Last Update : 03-September-2012, Monday

 

૧૯ કલાક ખીણમાં વિતાવ્યા પછી બહારની દુનિયા જોઈ
પાવાગઢની ખીણમાં ફસાયેલા યુવાનનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

ફાયરબ્રિગેડ અને ખાનગી પર્વતારોહકોની ટૂકડીએ ખીણની ચારસો ફુટની ઉંડાઈમાંથી યુવાનને સલામત રીતે બહાર કાઢી લીધો

હાલોલ, તા.૨
પવિત્ર યાત્રાધામ પાવાગઢ ઉપર ભદ્રકાળી માતાનાં મંદિરે દર્શન કર્યા બાદ નીચે ઉતરતી વખતે પગ લપસી જતા કાલોલનો યુવાન હજારો ફુટ ઉંડી ખીણમાં ખાબક્યો હતો. સદ્ભાગ્યે ખીણની અંદર ઉગેલા એક ઘટાદાર વૃક્ષની ડાળખી ઉપર પડવાને લીધે તે ત્યાં જ અટકી પડયો હતો. અંદાજીત ચારસો ફુટ ઉપરથી ઝાડની ડાળી પર પટકાવાને લીધે તેના બંને હાથ ભાંગી ગયા હતા. તેમ છતાંય તેણે હિંમત હાર્યા વિના ઝાડ ઉપરથી ઉતરીને એક નાનકડા પથ્થર ઉપર આશ્રય લીધો હતો. ત્યારબાદ તેણે મોબાઈલનાં માધ્યમથી પોતાની સ્થિતી વિષે મીત્રોને જાણ કરી હતી અને મદદ માગી હતી. આ બનાવ અંગે તેના મીત્રોએ વહિવટી તંત્ર તથા પોલીસ વિભાગને જાણ કરી હતી. જેને આધારે સરકારી અધિકારીઓનો કાફલો પાવાગઢ પર પહોંચ્યો હતો અને તેઓએ ખીણમાં પડેલા યુવાનને રેસ્ક્યૂ કરવાની કામગીરી શરૃ કરી હતી. વડોદરા ફાયરબ્રિગેડ, પાવાગઢ પોલીસ અને માઉન્ટેન્યરીંગ કરતા સ્વયં સેવકોની ૧૯ કલાક સુધીની ભારે જહેમત બાદ ખીણમાં પડેલા યુવાનને આબાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી. જોકે, ૧૯ કલાક સુધી ભુખ્યા, તરસ્યા અને ઈજાગ્રસ્ત હોવા છતાંય યુવાને જબરદસ્ત હિંમતનો પરિચય આપીને સૌને ચોંકાવી દીધા હતા. રેસ્ક્યૂ કરાયેલા યુવાનને અંતે હાલોલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેના બંને હાથે ફ્રેક્ચર થયુ હોવાથી તેની સારવાર શરૃ કરવામાં આવી હતી.
સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, કાલોલનો હેર કટિંગનો વ્યવસાય કરતો ભરત હસમુખભાઈ ભટ્ટી શનિવારની રજા હોવાથી પવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીનાં દર્શનાર્થે ગયો હતો. નમતી બપોરે માતાજીનાં દર્શન કર્યા બાદ તે ડુંગર ઉપર ભદ્રકાળી માતાનાં મંદિરે પહોંચ્યો હતો. જ્યાં ભાવપૂર્વક દર્શન કરીને તે નીચે ઉતરતો હતો. તે વખતે અચાનક તેનો પગ લપસતા તે હજારો ફુટ ઉંડી ખીણમાં ખાબક્યો હતો. પરંતુ, સદ્ભાગ્યે ખીણની અંદર ઉગેલા એક ઘટાદાર વૃક્ષની ડાળખી પર પડતાની સાથે જ તે ત્યાં જ અટકી ગયો હતો. ઉંચાઈથી પટકાવવાનાં કારણે તેના બંને હાથ ભાંગી ગયા હતા. તેમ છતાંય જબરદસ્ત હિંમત દાખવીને તે ઝાડની નીચે ઉતર્યો હતો અને તેની નીચે એક નાનકડા પથ્થર ઉપર સલામત રીતે ગોઠવાઈ ગયો હતો. તે એવા સ્થળે હતો કે, તેની બીલકુલ સામે ઉંડી ખીણ હતી. હકીકતમાં તે ખીણની બીલકુલ વચ્ચોવચ આવી પહોંચ્યો હતો. જ્યાંથી ઉપર જવાનો કોઈ રસ્તો ન હતો અને નીચે ઉંડી ખાઈ હતી. બીજી તરફ હાથમાં ઈજા થવાને લીધે તે કોઈપણ દિશામાં આગળ વધી શકે તેવી શક્યતા ન હતી. આખરે, તેણે ગજવામાંથી મોબાઈલ ફોન કાઢ્યો હતો અને તેના મીત્રને ફોન જોડીને પોતાની સ્થીતીથી તેને અવગત કરાવ્યો હતો અને મદદની માગણી કરી હતી. જેથી તેના મીત્રે વહિવટી તથા પોલીસ તંત્રને આ બાબતની જાણ કરી હતી. જેથી પોલીસ તથા વહિવટી અધિકારીઓની ટૂકડી તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પોલીસે ખીણમાં ખાબકેલા યુવાનને શોધવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ, રાત્રીનાં અંધકારમાં તેને શોધવો મુશ્કેલ નહીં પરંતુ, નામુમકીન જણાતુ હતુ. આખરે, અધિકારીઓએ હાલોલ અને વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી મોડીરાત્રે ફાયરબ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી. દરમિયાન, પોલીસે સ્થાનીક માઉન્ટેનિયર શ્રેયસ શાહની મદદ લીધી હતી. રાત્રે એકાદ વાગ્યે ઘટના સ્થળે પહોંચેલો આ પર્વતારોહક રાત્રીનાં અંધકારમાં પણ દોરડા બાંધીને સડસડાટ ખીણમાં ઉતરી ગયો હતો. જ્યાં તેણે ભરતનાં નામની બૂમો..પાડી હતી. જે દરમિયાન ખીણની અંદરથી ભરતે બૂમ મારીને જણાવ્યુ હતુ કે, હું અહિંયા છું..જેથી પર્વતારોહક તેની નજીક સુધી પહોંચી ગયો હતો. પરંતુ, તેને બહાર કાઢવો જોખમરૃપ જણાતા આખરે, તેણે રિસ્ક લીધુ ન હતુ. પરંતુ, આખી રાત તે ભરતની નજીકમાં બેસી રહ્યો હતો અને તેને દિલાસો આપતો હતો. વહેલી સવારે વડોદરા ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતુ. પરંતુ, ગાઢ ધુમ્મસ અને ઝાકળનાં કારણે ખીણમાં પ્રવેશવુ જોખમી સાબિત થતુ હતુ. જેથી એક તબક્કે બચાવ કામગીરી પડતી મુકવામાં આવી હતી. થોડા સમય બાદ સુર્યોદય થતા ફરીથી આ કામગીરી શરૃ કરવામાં આવી હતી. આ વખતે ફાયરબ્રિગેડનાં જવાનો સાથે વડોદરાનાં વધુ બે પર્વતારોહકો પણ હતા. રાહુલ અને મિતલ નામના આ બે યુવાનો દોરડા બાંધીને ખીણમાં ઉતર્યા હતા. ખીણમાં અંદરનાં ભાગે શ્રેયસ શાહ મૌજુદ હતો. ઉપરથી નીચે ઉતરી રહેલા યુવાનો સાથે ફાયરબ્રિગેડનાં બે જવાનો પણ હતા. આમ, ઉપરથી વધુ ચાર જણા નીચે ઉતર્યા હતા અને તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં શ્રેયસ શાહની મદદથી તેમણે ભરતને શોધી કાઢ્યો હતો અને ત્યારબાદ તેના સુધી પહોંચીને તેને એક સ્ટ્રેચર ઉપર બાંધવામાં આવ્યો હતો. આ સ્ટ્રેચરને દોરડા સાથે બાંધવામાં આવ્યુ હતુ અને ત્યારપછી તેને ઘસેડીને ચારસો ફુટ જેટલી ઉંચાઈ સર કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન સ્ટ્રેચરમાં સૂતલો ભરત બિલકુલ સલામત રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. આખરે, બપોરે ત્રણેક વાગ્યાનાં સુમારે રેસ્ક્યૂ ટીમે ભરત ભટ્ટીને સલામત રીતે ઉપર સુધી પહોંચાડી દીધો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેના બંને હાથમાં ફ્રેકચર થયુ હોવાથી તબિબોએ તેની સારવાર શરૃ કરી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved