Last Update : 03-September-2012, Monday

 

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે

 

મુંબઈ,શનિવાર
પાક ઓછો અને મોડો આવવાની દહેશતે આવશ્યક ચીજવસ્તુઓનાં ભાવ ઊંચા રહ્યા છે તેમને નીચા લાવવા અન્ન મંત્રાલયે કેટલાક પગલાઓની જાહેરાત કરી હતી. ઓક્ટોબરથી શરૃ કરી એક વર્ષ માટે કઠોળ અને ખાદ્યતેલોની સ્ટોક મર્યાદા લંબાવવા વિચારણાધીન છે. અધિકારીઓએ એવો નિર્દેશ આપ્યો હતો કે સ્ટોક લિમીટ સબસીડી સ્કીમમાં ફેરફાર જાહેર કરવામાં આવે તેની સાથે જ જાહેર કરાશે. ચોખા માટે સ્ટોક હોલ્ડીંગ લિમીટ જાહેર કરાય એવી પણ સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
ખાંડના ભાવો અંકુશમાં લાવવા ૧૦ ટકાનાં લેવી ક્વોટા ઉપરાંત નોન લેવી ક્વોટામાંથી વધુ પાક છૂટી કરાશે
ખાંડના વધતા જતા ભાવોને અંકુશમાં લેવા અન્ન મંત્રાલયે વધારાની ખાંડ બજાર માટે છૂટી કરવાનો નિર્ણય લીધો છે. ૧૦ ટકાનો લેવી ક્વોટા યથાવત્ રાખી નોન- લેવી ક્વોટામાં વધારાનો જથ્થો છૂટો કરવાની યોજના છે. ખાંડની નિકાસ લગભગ બંધ થઈ ગઈ છે. કેમકે વિશ્વબજારમાં અને ઘરઆંગણેનાં ભાવ સાનુકૂળ નથી. હાલ સ્થાનિક ભાવ રૃ.૩૩.૩૪ જેવા ચાલે છે.
તદુપરાંત અન્ન મંત્રાલય કઠોળ અને ખાદ્યતેલોનું જાહેર વ્યવસ્થા હેઠળ વિતરણ કરીને તેમને સબસીડાઈઝ કરવા માંગે છે. હાલમાં આ બન્ને ચીજો બે યોજનાઓ હેઠળ પ્રાપ્ત કરવામાં આવે છે. પ્રથમ, નેશનલ કો-ઓપરેટીવ કન્ઝયુમર ફેડરેશન ઓફ ઈન્ડીયા (એનસીસીએફ) સબસીડાઈઝડ ભાવે જાહેર વિતરણ વ્યવસ્થાને કઠોળ આપે છે. આ યોજના હેઠળ એનસીસીએફે પ્રાપ્ત કરેલ કઠોળની કિંમતની ૨૫ ટકા કોસ્ટ તેને ભરપાઈ અપાય છે. બીજી યોજના અન્વયે નાફેડ (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન ઓફ ઈન્ડીયા) કઠોળ પ્રાપ્ત કરી તેનું વિતરણ કરે છે અને તેને પ્રોકટોરમેન્ટ કોસ્ટનાં ૧૫ ટકા ભરપાઈ અપાય છે. આ બન્ને યોજનામાં એજન્સીઓ અને મંત્રાલય પણ ફેરફારો ઈચ્છે છે.
સરકારે કઠોળ અને ખાદ્યતેલોની આયાતોની છૂટ તો આપી જ છે.
ગયા વર્ષે ૯૯.૭ લાખ હેકટરમાં કઠોળનું વાવેતર થયું હતું તેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર ૮૮.૩ લાખ હેકટરનું જ વાવેતર થયું છે. તેલિબિયાનું વાવેતર ૧૬૯.૯ લાખ સામે ૧૬૪.૨ લાખ હેકટરમાં થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારતે અંદાજે ૨૫થી ૩૫ લાખ ટન કઠોળ અને ૮થી ૯ લાખ ટન ખાદ્યતેલની આયાતો કરી હતી. દરમિયાન સરકારે ખોળની તમામ વેરાયટી પરની આયાત જકાત નાબૂદ કરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved