Last Update : 03-September-2012, Monday

 

અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો

સોનું ઉછળી રૃ.૩૧૭૨૫ બોલાતાં નવો રેકોર્ડ થયો ઃ ચાંદી રૃ.૬૦,૦૦૦ને પાર

મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં ઝડપી ઉછાળો નોંધાયો હતો. સોનાના ભાવો આજે મુંબઈ બજારમાં ૧૦ ગ્રામના રૃ.૫૨૦થી ૫૩૫ ઉછળી નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા. અમદાવાદમાં આજે સોનાના ભાવો રૃ.૫૦૦ ઉછળી ૯૯.૫૦ના રૃ.૩૧૫૨૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૬૭૫ બોલાતાં નવો રેકોર્ડ થયો હતો. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૫૫૦ ઉછળી ૯૯.૫૦ના રૃ.૩૧૫૨૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૭૨૫ બોલાતાં નવી ઉંચી ટોચ દેખાયાના સમાચારો હતા. ચેન્નાઈમાં સોનાના ભાવો રૃ.૫૪૦ વધી રૃ.૩૧૫૭૫ જ્યારે કલકત્તામાં ભાવો રૃ.૫૪૦ વધી રૃ.૩૧૭૧૫ બોલાયા હતા.
ઝવેરીબજારમાં રેકોર્ડ બ્રેક ઉછાળો ઃ અમેરીકામાં વધુ સ્ટીમ્યુલ્સ પેકેજ અપાવાની આશાએ વિશ્વબજારમાં ભાવોમાં સ્પ્રિંગ જેવો ઉછાળો
વિશ્વબજારમાં સોનાના ભાવોમાં ભડકો થઈ જતાં ઘરઆંગણે આજે ઝવેરીબજારોમાં તેજી ફાટી નિકળી હતી. સોનામાં તીવ્ર તેજીના પગલે આજે ચાંદીના ભાવોમાં પણ સ્પ્રિંગ જેવો ઉછાળો આવ્યો હતો. મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના રૃ.૨૦૪૦ ઉછળી રૃ.૬૦૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના શુક્રવારે સાંજે ૧૬૬૧.૫૦થી ૧૬૬૨ ડોલર બોલાઈ રહ્યા હતા તે ઝડપી ઉછળી શુક્રવારે મોડી રાત્રે ૧૬૯૪થી ૧૬૯૫ ડોલર બોલાઈ આજે છેલ્લે ૧૬૯૧.૫૦થી ૧૬૯૨ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૦.૭૪ ડોલરવાળા ઉછળી આજે છેલ્લે ૩૧.૭૪થી ૩૧.૭૬ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૦૭૨૦ વાળા વધી રૃ.૩૧૨૫૫ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૮૮૦ વાળા ઉછળી રૃ.૩૧૪૦૦ બોલાયા હતા. મુંબઈ ચાંદી ૯૯૯ના ભાવો કિલોના રૃ.૫૮૧૦૦ વાળા ઉછળી રૃ.૬૦૧૪૦ બોલાઈ ગયા હતા. દિલ્હીમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૨૨૫૦ વધી રૃ.૫૯૫૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૨૨૭૫ વધી રૃ.૫૯૦૧૫ રહ્યાના સમાચારો હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવો રૃ.૫૦૦૦ વધી રૃ.૭૫થી ૭૬ હજાર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં આર્થિક વિકાસને વેગ આપવા આગળ ઉપર નવા સ્ટીમયુલસ પેકેજો આપવામાં આવશે એવો સંકેત ફેડરલ રિઝર્વ દ્વારા આપવામાં આવતાં વિશ્વબજારમાં શુક્રવારે રાત્રે સોનાના ભાવો સડસડાટ વધી ગયા હતા. દિલ્હીમાં આજે સોનાના ભાવો રૃ.૫૫૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૧૫૨૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૭૨૫ બોલાયા હતા. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે આજે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ આસમાને પહોંચી હતી.
સામે આવકો પણ ટાંચી રહેતાં ઘરઆંગણે આજે હાજર બજારમાં બંને કિંમતી ધાતુઓમાં નવી વેચવાલી અટકી ગઈ હતી. જોકે ઉંચા ભાવોના કારણે બજારમાં આજે નવી માંગ પણ છૂટીછવાઈ રહ્યાના નિર્દેશો હતા. મુંબઈમાં મોડી સાંજે આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૧૨૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૪૦૦ બોલાઈ રહ્યા હતા. જ્યારે સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો વધી રૃ.૩૬૭૦૦૦ રહ્યાના નિર્દેશો હતા. ચાંદીના ભાવો મુંબઈમાં છેલ્લે રૃ.૬૦૧૦૦થી ૬૦૨૦૦ રહ્યા હતા. કેશમાં ભાવો જોકે આ ભાવોથી રૃ.૧૧૦૦થી ૧૨૦૦ નીચા બોલાઈ રહ્યાની ચર્ચા હતી. કેશમાં માલોની છૂટ રહી હતી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved