Last Update : 03-September-2012, Monday

 

પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક

લગભગ દસ લાખ રૃપિયાનો દારૃ જપ્ત કર્યો, દરોડા દરમિયાન પોલીસે યુવતી સામે ગેરવર્તણૂક કરી હોવાની ફરિયાદ
મુંબઈ, તા.૨
વિદ્યાનગરી તરીકે પ્રસિધ્ધ પૂર્ણમાં માયા કલબમાં યુવાનોની હાઈપ્રોફાઈલ પાર્ટી પર ગ્રામીણ પોલીસે આજે પરોઢિયે દરોડો પાડીને આશરે ૩૦૦ જેટલા તરુણ- તરુણીઓની અટક કરી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. આ કલમમાંથી લગભગ દસ લાખ રૃપિયા દારૃનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.
પૂણે નજીક વાઘોલી ખાતે માયા કલબમાં ગઈકાલે મધરાત સુધી પાર્ટી શરૃ હોવાની જાણકારી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ઉપરોક્ત કલબમાં જઈને દરોડો પાડયો ત્યારે યુવાનો અને યુવતીઓ નશામાં ચકચૂર બનીને ડાન્સ કરી રહી હતી. આ જોઈને ખુદ પોલીસ પણ અંચબામાં પડી ગઈ હતી. આ પાર્ટીમાં આવેલી ૩૦૦ યુવક યુવતીઓને પોલીસે તાબડતોબ તાબામાં લીધા હતા.
નવાઈની વાત એ છે કે આ માયા કલબમાંથી લગભગ ૯.૮૦ લાખ રૃપિયાની કિંમતનો વિવિધ બ્રાન્ડની દારૃનો જથ્થો પણ પોલીસે જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસ કડક રીતે તપાસ કરી રહી છે. આ પાર્ટીમાં શ્રીમંત પરિવારોનો યુવક-યુવતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પૂણેમાં નાયબ મુખ્યપ્રધાન અજીત પવારના પિતરાઈભાઈની રિસોર્ટમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં નશાથી ચકચૂર સગીર વયના ૮૦૦ જેટલા છોકરા- છોકરીઓને પોલીસે દરોડા દરમિયાન અટક કરી હતી. અહીં સગીર વયની છોકરીઓ નશામાં ચકચૂર બનીને સ્વિમિંગ પૂલ પાસે ડીજે ડાન્સ કરતી હતી. તે વેળા સગીર વયના વાલીઓની સજાકતાને લીધે પોલીસે દરોડો પાડીને આ રેવ પાર્ટીને પ્રકાશમાં લાવી હતી. હવે આજે પરોઢિયે પોલીસે દરોડો પાડીને ફરી હાઈપ્રોફાઈલ પાર્ટી પર્દાફાશ કરી છે. આમ વિધાનગરી તરીકે પ્રખ્યાત પૂણે શહેર હવે હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી બાબતે જાણીતી બની રહી છે, એમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
જાણવા મળ્યું છે કે આ માયા કલબ પોલીસ ઓફિસરની પત્ની ચલાવે છે, એટલે પોલીસ ભીનુ સંકેલી દેશે એવી શક્યતા છે. છતાં પણ પોલીસે અટક કરેલા યુવક- યુવતીઓના લોહી અને પેશાબના નમૂના લઈને ચકાસણી કરી છે. જોકે પોલીસે માયા કલબ પર દરોડો પાડયો ત્યારે યુવતીઓએ ફરિયાદ કરી કે પોલીસે અમારી સાથે ગેરવર્તણૂક કરી હતી.
ગયા વર્ષે પૂણે સ્થિત સિંહગઢ વિસ્તારમાં પ્રથમ હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી ઉપર ડેપ્યુટી પોલીસ કમિશનર વિશ્વાસ નાંગરે પાટિલે દરોડો પાડયો હતો. ત્યાર પછી મુંબઈ- પુણે માર્ગ પર આવેલા ખાલાપુરમાં પણ રેવ પાર્ટીના આયોજન પર પોલીસે દરોડો પાડયો હતો. આ રેવ પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાય એક કસ્ટમ ઓફિસરે કર્યુ હોવાનું બહાર આવ્યું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved