૬૬

ફ્લીન કો.સેહવાગ બો.અશ્વિન

૩૧

૬૫

ફ્રેન્કલીન સ્ટ.ધોની બો.અશ્વિન

૪૧

૯૦

વાન વીક એલબી બો.અશ્વિન

૩૧

૪૮

બ્રેસવેલ એલબી બો.ઓઝા

૨૨

૪૩

સાઉથી બો.અશ્વિન

૦૨

૧૧

જે.પટેલ રમતમાં

૧૦

૧૧

બોયુલ્ટ રમતમાં

૦૦

૦૬

વધારાના (લેગબાય ૧૨, બાય ૪,વાઇડ ૧)

૧૭

 

 

 

કુલ ૬૯ ઓવરમાં ૯ વિકેટે

૨૩૨

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૩૧(ગપ્ટિલ ૫.૩) ૨-૩૧(મેકુલમ ૭.૧) ૩-૬૯(વિલિયમસન ૧૭.૬) ૪-૧૧૧(ટેલર ૨૮.૩) ૫-૧૪૦(ફ્લીન ૪૦.૫), ૬-૧૯૫(વાન વીક ૫૫.૪),૭-૨૧૬(ફ્રેન્કલીન ૬૧.૫), ૮-૨૨૨(સાઉથી ૬૫.૬), ૯-૨૨૨(બ્રેસવેલ ૬૬.૧).બોલિંગઃ ઝહીર ૧૨-૨-૩૭-૦, યાદવ ૧૪-૦-૬૨-૨, ઓઝા ૨૦-૬-૪૮-૨, અશ્વિન ૨૨-૧-૬૯-૫, રૈના ૧-૧-૦-૦.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved