Last Update : 03-September-2012, Monday

 

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

ચૂંટણી પંચને જાણ થતાં ટ્રક મોકલી ત્યાંથી ઉઠાવી નવી ઓફિસે લઈ જવાયો

 

મુંબઈ,તા.૨
દેશમાં ચોરી અને છેતરપિંડી આચરનારાઓની ઓળખ માટે પોલીસ અને સલામતી એજન્સીઓ સંઘર્ષરત રહે છે, ત્યારે સાંતાક્રુઝ સ્થિત મહાપાલિકામાં સંચાલિત એક શાળામાં હજારો ચૂંટણી ઓળખ પત્રો (વોટર આઈડેન્ટીટી કાર્ડ)નો જથ્થો મળી આવ્યો હતો. શનિવારે મળી આવેલાં આ જથ્થાના ઓળખપત્રો પર તે સાચા હોવા સંબંધી સહિસિક્કા (સ્ટેમ્પ) પણ છે.
વાકોલા મ્યુનિસિપલ સ્કૂલની સીડી નીચે આ ઓળખપત્રોનો જથ્થો મુંબઈના એક અંગ્રેજી અખબારના પત્રકારની નજરે ચડયો હતો. આ ઓળખપત્રોમાં મતદાતાનો બ્લેક એન્ડ વાઈટ ફોટો અને ભારતીય ચૂંટણી પંચનો ચાંદીનો હોલોગ્રામ પણ છે. આ જથ્થો જૂના અને નવા મતદારોના ઓળખપત્રોને છે, જે વિપરિત કરવાના હતાં, અગાઉ આ સ્કૂલના પરિસરમાં ચૂંટણી અધિકારીનું કાર્યાલય હતું.
ત્યાં પડેલો આ જથ્થો દુરૃપયોગમાં લઈ શકાય એમ હતો, તેથી આ પત્રકારો બપોરે બે વાગ્યે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દેબાશિષ ચક્રવર્તિને જાણ કરી હતી અને આખરે આ જથ્થો ત્યાંથી હટાવવા ૨૫ સભ્યની ટૂકડી મોકલાઈ હતી.
આ ઉપરાંત ચક્રવર્તિએ આવા મહત્ત્વના ઓળખપત્રોની ઉપેક્ષા શા માટે થઈ અને બેદરકારી કેમ રખાઈ તે વિષયક તપાસનો આદેશ પણ કર્યો હતો.
ભારત સરકાર દ્વારા અપાતા આ ઓળખપત્રની મદદથી નાગરિકો સરકાર ચૂંટી શકે છે, ઉપરાંત બેંક ખાતા ખોલવામાં તેમજ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે પણ ઓળખ તરીકે ઉપયોગી છે.
છેલ્લા કેટલાંક વર્ષમાં જ પોલીસે આવા બનાવટી ઓળખપત્રો પકડી પાડયાં હતાં, જેનો દુરૃપયોગ આર્થિક ગુનાખોરીમાં થયાની શંકા છે.
જો કે, સૌથી મોટું જોખમ તો એ છે કે, આતંકવાદીઓ આવા બનાવટી ઓળખપત્રો મેળવીને દેશમાં હાહાકાર મચાવી શકે છે, તેની ચિંતા સલામતી એજન્સીઓને છે.
વાકોલા મ્યુનસિપિલ સ્કૂલમાં ક્લીના વિધાનસભા મતદારક્ષેત્રની ચૂંટણી કાર્યાલય હતું. ચૂંટણી કાર્યાલયના કર્મચારીઓએ ઓળખપત્રોને સ્ટીલની મજબુત પેટીઓમાં ભરીને સીડીની નીચેની કામચલાઉ રૃમમાં જાળવી રાખ્યાં હતાં. બે વર્ષ અગાઉ વિલે-પાર્લેના આરામ નગરમાં નવી ઓફિસમાં આ કર્મચારીઓ ફરજ પર જતાં થયાં હતાં.
વાકોલાની આ સ્કૂલના એક કર્મચારીના જણાવ્યા મુજબ, ''જો કે ચૂંટણી કાર્યાલયના કર્મચારીઓ આ પેટીઓ અહિ રાખીને જ ચાલ્યા ગયાં હતાં. બાદમાં ઉંદરો એ કામચલાઉ કોટડીમાં ઘુસી આ પેટીઓમાંથી ઓળખપત્રો બહાર ઘસડી લાવવાનું શરૃ કર્યું હતું. કેટલાંક ઓળખપત્રો તો ઉંદરો કરડી પણ ગયાં હતાં.''
જો કે, પત્રકારે આ દ્રશ્ય જોયું ત્યારે જે કોટડી હતી તેની જાળીમાં તાળું નહોતું અને ઓળખપત્રો અસ્તવ્યસ્ત પડેલાં હતાં. કોઈપણ વ્યક્તિ આ કોટડીમાં દાખલ થઈને જોઈતા ઓળખપત્રો ઉઠાવીને જઈ શકે એમ હતું.
ચક્રવર્તિના જણાવ્યા મુજબ, 'આ સ્કૂલમાં આટલાં બધાં ઓળખપત્ર કેમ છોડી દેવાયાં તે જાણવાનો પ્રયાસ અમ ેકરી રહ્યાં છીએ. આ પરિસ્થિતિથી વાકેફ કરાયાં તે સારૃ કામ થયું.'
વધુમાં ચક્રવર્તિએ કહ્યું હતું કે, થોડા સમય અગાઉ બોમ્બે હાઈ કોર્ટે ચૂંટણી પંચના કર્મચારીઓને મહાપાલિકાની સ્કૂલોમાં શરૃ કરેલી ઓફિસો ખાલી કરીને જતાં રહેવાનું જણાવ્યું હતું. આ કારણે જ વાકોલાના આ સ્કૂલમાંથી અમારા કર્મચારી અન્યત્ર ખસેડાયાં હતાં.
ચૂંટણી અધિકારીઓ અને મુંબઈ ઉપનગરના કલેક્ટર કચેરીના કર્મચારીઓની ટૂકડી તાબડતોબ ત્યાં આવી હતી અને ઓળખપત્રોનો જથ્થો ઊંચકી ટ્રકમાં ભરીને ત્યાંથી લઈ ગયાં હતાં.
ચૂંટણી શાખાના એક અધિકારી કે. બીરજેના જણાવ્યા મુજબ, 'આ ઓળખપત્રો સાથેના કેટલાંક દસ્તાવેજો પણ અમે આરામનગરના કાર્યાલય ખાતે લઈ જઈ રહ્યાં છીએ.' આખરે આ ઓળખપત્રો બહાર ખુલ્લામાં કેમ આવી ગયા તે અંગે સ્પષ્ટતા આપવાનું સ્કૂલના અધિકારીઓને પણ કહેવાયું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved