Last Update : 03-September-2012, Monday

 

સિર્ફ સોચને સે ક્યા હોગા અબ તો બહાર નીકલના હોગા
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

ત્રણ હજાર મોટરસાઈકલ અને બસો મોટરો સાથે કાંદિવલીથી જૂહુ સુધી રેલીઃ લખનઉમાં ૨૧ લાખની નવી મૂર્તિ સ્થપાશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.૨
ઉત્તર પ્રદેશનાં લખનઉમાં મહાવીર ભગવાનની મૂર્તિ અને કર્ણાટકમાં આદિનાથ ભગવાનની મૂર્તિની અવહેલનાના વિરોધમાં આજે જૈનોએ કાંદિવલીથી જુહુ સુધી વિશાળ મોટરસાઈકલ રેલી કાઢી હતી. રેલીમાં લગભગ ત્રણ હજાર બાઈક અને ૨૦૦ કાર સાથે મોટી સંખ્યામાં જૈનો સામેલ થયા હતા. મૂર્તિ ખંડિત કરવાના કૃત્ય વિરુધ્ધ મુંબઈ સહિત ઠેર ઠેર જાગેલા પ્રચંડ વિરોધને પગલે યુ.પી. સરકારે ખંડિત મૂર્તિને સ્થાને નવી જ મૂર્તિ બેસાડવાનો નિર્ણય કર્યો છે.
ભગવાન મહાવીર અને ભગવાન આદિનાથની મૂર્તિ ખંડનના વિરોધમાં આજે સવારે કાંદિવલી પશ્ચિમના શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન મંદિર સામેથી રેલીનો આરંભ થયો હતો. સંખ્યાબંધ મોટરસાઈકલો, ટુ- વ્હીલરો, મોટરો તેમજ અહિંસા સંઘના વાહનો સાથે જૈનો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. મૂર્તિ તોડનેવાલોં કો સજા કરો... સીર્ફ સોચને સે કુછ નહીં હોગા... અબ તો બહાર નીકલના હોગા...ના ગગનભેદી નારા સાથે રેલી જુહુના દરિયાકિનારે પહોંચી હતી, એમ રેલીના આયોજકોએ જણાવ્યું હતું.
રેલી પૂરી થયા બાદ જૈનાચાર્ય અન જૈનમુનિએ ગણીવર્ય આચાર્ય શ્રી લબ્ધિચંદ્રસાગરજી મહારાજ, મુનિશ્રી દેવપ્રભસાગરજી મહારાજ, મુનિશ્રી વિરાગસાગર મહારાજ, મુનિશ્રી વિનમ્રસાગર મહારાજ વગેરેએ સંબોધન કર્યું હતું. ભારતીય જનતા પક્ષના વિધાનસભ્ય અને જૈન અગ્રણી મંગળપ્રભાત લોઢા તેમજ શિવસેનાના અભિજિત અડસૂલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
મૂર્તિઓની અવહેલના વિરુધ્ધ વિરોધનો સૂર વ્યક્ત કરવાની પહેલ કરનારા શ્રી લબ્ધિચંદ્રસાગરજી મહારાજે રેલી બાદ જણાવ્યું હતું કે મુંબઈના જૈન સંઘો તરફથી જૈન મૂર્તિ ખંડન વિરોધી સમિતિ રચવામાં આવી છે. આ સમિતિ મહારાષ્ટ્રના રાજ્યપાલ પાસે આવેદનપત્ર લઈને જશે અને મૂર્તિખંડિત કરવા માટે જવાબદાર હોય તેને પકડવા માટે યુપી સરકારને અનુરોધ કરવાની વિનંતી કરશે. આ સમિતિ જરૃર પડયે લખનઉ પણ જશે.
લબ્ધિચંદ્રસાગરજી મહારાજે આજની રેલીને ઐતિહાસિક ગણાવતા કહ્યું હતું કે રેલીમાં પ્રચંડ સંખ્યામાં જોડાયેલા જૈનોએ એકી અવાજે ભાવના વ્યક્ત કરી હતી કે હમ લોગ જૈન હૈ, હમ કિસી કો છેડતે નહીં ઔર કોઈ હમે છેડે તો ફિર છોડતે નહી... ગણીવર્યજીએ ઉમેર્યું હતું કે જૈનો અહિંસાપ્રેમી છે, શાંતિના દૂત છે. પણ જ્યારે ધર્મની રક્ષાનો પ્રશ્ન આવે ત્યારે હાથ જોડીને બેઠા જ રહેવાય. કહે છે ને એક હાથ મેં માલા ઔર એક હાથમેં ભાલા... દરમ્યાન કર્ણાટક સરકારે આદિનાથ ભગવાનની મૂર્તિ ખંડિત થયાની ઘટના બાબત હજી કોઈ પગલા નથી લીધા. એ માટે અમારો વિરોધ ચાલુ જ રહેશે.
બીજી તરફ મુલુંડમાં જૈનોએ ગયા રવિવારે મૂર્તિની અવહેલના વિરુધ્ધ રેલી યોજી હતી. આજે મુલુંડના વિણાનગર ઉપાશ્રયમાં લખનઉથી જૈન અગ્રણી આર.કે. જૈન સાગરચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ પાસે આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે યુપી સરકારે જૈનોના પ્રતિનિધિમંડળને એવી ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં ૨૧ લાખના ખર્ચે ભગવાનની ૧૨ ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપવામાં આવશે. લખનઉથી આવેલા જૈને હસ્તિનાપૂરમાં તૈયાર કરવામાં આવેલી આ મૂર્તિની તસવીરો પણ મહારાજસાહેબને તેમજ ઉપસ્થિત જૈનોને દેખાડી હતી. આ રીતે દેશભરમાં જૈનોના વિરોધની ધારી અસર થઈ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved