Last Update : 03-September-2012, Monday

 

દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે

દિગ્ગીરાજાની ટીકામાં ઉધ્ધવ- રાજમાં સ્પર્ધા ઃ 'દિગ્વિજયને ગધેડો કહીને ગધેડાનું અપમાન કરવું નથી'

મુંબઈ, તા.૨
મહારાષ્ટ્રમાંથી બિહારીઓને તગેડી મૂકવાની ધમકી આપતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરે અને તેમનો આ ઠાકરે પરિવાર મૂળ બિહારી જ છે, એવી કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી દિગ્વિજયસિંહની ટીકાનો લાગલો ઉત્તર રાજ ઠાકરેએ આજે આપ્યો હતો. દિગ્વિજયસિંહે સમગ્ર ઠાકરે પરિવારને બિહારથી મુંબઈ આવ્યાનું કહ્યું તેથી શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેએ પણ રાજ ઠાકરેની વાતમાં સૂર પૂરાવ્યો હતો અને રાજકીય મોરચે દુશ્મન ગણાતા બંને પિતરાઈ ભાઈ આ મુદ્દે એક થયાં હતાં.
રાજ ઠાકરેએ પોતાના જાણીતા અંદાજથી આજે જણાવ્યું હતું કે, 'ઠાકરે કુટુંબ મૂળ બિહારનું છે, એવું દિગ્વિજયસિંહ કહે છે, તેણે આ ઈતિહાસ ક્યાંથી ખોળી કાઢયો? અમે બિહારથી આવ્યા તો દિગ્વિજયનું કુટુંબ શું 'સુલભ શૌચાલય'થી આવ્યું છે?' કોંગ્રેસે દિગ્વિજયસિંહને ગાળો ખાવા માટે જ રાખ્યો છે... એમ પણ રાજ ઠાકરેએ ટોણો મારતાં કહ્યું હતું.
'બિહારના લોકો મહારાષ્ટ્રમાં આવી અડ્ડા બનાવે છે, તેને કોઈ કંઈ કહેતું નથી. આ દેશ બાપનો માલ છે કે? દેશનો કોઈપણ નાગરિક દેશમાં ગમે ત્યાં રહી શકે એવો કાયદો છે ને? પરંતુ જ્યાં કામકાજ માટે જાઓ ત્યાં કામદાર કમિશનમાં નોંધણી કરાવવાનો પણ નિયમ છે જ ને? કેટલાં બિહારી આ કાયદાનું પાલન કરે છે? એવો પ્રશ્ન પણ રાજ ઠાકરેએ ઉઠાવ્યો હતો.
બીજી તરફ શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરેએ પણ દિગ્વિજયસિંહના ઠાકરે પરિવાર સંબંધી બયાનની ઠેકડી ઉડાવી હતી. ઉધ્ધવે કહ્યું હતું કે, ઠાકરે પરિવાર પરની ટીપ્પણી અંગે દિગ્વિજયને ગધેડો કહી અમારે ગધેડાનું અપમાન કરવું નથી.
દિગ્વિજયે ઠાકરે પરિવારને મૂળ બિહારી કહ્યાં એ વિશે પત્રકારોએ ઉધ્ધવને પુછયું તો ઉધ્ધવે પ્રતિ પ્રશ્ન કર્યો કે, કોણ ગધેડો આવું કહે છે? આવું દિગ્વિજયે કહ્યું એવું કહેવાતા ઉધ્ધવે કહ્યું હતું કે, એમકે? તો જવા દો. મારે ગધેડાનું અપમાન નથી કરવું.'
૧૧ ઓગસ્ટે મુંબઈના આઝાદ મેદાનમાં તોફાનો દરમિયાન 'શહીદ સ્મારક'ને નુકસાન પહોંચાડનારા એક આરોપીને બિહાર પોલીસને જાણ કર્યા વગર જ મુંબઈ પોલીસ બિહારથી ઉઠાવી લાવી, તેથી બિહાર સરકાર મુંબઈ પોલીસ સામે પગલાં લેશે એવી વાત બહાર આવ્યાં બાદ રાજ ઠાકરેએ બિહારીઓને ઘુષણખોર કહ્યાં તેથી આ વિવાદ જાગ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved