Last Update : 03-September-2012, Monday

 

અંતે વાટાઘાટોની તૈયારી ઃ સ્વતંત્ર તપાસની માંગ
કોલ લીઝ રદ કરો, સંસદ ચાલવા દઇશું ઃ ભાજપ

વડાપ્રધાનના રાજીનામાની માગણી ચાલુ રાખીશું ઃ પોતાના મૌન માટે ગર્વ લેનારા મનમોહન પ્રથમ વડાપ્રધાન ઃ સુષ્મા

(પીટીઆઇ) મુંબઇ, તા. ૨
ભાજપે પોતાના વલણમાં નરમાશ દાખવતા જણાવ્યું હતું કે જો કોલ લાયસન્સ રદ કરવામાં આવશે અને કોલ બ્લોકની ફાળવણીની તપાસ કરાવવાનો આદેશ આપવામાં આવશે તો તે સંસદની કાર્યવાહી ચાલવા દેશે. જો કે ભાજપે સ્પષ્ટતા કરી હતી કે તે આ મુદ્દે વડાપ્રધાન મનમોહન સિંહના રાજીનામાની પોતાની માંગ પર અડગ છે.
કોલ ફાળવણી કૌભાંડ અંગે મૌન રહેવાના વડાપ્રધાનના નિવેદનની ટીકા કરતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે આજે જણાવ્યું હતું કે મનમોહન સિંહ દેશના એવા પ્રથમ વડાપ્રધાન છે જે પોતાના પર મૌન પર ગર્વ અનુભવે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મનમોહન સિંહે એક ઉર્દૂ શાયરી દ્વારા જણાવ્યું હતું કે હજારો પ્રશ્નો કરતા મારું મૌન સારુ છે.
મુંબઇમાં પત્રકાર પરિષદને સંબોધતા લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કેે જ્યારે સોનિયા ગાંધીએ મારી સાથે વાત કરી ત્યારે મે તેમને સ્પષ્ટપણેે જણાવ્યું હતું કે કોલ બ્લોકની ફાળવણી રદ કરવી પડશે તથા આ મુદ્દે સ્વતંત્ર તપાસ કરાવવાનાં આદેશ જારી કરવા પડશે. સ્વરાજે જણાવ્યું હતું કે 'મેં સોનિયાજીને કોલ બ્લોકની ફાળવણી રદ કરવા અને સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવવા જણાવ્યું હતું. જો તમે આ બંને માંગોનો સ્વીકાર કરશો તો અમે સંસદની કાર્યવાહી ચાલવા દઇશું અને આ મુદ્દે ચર્ચા પણ કરીશું'.
ઉલ્લેખનીય છે કે ડાબેરીઓ, સમાજવાદી પાર્ટી, ટીડીપી અને અન્ય કેટલાક પક્ષોએ સંસદની કાર્યવાહી ચાલવા દેવાની માંગ કરી હતી. એનડીએના મહત્વપૂર્ણ ઘટક જેડી(યુ) પણ ઇચ્છે છે કે સંસદની કાર્યવાહી ચાલવા દેવામાં આવે જેથી કોલ બ્લોક મુદ્દે સરકારને ઉઘાડી પાડી શકાય.
સ્વરાજે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનના રાજીનામાની માંગ પર અમે અડગ છીએ. કોલ બ્લોક ફાળવણી કૌભાંડની નૌતિક જવાબદારી લઇ વડાપ્રધાન મનમોહન સિંહે રાજીનામુ આપી દેવુ જોઇએ. તેમણે જણાવ્યું હતું કે ભાજપ પોતાના વલણમાં નરમ પડયો હોવાના મિડીયામાં જારી કરવામાં આવેલા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.
સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે કોલ બ્લોકની ફાળવણી કરવાના સમયે વડાપ્રધાન કોલસા મંત્રાલયના ઇનચાર્જ હોવાથી ભાજપ આ કૌભાંડ માટે તેમને જવાબદાર ઠેરવે છે. તેમણે જણાવ્યું હતું કે ૭ સપ્ટેમ્બરે સંસદનું સત્ર પૂરુ થયા પછી અમે આ મુદ્દો શેરીઓમાં લઇ જઇશું.
ભાજપના વરીષ્ઠ નેતા એલ. કે. અડવાણીએ પણ આજે પોતાના બ્લોગમાં જણાવ્યું હતું કે જો ફાળવવામાં આવેલા બ્લોક રદ કરવામાં આવશે અનેે તેની નિષ્પક્ષ તપાસ કરવાના આદેશ આપવામાં આવશે તો અમે સંસદમાં જારી ગતિરોધનો અંત લાવવા માટે તૌયાર છીએ.
ભોપાલમાં ભાજપના પ્રવક્તા રવિ શંકરપ્રસાદે જણાવ્યું હતું કે જ્યારે સીબીઆઇ તપાસ કરી રહી હોય અને પ્રાથમિક તપાસમાં જ તેને અનિયમિતતાઓ જોવા મળી હોય તો વડાપ્રધાન મનમોહન સિંહ કંઇ રીતે પોતાના પદે રહી શકે?
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved