Last Update : 03-September-2012, Monday

 

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે

 

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
ભારતની આર્થિક- જીડીપી વૃદ્ધિ જૂન, ૨૦૧૨ના અંતના પ્રથમ ત્રિમાસિકમાં ૫.૨ ટકાની અપેક્ષા સામે ૫.૫ ટકા હાંસલ થયા છતાં આ વૃદ્ધિને આગળ વધારી શકાશે કે નહીં એની અનિશ્ચિતતા પ્રવર્તમાન નેગેટીવ પરિબળોએ યથાવત હોવાનું બજારનું સેન્ટીમેન્ટ ગત સપ્તાહના અંતે ડહોળાયેલું જ રહ્યું છે. ઓગસ્ટ વલણનો અંત અફડાતફડી બાદ પોઝિટીવ બતાવાયો, પરંતુ સપ્તાહના અંતે જીડીપીના અપેક્ષાથી વધુ વૃદ્ધિના આંકડા છતાં રાજકીય મોરચે કોલસા માઇનીંગ ફાળવણીના કૌભાંડ મામલે વિપક્ષોએ સરકારને ભીંસમાં લેવાનું ચાલુ રાખ્યું હોઇ આર્થિક સુધારા અટવાઇ પડયા હોવાથી ઉદ્યોગોને વ્યાજ દરો કે અન્ય રાહતો કે પછી ચાલુ ખાતા કે રાજકોષીય ખાધ ઘટાડા માટેના પગલા પૈકી ડીઝલ-એલપીજીનો ભાવ વધારો કરવો કે અન્ય સબસીડી બોજ ગુજરાત, હિમાચલ પ્રદેશની ડીસેમ્બરમાં યોજાનારી ચૂંટણી સાથે ૧૦ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓને લઇ સરકાર માટે પણ વધુ મોકળાશની સ્થિતિ નથી.
રેટીંગ ડાઉનગ્રેડના વધેલા જોખમે એફઆઇઆઇ કડાકો બોલાવશે!
કોલસા માઇનીંગ મામલે સંસદના બન્ને ગૃહોની કામગીરી સતત ખોરવાયેલી રહી હોઇ સરકાર માટે વધુ બદનામી ટાળવા કોલસાની ખાણોની ફાળવણી રદ કરવાનું વધી રહેલું દબાણ શક્ય છે કે કેટલીક ખાનગી કંપનીઓને ફાળવણી રદ કરીને વિરોધનો વંટોળ શાંત પાડવાનો પ્રયાસ કરાય. અલબત હવે ફાળવણી રદ કરે તો ફરી ટુજી સ્પેક્ટ્રમ કૌભાંડની જેમ રોલબેક ગર્વમેન્ટ તરીકે સરકાર વધુ બદનામ થાય અને આ રોલબેકને વિદેશી સંસ્થાકીય રોકાણકારો સાથે ભારતમાં એફડીઆઇ રોકાણ કરવા ઇચ્છુક મલ્ટિનેશનલો નવા રોકાણથી દૂર રહે અને આ પરિસ્થિતિમાં ભારતનું રેટીંગ ડાઉનગ્રેડ થવાનું જોખમ વધી જાય. જેથી કોલગેટ મામલો ૮, સપ્ટેમ્બર સુધીમાં શાંત નહીં પડવાના સંજોગોમાં અને આર્થિક સુધારા અભરાઇ પર જ રહેવાની પરિસ્થિતિમાં એફઆઇઆઇ ઇન્ડિયા એઐક્ઝિટ કરી શેરોમાં મોટો કડાકો બોલાવી શકે છે.
હજુ વધુ કરેક્શન શક્ય ઃ બાદમાં કોન્સોલિડેશનનો લાંબો તબક્કો જોવાશે
ઓગસ્ટમાં ચોમાસાની પ્રગતિ કંઇક અંશે સારી રહી છે. અછતવાળા ઘણા વિસ્તારોમાં વરસાદથી મોટા દુકાળની શક્યતા ઘટી છે. પરંતુ હજુ સુધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સ્વીકાર્ય સ્તરે ફુગાવો-મોંઘવારી નહીં આવી હોવાથી અને સરકાર પણ ચૂંટણીઓ નજીક આવી રહી ફુગાવા મામલે વધુ જન આક્રોશ વહોરી લેવા તૈયાર નથી. ત્યારે હાલ વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા ધૂંધળી છે. કોર્પોરેટ ઇન્ડિયા હવે સરકારના સ્થગિત વલણથી આક્રોશ ઠાલવવા લાગ્યું છે, અને વર્ષ ૧૯૯૧ કરતા પણ વર્તમાન પરિસ્થિતિ ખરાબ હોવાનો આક્રોશ પણ કોર્પોરેટ ઇન્ડિયાની સપ્ટેમ્બર ૨૦૧૨ અંતના બીજા ત્રિમાસિક માટે કપરાં ચઢાણનો સંકેત આપે છે. જેથી હાલ તુરંત બજાર વધુ કરેક્શન બતાવી કોન્સોલિડેશનના લાંબા દોરમાં જતું રહેવાની શક્યતા વધી છે. એફઆઇઆઇના પાછલા દિવસોમાં શેરોમાં રોજબરોજ ચોખ્ખી ખરીદીના આંકડા ઓગસ્ટમાં રૃા. ૧૦૮૦૩ કરોડની ખરીદીના આવ્યા છે. પરંતુ આ ખરીદી ઇન્ડેક્ષના અમુક હેવીવેઇટ શેરો પૂરતી મર્યાદિત રહી છે. જે વધુ સીમિત બનતી જોવાશે. આમ જનતા બજારથી દૂર છે. ખેલાડીઓ-મહારથીઓ ચૂપ છે. ક્રિકેટના મેદાનમાં આ ખેલાડીઓ- મહારથીઓ હજુ ઉતર્યા નથી, ત્યારે આમ જનતા ક્યાંથી આવે! વોલ્યુમ વિનાના બજારમાં અણધાર્યા હજુ મોટા આચકાં જોવાશે. આ બજારમાં અત્યારે વિશ્વસનીય પ્રમોટરો સાથે પોતાના બિઝનેસમાં અવ્વલ નંબરે રહેલી અને પ્રભુત્વ ધરાવતી કંપનીઓના શેરોમાં ટૂકડે ટૂકડે રોકાણ કરવાનો વિકલ્પ અપનાવી શકાય. જે બજારના કરેક્શન કોન્સોલિડેશન બાદની તેજીમાં ઉંચું વળતર અપાવી જશે.
સોમવારે ઓસ્ટના આયાત-નિકાસ આંકડા, એચએસબીસી મેન્યુ. પીએમઆઇ
આંતરરાષ્ટ્રીય મોરચે યુ.એસ. ફેડરલ રિઝર્વના ચેરમેન બેન.એસ. બર્નાકે શુક્રવારે અમેરિકાની રીકવરીને વેગ આપવા બોન્ડસમાં વધુ ખરીદી શક્ય હોવાનું પોઝિટીવ નિવેદન કર્યું પરંતુ હજુ વૈશ્વિક બજારો પણ કોઇપણ પોઝિટીવ કારણ છતાં સાવચેતી બતાવી રહ્યા છે. હવે યુરોપના ઓગસ્ટના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્ષ અને ૬, સપ્ટેમ્બરના યુરો ઝોનના જીડીપી આંક પર નજર રહેશે.ભારતમાં ૩, સપ્ટેમ્બરના સોમવારે ઓગસ્ટ મહિનાના આયાત-નિકાસના જાહેર થનારા આંકડા અને ભારત માટેના એચએસબીસી મેન્યુફેક્ચરીંગ પીએમઆઇના ઓગસ્ટ મહિનાના આંક ૩, સપ્ટેમ્બરના અને ૫, સપ્ટેમ્બરના સર્વિસિઝ પીએમઆઇના આંક પર નજર રહેશે. આગામી સપ્તાહમાં સેન્સેક્ષ ઉપરમાં ૧૭૭૩૩થી નીચામાં ૧૭૧૧૧ વચ્ચે અને નિફ્ટી ઉપરમાં ૫૩૬૬થી નીચામાં ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે.
ડાર્ક હોર્સ ઃ નેશનલ પેરોક્સાઇડ ઃમજબૂત બોનસ ઉમેદવાર
સંપૂર્ણ ડેટ-ઋણ મુક્ત રૃા. ૧૦ પેઇડ અપ માત્ર બીએસઇ ઃ ૫૦૦૨૯૮ લિસ્ટેડ ISO 9001: 2008 સર્ટિફાઇડ, નેશનલ સેફ્ટી એવોર્ડ- ૨૦૦૯ મેળવનાર, ફોબર્સની એશીયાની ૨૦૦ શ્રેષ્ઠ એક અબજ ડોલરની અંદર આવક ધરાવતી કંપનીઓની યાદીમાં સમાવિષ્ટ કંપની પ્રમુખ ઉત્પાદન 'હાઇડ્રોજન પેરોક્સાઇડ' કરે છે. આ સિવાય, 'સોડીયમ પરબોરેટ' અને '૫૨ એસીટીક એસીડ' આમ ત્રણ પ્રકારના કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. વર્ષ ૨૦૧૨ માર્ચ અંતના કંપનીએ વાર્ષિક ૫૬ હજાર ટનની તેની ક્ષમતા વધારીને ૮૪૦૦૦ ટન કરી છે. ભારતમાં કુલ વાર્ષિક ૨.૦૨ લાખ ટનની ક્ષમતા અને વપરાશ બન્ને ઉપલબ્ધ છે. જેમાં કંપનીનો બજાર હિસ્સો જ ૪૦ ટકાથી વધુ છે. ભારતની આંતરિક માગ દર વર્ષે પાંચ ટકા એટલે કે વાર્ષિક ૧૦,૧૦૦ ટનના દરે વધી રહી છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ મુખ્યત્વે પેપર ઉદ્યોગમાં વપરાશમાં લેવાય છે. આ સિવાય બીજા નંબરે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. કંપની OHSAS- 18001- 2007, ISO 50001 : 2011 : મેનેજમેન્ટ સિસ્ટમ અમલી કરવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે. કંપની સંપૂર્ણ ઋણ-ડેટ મુક્ત હોવાથી હજુ ત્રણ ટૂકડે કુલ વાર્ષિક ૧.૫૦ લાખ ટનની ક્ષમતા આંતરિક નાણા સ્ત્રોત થકી વધારવાનું નક્કી કર્યું છે. (માહિતી ઃ વાર્ષિક રીપોર્ટ અને એજીએમ મુજબ)
પ્રમોટર્સ ઃ ભારતીય પ્રમોટર્સ ઃ ૪૪ ટકા વાડિયા ગુ્રપ ઃ બ્રિટીનીયા ઇન્ડસ્ટ્રીઝ, બોમ્બે ડાઇંગ, ગો એરલાઇન્સ, નેશનલ પેરોક્સાઇડનું મળીને એકત્રીત વેચાણ રૃા. ૧૪૦ અબજથી વધુ ધરાવતા નોવરોસજી વાડિયા એન્ડ સન્સ, નસલી વાડિયા ગુ્રપ, કંપનીના ચેરમેન નેસ વાડિયા, આ ગુ્રપની એવીયેશન, રીટેલ, હેલ્થકેર, ઓટો કોમ્પોનન્ટસ, પ્લાન્ટેશન, એન્જિનિયરીંગ, કેમિકલ અને ફ્રૂડમાં હિસ્સો ધરાવે છે.
વિદેશી પ્રમોટર્સ ઃ સોલ્વે એસએ, ૨૬.૦૯ ટકા હોલ્ડિંગ વિશ્વની ત્રણ ટોચની કંપનીઓમાં એક સોલ્વે એસએ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં વિશ્વ અગ્રણી, સ્પેશ્યલ પોલીમર્સ અને સોડાએશમાં વિશ્વ અગ્રણી ૧૨૬૯.૩૦ કરોડ યુરોનું કુલ વેચાણ (૨૮૩.૬૦ કરોડ યુરો કેમિકલ્સમાંથી, ૩૬૮.૬૦ કરોડ યુરો પ્લાસ્ટિકમાંથી અને ૬૧૭.૧૦ કરોડ યુરોની આવક રોહડિયામાંથી મેળવે છે. જે પ્રમોટર્સ કંપનીમાં ૨૬.૦૯ ટકા હોલ્ડિંગ ધરાવે છે.
અપેક્ષીત ઇપીએસ રૃા. ૧૦૧ સામે માત્ર રૃા. ૪૩૮ ભાવે ૪.૩૩ના પી/ઇએ ઉપલબ્ધ
ભારતીય પ્રમોટરોએ વર્ષ ૨૦૦૯, વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૧માં બજારમાંથી બજાર ભાવે ૨,૬૭,૨૦૬ (૪.૬૫ ટકા), શેરો ખરીદીને પોતાનો હિસ્સો ૩૯.૩૫ ટકાથી વધારી ૪૪ ટકા કર્યો છે.
બોનસ ઃ વર્ષ ૨૦૦૬માં બુક વેલ્યુ રૃા. ૨૫૦ની ઉપર જતાં દરેક બે શેરદીઠ ત્રણ શેર બોન્સ આપેલું હતું. જેથી કંપનીની કુલ ઇક્વિટી ૫૭,૪૭,૦૦૦ શેરોમાંથી ૩૪,૪૪,૮૨૦ શેરો બોનસના છે. આ સિવાય લિસ્ટિંગ પહેલા ૪,૦૪,૦૦૦ શેરો બોનસ આપેલા એ મળીને કુલ ઇક્વિટીમાં ૭૬.૩૯ ટકા શેરો બોનસ ઇક્વિટી થકી છે. કંપનીની વર્ષ ૨૦૧૨ પ્રમાણે બુક વેલ્યુ રૃા. ૨૫૮ છે. જે વધીને ચાલુ નાણાકીય વર્ષમાં રૃા. ૩૫૦ ઉપર જશે. જેથી ફરી બોનસ ઉમેદવાર બની શકે છે.
ડિવિડન્ડ ઃ વર્ષ ૨૦૦૮માં ૮૦ ટકા, વર્ષ ૨૦૦૯માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૧૦માં ૧૦૦ ટકા, વર્ષ ૨૦૧૧માં ૧૨૦ ટકા, વર્ષ ૨૦૧૨માં ૧૨૦ ટકા.
રીઝલ્ટ ઃ નાણાકીય વર્ષ માર્ચ ૨૦૧૧માં ચોખ્ખો નફો રૃા. ૫૬.૯૨ કરોડ થકી રૃા. ૯૯.૦૪ની ઇપીએસ શેરદીઠ કમાણી, નાણાકીય વર્ષ ૨૦૧૨માં વિસ્તરણ માટે પ્લાન્ટ બંધ રહેલો, જેથી ચોખ્ખો નફો રૃા. ૨૭.૮૬ કરોડ થકી રૃા. ૪૮.૪૮ ઇપીએસ મેળવી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ ત્રણ મહિના એપ્રિલથી જૂન ૨૦૧૨માં કંપનીએ વેચાણ રૃા. ૪૯.૨૯ કરોડ અને ૨૨.૮૮ ટકા એનપીએમ (નેટ પ્રોફીટ માર્જીન) થકી ચોખ્ખો નફો રૃા. ૧૧.૦૫ કરોડ મેળવી ઇપીએસ રૃા. ૧૯.૨૨ નોંધાવી છે. નાણાકીય વર્ષ માર્ચ ૨૦૧૧ના પ્રથમ ત્રણ મહિનામાં જ્યારે કોઇ પ્લાન્ટ બંધ નહોતા તે સમયગાળામાં કુલ વર્ષનું ૨૦.૪ ટકા વેચાણ પ્રથમ ત્રણ મહિનાનું હતું, તે રીતે ચાલુ વર્ષમાં કુલ રૃા. ૨૪૧.૬૦ કરોડ થકી ૨૪ ટકા એનપીએમ મેળવી ચોખ્ખો નફો રૃા. ૫૭.૯૮ કરોડ મેળવી ઇપીએસ રૃા. ૧૦૧ અપેક્ષીત છે. આમ બુક વેલ્યુ વધીને રૃા. ૩૫૮ થતાં મજબૂત બોનસ ઉમેદવાર તરીકે ઊભરી આવશે.
સારાંશ ઃ વાડિયા ગુ્રપ અને સોલ્વે એસએ દ્વારા ૭૦.૦૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, ૭૬.૩૯ ટકા બોનસ ઇક્વિટી ધરાવતી ફોર્બસ દ્વારા એશીયાની શ્રેષ્ઠ ૨૦૦ કંપનીઓમાં નામાંકીત, સંપૂર્ણ ઋણ મુક્ત, પ્રમોટરોએ ૪.૬૫ ટકા ઇક્વિટી એટલે કે ૨,૬૭,૨૦૬ શેરો બજારમાંથી બજાર ભાવે ખરીદેલ, અપેક્ષીત બુક વેલ્યુ રૃા. ૩૫૮ દ્વારા મજબૂત બોનસ ઉમેદવાર, અપેક્ષીત ઇપીએસ રૃા. ૧૦૧ સામે શેર રૃા. ૪૩૮ ભાવે માત્ર ૪.૩૩ ના પી/ઇએ ઉપલબ્ધ છે. કેમિકલ ઉદ્યોગના સરેરાશ પી/ઇ ૧૭ અને સોલ્વે એસએ જેવા વિદેશી પ્રમોટર્સ કંપનીઓના ૨૫ના પી/ઇ સામે ખૂબ જ મર્યાદિત રહી માત્ર ૯નો પી/ઇ ગણીએ તો પણ ભાવ રૃા. ૯૦૯ને પહોંચી શકનાર હાલ માત્ર બીએસઇ પર રૃા. ૪૩૮ ભાવે ઉપલબ્ધ છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved