Last Update : 03-September-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩-૦૯-૨૦૧૨, સોમવાર

અધિક ભાદરવા વદ ત્રીજ
આજે પંચક છે.
દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૧૫ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૨ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૦ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૨ મિ. (સૂ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મ રાશિ ઃ આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ ઉત્તરા ભાદર્પદ સવારના ૭ ક. ૩૦ મિ. સુખ પછી રેવતી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) - મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈન વીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ.ભા. ૧૨
માસ-તિથિ-વાર ઃ અધિક ભાદરવાવદ ત્રીજ ને સોમવાર.
- આજે પંચક છે. - વિષ્ટી ૮-૪૦ થી ૨૦-૪૦ સુધી. - મહાપાત વ્યતિપાત ૮.૫૦ સુધી.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૧૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૧૭ રોજ સરોશ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ સરકારી, ખાતાકીય, રાજકીય, કાનૂની, કામકાજમાં, નોકરી-ધંધા, ઘર પરિવારના વિવાદમાં આપે સંભાળવું પડે.
વૃષભ ઃ નોકરી-ધંધાના કામમાં યશ- સફળતા મળે. આવક થાય. ઉઘરાણી છુટી થાય. નવા કામ અંગેની ચર્ચા વિચારણા થાય.
મિથુન ઃ નોકરી-ધંધાના કામની વ્યસ્તતા રહે. લોખંડના, સોના ચાંદી, અનાજના ધંધામાં, તાંબાના ધંધામાં સાનુકુળતા રહે. કામ ઉકેલાય.
કર્ક ઃ નોકરી-ધંધાના કે અન્ય કામમાં ન્યના સહકારથી આપને હળવાશ, રાહત રહે. પરંતુ પરિવારના પ્રશ્ને ચિંતા રહે.
સિંહ ઃ નોકરી-ધંધામાં આકસ્મિક ચિંતા ઉપાધિના કારણે આપને શાંતિ રાહત જણાય નહીં. ખાતાકીય તકલીફ જણાય.
કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં સાનુકુળથા રહે. જુના સંબંધો સંસ્મરણો તાજા થાય. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય.
તુલા ઃ નોકરી-ધંધાના કામમાં મહેનતના પ્રમાણમાં ફળ ઓછું જણાય. પરંતુ આપનું કામ ઉકેલાયા. વધારાનું કામ થાય.
વૃશ્ચિક ઃ શેરોની લે વેચમાં, અન્ય જોખમી ધંધામાં તમારી ગણત્રી ધારણા કરતાં અવળુ બને. નોકરી-ધંધામાં તકલીફ પડે.
ધન ઃ શરીરમાં કળતર, સુસ્તી, કામનો કંટાળો જણાય. નોકરી-ધંધામાં ઘર પરિવારના પ્રતિકુળ સંજોગોથી રુકાવટ અનુભવો.
મકર ઃ નોકરી-ધંધાના કામ અંગે બહાર કે બહારગામ જવાનું થયા. જુના સંબંધો સંસ્મરણો તાજા થાય. આનંદ રહે.
કુંભ ઃ આપના રોજીંદા કામની વ્યસ્તતા રહે. નોકરી-ધંધાના કામમાં પ્રતિકુળતાથી આગળ વધવું પડે. ધીરજ રાખવી પડે.
મીન ઃ નકારાત્મક વિચારો- નિરાશા - ચિંતામાં આંતરિક મનોવ્યથા મુંઝવણમાં કામની એકાગ્રતા સ્થિરતા જળવાય નહીં.

 

જન્મ તારીખ વર્ષ સંકેત
આપના આજથી શરૃ થતા જન્મ વર્ષ દરમ્યાન પ્રતિકુળ સંજોગોમાં, તમારા જન્મના ગ્રહયોગની પ્રબળતા, તમારી ભક્તિ પૂજા તમને તમારા નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં સફળતા અપાવે. જેમને નોકરી ન હોય તેમને નોકરી મળવાથી, આવક આવવાથી રાહત રહે. ધંધામાં જોખમ કરવું નહીં. - પુત્ર પૌત્રાદિકના વિદ્યા ભણતર, વિવાહ-લગ્નના પ્રશ્ને ચિંતા, રુકાવટ, મુશ્કેલી અનુભવાય. સંતાનના આરોગ્યનું ધ્યાન રાખવું પડે. - સંયુકત પરિવાર, સંયુકત મીલકતના પ્રશ્ને વર્ષ પ્રતિકુળતાવાળું રહે. - સ્ત્રી વર્ગને ગાયનેક તકલીફ કમરની તકલીફ, અન્ય બિમારીથી ચિંતા ખર્ચ રહે. - વિદ્યાર્થીવર્ગને વર્ષાંરભથી ભણવામાં ધ્યાન આપવું પડે. મહેનત વધારે કરવી પડે.

 

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છેવટે છગને પોતાની પ્રેમિકા લીલીને ફોન પર કહ્યું, ''હવે આજ પછી હું તારી સોસાયટીમાં આંટા મારવા નહીં આવું.''
''કેમ?'' લીલી બોલી, ''શું થયું? કોઇએ ધમકાવ્યો તને?''
''ના, બસ, હવે મારી સોસાયટીમાં જ સેટીંગ થઇ ગયું...'' છગને જવાબ આપ્યો.

[Top]
 

આજ ની રેસીપી

ઘરમાં મીની પાર્ટી માટેની વાનગીઓ

મકાઈના બોલ્સ

 


સામગ્રી ઃ એક કપ મકાઈના દાણા, ૧/૨ કપ ચીઝની છીણ, ૧/૨ કપ પનીરની છીણ, બે સ્લાઇસ બ્રેડ (કિનારીઓ કાપેલી), ચાર બાફીને મસળેલું બટાટું, એક ચમચો બારીક સમારેલી કોથમીર, ૧/૨ ચમચો બારીક સમારેલ લીલાં મરચાં, એક ચમચી વાટેલું આદું, એક ચમચી વાટેલું લસણ, ૧/૨ કપ મેંદો અથવા વેસણ, ૧/૪ ચમચી સોડા, એક ચમચી મીઠું, એક ચમચી મરીનો પાઉડર, તળવા માટે તેલ.

 

રીત ઃ મકાઈના દાણાને કૂકરમાં ૧/૪ કપ પાણી અને મીઠું નાખી બરાબર બાફી નાખો. પછી તેને મિક્સીમાં અધકચરા ક્રશ કરી લો હવે તેલ સિવાયની તમામ સામગ્રીને આ અધકચરા મિશ્રણમાં નાખી મિક્સ કરો.

 

તેલ ગરમ કરો અને મિશ્રણમાંથી વડા જેવડા કદનાં બોલ્સ લઈ તેલમાં તળતાં જાવ. બ્રાઉન રંગનાં અને કરકરાં થાય એટલે બ્રાઉન પેપર પર કાઢી લો.

 

આ ગરમાગરમ બોલ્સ ચટણીને સોસ સાથે પીરસો.

[Top]
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved