Last Update : 02-September-2012, Sunday

 

ત્રીજા મોરચાનું તૃતિયમ્


કોલસાકૌભાંડને કારણે સંસદના સત્રમાં ભંગાણ પડયા પછી, મુખ્ય લડાઇ જાણે કોંગ્રેસ અને ભાજપ- એમ બે જ પક્ષો વચ્ચેની રહી ગઇ છે. કોંગ્રેસના મંત્રીઓ કોલસકૌભાંડમાં કશું નુકસાન થયું નથી, એ મતલબનાં નિવેદનો આપે છે ખરા, પણ આ ડાઘા એમ ખંખેરી કઢાય એવા નથી. ખુદ વડાપ્રધાને આટલા ટૂંકા ગાળામાં ખુલાસા આપવા પડયા એ તેની ગંભીરતા બતાવે છે અને તેમના ખુલાસા પછી પણ અણીયાળા પ્રશ્નો ઊભા છે એ હકીકત છે. રોજેરોજ ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટીવી સ્ટુડિયોમાં અને બહાર થતા વાક્યુદ્ધનો એક અર્થ એવો કરવામાં આવે છે કે કોલસાકૌભાંડનાં મૂળીયાં સુધી જવામાં આવે તો તેમાં એનડીએ સરકારનો શાસનકાળ પણ આવી જાય છે. ઉપરાંત, છત્તીસગઢ જેવાં કોલસાક્ષેત્રો અને ભાજપની સરકાર ધરાવતાં રાજ્યો પણ આ મુદ્દે 'કેગ'નું નિશાન બનેલાં છે. કોલસક્ષેત્રોની ફાળવણીના મુદ્દે નીતિવિષયક વલણ જાહેર કરવાનું ભાજપ માટે સહેલું નથી.
આ સંજોગોમાં ભાજપ માટે શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે સંસદમાં આ વિષય પર મુદ્દાસર ચર્ચા થયા વિના જ કોંગ્રેસને-યુપીએ સરકારને લોકનજરમાં કૌભાંડી ઠરાવી દેવામાં આવે. બીજી વ્યૂહરચના એવી પણ હોય કે કોલસાકૌભાંડથી ઉભી થયેલી સરકારવિરોધી લાગણીનો બધો ફાયદો કેવળ ભાજપને જ મળે, એ રીતે આ લડાઇ લડવી. એટલે તેમણે કોંગ્રેસના વિરોધી એવા બીજા પક્ષોની બહુ દરકાર રાખી નથી અને રાજ્યસભામાં ભાજપી નેતા અરુણ જેટલીએ કહી દીધું છે કે આ મુદ્દે સાવેસાવ એકલા પડી જવામાં પણ અમને વાંધો નથી. વાંધો ક્યાંથી હોય? કદાચ મનમાં ભાજપી વ્યૂહબાજો એવું જ ઇચ્છતા હશે કે કોંગ્રેસના કોલસાકાંડ સામે ભાજપે એકલે હાથે ઝુંબેશ ઉપાડી અને બીજા પક્ષોની મદદ વિના સરકારને હંફાવી.
રાજકીય લાભની ગણતરી કરવામાં બીજા પક્ષો ભાજપથી પાછળ રહે એવા નથી. સમાજવાદી પક્ષના મુલાયમસિંઘ પોતાના ફાયદાનો વિચાર કરવામાં અને તેના માટે સિદ્ધાંતો નેવે મૂકીને કોઇ પણ હદે જવા માટે જાણીતા છે. કોલસાકૌભાંડનો બધો ફાયદો એક જ વિપક્ષ- ભાજપ- ન ખાટી જાય એ માટે મુલાયમસિંઘે તેમનો દાવ ખેલ્યો છે. ડાબેરી પક્ષો અને તેલુગુદેસમ્ના સહકારથી તેમણે કોલસાકૌભાંડમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના વડપણ હેઠળ તપાસની અને સંસદમાં કૌભાંડ વિશે ચર્ચા થાય તેની માગણી કરી છે. આ જૂથે સંયુક્ત પત્રકાર પરિષદ કરી એ સાથે જ બિનકોંગ્રેસી-બિનભાજપી એવા ત્રીજા મોરચાનું સ્વપ્ન ફરી તાજું થયું છે.
મુલાયમસિંઘને પોતાનું પ્રિય સ્વપ્ન સાકાર કરવા માટે અત્યારનો સમય યોગ્ય લાગ્યો છે. તેમના માટે સંજોગો અનુકૂળ છે. કારણ કે બધા વિપક્ષો સંસદની કાર્યવાહી ખોરવવાની અને સંસદમાં ચર્ચા જ ન થવા દેવાની ભાજપની વ્યૂહરચનાના સમર્થક નથી. તેમાંથી કેટલાક હજુ રાહ જોઇને બેઠા છે. ઓરિસ્સાના નવીન પટનાયક ને બિહારના લાલુપ્રસાદ યાદવ સૈદ્ધાંતક રીતે ભાજપની સાથે નથી, પરંતુ આ તબક્કે તે હજુ સમાજવાદી પક્ષની આગેવાની હેઠળના ત્રીજા મોરચામાં સામેલ થયા નથી. નીતિશકુમાર ભાજપની સાથે હોવા છતાં, બિનસાંપ્રદાયિકતા જેવા મુદ્દે તે કોઇ પણ ક્ષણે ભાજપથી છેડો ફાડી શકવાની સગવડ ધરાવે છે. મુલાયમસિંઘે હજુ સત્તાવાર રીતે ત્રીજા મોરચાની રચનાની વાત કરી નથી, પરંતુ કોલસાકૌભાંડમાં તેમની વ્યૂહરચના સફળ થાય અને બિનકોંગ્રેસી-બિનભાજપી પક્ષોને તે આકર્ષી શકે, તો લોકસભાની ચૂંટણી આડે હજુ બે વર્ષ છે. ત્યાં સુધીમાં ઘણું થઇ શકે છે. આ વખતે મુલાયમસિંઘ નિરાંતમાં છે કારણ કે તે એક તરફ યુપીએ સરકારને ટેકો આપીને, તેના થકી ઉત્તરપ્રદેશમાં સમાજવાદી સરકારને મળતી સુવિધાઓ ભોગવીને, સમાંતરે ત્રીજા મોરચાને લગતી કામગીરી કરી રહ્યા છે.
મુલાયમસિંઘની મહત્ત્વાકાંક્ષા વડાપ્રધાન બનવાની છે. તેમને લાગે છે કે ઉત્તર પ્રદેશની બેઠકસંખ્યા અને સહયોગી પક્ષોના જોરે, ૨૦૧૪ની ચૂંટણી પછી સર્જાનારી સ્થિતિમાં ત્રીજા મોરચા થકી સરકાર રચી શકાય એવી ઉજળી તક છે. વર્તમાન સ્થિતિ અને વિપક્ષ તરીકે નિષ્ફળ ગયેલા ભાજપની હાલત જોતાં, મુલાયમસિંઘનો આશાવાદ છેક અસ્થાને નથી. પરંતુ ત્રીજા મોરચાનો અત્યાર લગીનો ઇતિહાસ બહુ સારો રહ્યો નથી. તેમને છેવટે કોઇ એક મોટા પક્ષની દયા પર નભવાનો વારો આવે છે. સત્તાની વહેંચણીના અને અંદરોઅંદર દગાબાજીના પ્રશ્નો ઓછા નથી હોતા. એ કડાકૂટમાં સરકારના માથે સતત તલવાર લટકતી રહે છે અને નીતિવિષયક નિર્ણયો રવડી પડે છે. યુપીએ સરકારની સ્થિતિ પણ આ બાબતે ખાસ વખાણવા જેવી નથી. છતાં, ત્રીજા મોરચામાં બધાને સાચવવાના અને યથાયોગ્ય ભાગ આપવાના તકાદાને લીધે, કોણ ક્યારે વંકાય અને સરકાર માટે જોખમ ઊભું કરે એ નક્કી હોતું નથી. ત્રીજા મોરચાના પક્ષો વચ્ચે કોંગ્રેસ-ભાજપના વિરોધ સિવાય બીજું કોઇ વૈચારિક સામ્ય કે બંધન હોતું નથી. કેન્દ્રીય નેતાગીરી કે હાઇકમાન્ડ જેવું હોતું નથી, જેનો આદેશ સર્વમાન્ય ગણાય. તેના લીધે પણ ત્રીજા મોરચાનું ટકાઉપણું હંમેશાં ઉચાટ જગાડે છે અને એની સંભાવના માત્ર અસુખ પ્રેરે છે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved