Last Update : 03-September-2012, Monday

 
૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ

ઘટના થઈ ત્યારે દારૃનો નશો કરેલા સાક્ષીના બયાનને નબળું ગણાવીને હાઇકોર્ટે મુક્ત કર્યો

(પીટીઆઇ) મુંબઈ, તા. ૨ ઃ
બાવીસ વર્ષ પહેલાં દુશ્મનની હત્યા કરવાના ગૂના બદલ આજીવન જેલની છેલ્લા વીસ વર્ષથી સજા ભોગવી રર્હેલી એક વ્યક્તિને બોમ્બે હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરી હતી. હાઇકોર્ટે આરોપી દ્વારા સાક્ષી સમક્ષ કરવામાં આવેલા કોર્ટની બહારના કબૂલાતનામાને સાબિતિ તરીકે સ્વીકારવાની ના પાડી હતી. ડિવિઝન બેન્ચના ન્યાયાધીશોએ સુભાષ ભોઇર દ્વારા કરવામાં આવેલા આરોપી ચંદ્રકાન્ત સાલુંખે દ્વારા પોતાના દુશ્મન પંઢારી પંઢારકરની હત્યાની કબૂલાતના બયાનને સ્વીકારવાની ના પાડી દીધી હતી.
૧૯૯૦માં સાલુંખે પર મૃત વ્યક્તિ પંઢારકરની રસ્તા પર તલવાર વડે હત્યા કરવાના આરોપ હેઠળ સ્થાનિક કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સાક્ષી સુભાષ ભોઇરે આરોપી ચંદ્રકાન્ત સાલુંખેને તલવાર સાથે જોયો હતો. ભોઇરે તલવાર લઈ લીધી હતી, પણ જ્યારે પંઢોરકરને ઇજાગ્રસ્ત હાલતમાં જોયો ત્યારે સાલુંખે અને ભોઇર તેને પુણેની હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. ભોઇરે પોલીસ-સ્ટેશનમાં સાલુંખે સામે ફરિયાદ નોંધાવી હતી અને તલવાર પોલીસને આપી હતી. સ્થાનિક કોર્ટે ૧૯૯૧માં સાલુંખેને ઉમ્રકેદની સજા ફટકારી હતી. જોકે આરોપી સાલુંખેએ પોતે નિર્દોષ છે એ સાબિત કરવા બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
ન્યાયાધીશોના કહેવા મુજબ આખો કેસ સાક્ષીના આ બયાન પર નિર્ભર રહેતો હતો અને તેમને આ સાબિતિ ઘણી નબળી લાગી હતી, કારણ કે સાક્ષી સુભાષ ભોઇરે સ્વીકાર્યું હતું કે જ્યારે આ આખી ઘટના બની હતી ત્યારે તે દારૃના નશામાં હતો. એના આધારે આરોપીનો ગૂનો સાબિત ન કરી શકાય. હાઇકોર્ટના જજના કહેવા મુજબ સાલુંખે ખૂનમાં પ્રત્યક્ષ સામેલ હતો એ સાબિત નહોતું થયું અને માત્ર શંકા હેઠળ તેને ખૂની સાબિત ન કરી શકાય. આ ઉપરાંત કોર્ટે જણાવ્યું હતું કે જો સાલુંખે ખૂની હોત તો ઘટનાસ્થળને છોડીને નાસી ચૂક્યો હોત, પણ તેણે સાક્ષી સાથે મળીને હુમલામાં ઘવાયેલા માણસને હોસ્પિટલ સુધી પહોંચાડયો હતોે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved