Last Update : 03-September-2012, Monday

 

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

 

મુંબઈ,શનિવાર
જુલાઈ સુધીના વર્તમાન નાણાકીય વર્ષનાં પ્રથમ ચાર માસમાં દેશની રાજકોષીય ખાધ રૃ.૨.૬૪ લાખ કરોડ થઈ ગઈ છે જે ૨૦૧૨-૧૩નાં બજેટ એસ્ટીમેટની રૃ.૫.૧૩ કરોડની સરખામણીએ ૫૧.૫ ટકા જેટલી થાય છે. આમ પ્રણવ મુખરજીએ રાષ્ટ્રપતિ ભવનમાં જવાની તૈયારીમાં વિશેષ ધ્યાન ન આપ્યું, વચગાળામાં કાર્યભાર પોતાના હાથમાં લઈ મનમોહન સિંઘે માસ્તર માટે ય નહીં અને ભણાવેલ નહીં એવો તાલ કર્યો અને ચાર મહીનામાં બાર મહીના માટે ધારેલ ડેફિલીટમાંથી અડધે સુધી તો પહોંચી ગયું આમ હવે નાણા ખાતાનો હવાલો સંભાળનાર ચિદમ્બરમ માટે આ ખાધને અંકુશમાં રાખવાની લોઢાના ચણા ચાવવા જેવી કપરી ચેલેન્જ છે.
ચાર મહીનામાં બજેટ ડેફીસીટ બાર મહીનાનાં અંદાજનાં અડધા સ્તરે પહોંચી ગયું
તેમાં પણ દુકાળની પરિસ્થિતિ જોતાં સરકારી તિજોરી પર રાહત કાર્યો માટે અપાનાર આર્થિક સહાયનું ભારણ આવતા ડેફીસીટ ક્યાં જઈને આકશે એ ચિંતાનો વિષય છે. એપ્રીલથી જૂનનાં ત્રિમાસમાં જીડીપીનાં ૮.૧ ટકાનાં સ્તરે રોજકોષીય ખાધ પહોંચી ગઈ છે અને તેથી જ આર્થિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે શું સરકાર બજેટમાં જણાવ્યા મુજબ જી.ડી.પી.નાં ૫.૧ ટકા સુધી નાણાકીય ખાધને લાવવામાં સફળ નિવડશે ખરા?સરકારી આવક કરતા જાવકની વૃધ્ધિ જૂન સુધીમાં રૃ.૧.૯૦ લાખ કરોડ હતી કે જુલાઈમાં રૃ.૨.૬૪ લાખ કરોડ થઈ જતાં ૩૮.૮ ટકાના પ્રમાણમાં વધી હતી. જૂન કવાર્ટરનાં જીડીપી ડેટા અનુસાર સરકારનો આખરી વપરાશી ખર્ચ ૯ ટકાનાં જંગી પ્રમાણમાં વધ્યો હતો જે ગત વર્ષનાં તેજ સમયગાળામાં ૪.૮ ટકાના પ્રમાણમાં જ વધ્યો હતો. માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસમાં આવો વૃધ્ધિ દર ૪.૧૩ ટકાનો હતો. આ ખર્ચ વૃધ્ધિનાં કારણે સામાજિક ખાનગી અને કોમ્યુનિટી સેવાઓમાં ૭.૯ ટકાનો વિકાસ જરૃર નોંધાયો, પણ તે ફિસ્કલ ડેફિસીટને વણસાવીને!જુલાઈ સુધીમાં કુલ આવકો રૃ.૧.૭૨ લાખ કરોડ થઈ જે બજેટો આવકનાં એસ્ટીમેટનાં માત્ર ૧૭.૭ ટકા જ થઈ હતી. જ્યારે કુલ ખર્ચ બજેટ એસ્ટીમેટનાં ૩૦ ટકાએ પહોંચી રૃ.૪.૩૭ લાખ કરોડ થયું હતું. સરકારનો નોન- પ્લાન ખર્ચ ૪૩.૪ ટકા વધી રૃ.૩.૨૩ લાખ કરોડ થયો હતો જે જૂન સુધીમાં રૃ.૨.૨૫ લાખ કરોડમાં સ્તરે જ હતો.વર્તમાન નાણાકીય વર્ષનાં પ્રથમ ચાર માસમાં કરવેરાની આવક રૃ.૧.૪૨ લાખ કરોડ થતાં બજેટ ટારગેટનાં ૧૮.૫ ટકા થઈ હતી. એક વર્ષ પૂર્વેનાં સમાન સમયગાળામાં આવી આવક બજેટનાં ૧૭.૨ ટકાનાં સ્તરે હતી. નોન-ટેક્સ રેવન્યુ બજેટ ટારગેટનાં ૧૫.૮ ટકાનાં સ્તરે રહ્યો હતો જે ગયા વર્ષે આજ સમયે બજેટ ટારગેટનાં ૧૮.૪ ટકાનાં સ્તરે હતું. વર્ષનાં બાકીના સમયમાં કરવેરાની વસૂલાતમાં સુધારો થાય તો જ ડેફીસીટ કાંઈક કાબૂમાં આવશે એવું અર્થશાસ્ત્રીઓનું માનવું છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved