Last Update : 02-September-2012, Sunday

 

આઇ ડોનેશન, દેહદાન, કિડનીદાન અંગે જાગૃતિ
બ્રેનડેડના દેહદાનથી ૪૦ લોકોના જાન બચાવી શકાય છે

 

- વિલાસરાવને સમયસર કિડની-લીવર ના મળતાં જીવન ટૂંકાયું હતું

 

ભારતમાં આઇ ડોનેશન (નેત્રદાન) અંગે જાગૃતિ દેખાય છે, કિડની ડોનેશન બાબતે પણ જાગૃતિ છે, હોસ્પિટલોમાં મેડીકલ સ્ટુન્ડન્ટના ઉપયોગ માટે દેહદાન વિશે પણ જાગૃતિ છે પરંતુ અકસ્માતમાં બ્રેનડેડ વ્યક્તિના કિડની- લીવરના ડોનેશન અંગે જાગૃતિનો અભાવ વર્તાય છે. ગુજરાતમાં તો આઇ-ડોનેશન અંગે અને દેહદાન અંગે અગાઉથી સંમતિફોર્મ ભરતા સેવાભાવીઓ છે. ગુજરાતમાં નેત્રદાન ઝુંબેશ રવિશંકર મહારાજના વખતથી શરૃ થઇ હતી અને સદ્વિચાર પરિવારના દિવંગત હરિભાઇ પંચાલે તેને વેગ આપ્યો હતો. દેહદાન અને આઇ-ડોનેશનનો લેટેસ્ટ કિસ્સો કેપ્ટન લક્ષ્મી સેહગલનો છે. તેમની ઇચ્છા પ્રમાણે તેમની આંખોનું દાન અને દેહદાન કરાયું હતું. જેમને તેમની આંખો અપાઇ તે થોડું દેખતા પણ થયા હતા. મૃત્યુ પામ્યા બાદ ચોક્કસ સમયમાં નેત્રદાન કરવામાં આવે તો અંધાપો ધરાવનારને રોશની મળી શકે છે. એવું જ દેહદાનમાં છે. દેહદાન અંગે આવેલી જાગૃતિના કારણે ઘણી હોસ્પિટલોમાં તો મૃતદેહ લેવાની ના પાડવામાં આવે છે.
જોકે બ્રેનડેડ વ્યક્તિ અકસ્માતની સ્થિતિમાં વધુ જોવા મળે છે. તેના લીવર અને કિડની મેળવવા માટે તેના સગા-સંબંધીઓને સમજાવવા મુશ્કેલ હોય છે. જો તેમ થઇ શકે તો અન્ય કોઇ વ્યક્તિનો જાન બચી શકે છે. પરંતુ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિના સગાઓ ચમત્કારની આશાએ બેઠા હોય છે ત્યારે તેમને સમજાવવા મુશ્કેલ બની જાય છે.
કહે છે કે વિલાસરાવ દેશમુખને સમયસર કિડની અને લીવર મળી ગયા હોત તો તે લાંબો સમય જીવી શકત. પરંતુ જે કંઇ થયું તે મોડું થયું અને ૧૪ ઓગસ્ટે વિલાસરાવે શ્વાસ છોડયો હતો. ૬૭ વર્ષના વિલાસરાવની રાજકીય સંઘર્ષ યાત્રા સરપંચથી માંડીને કેન્દ્રીય પ્રધાનપદ સુધીની છે. તેમના અવસાનથી ફરી અંગદાન (ઓર્ગન - ડોનેશનના) મુદ્દા ચર્ચાની સપાટી પર આવ્યા છે.
વિલાસરાવ દેશમુખના લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાના હતા. તેમને સતત ડાયાલીસીસ પર રાખવામાં આવ્યા હતા. છેલ્લા ૧૨ કલાક એવા હતા કે તેમના જીવનની તકો ખુલી હતી. સોમવારે તેમને ઓર્ગન મળે એવી સ્થિતિ હતી. મોડી સાંજ સુધીમાં બે ઓફર હાથ પર હતી પરંતુ અમલદાર શાહીમાં થયેલું મોડું વિલાસરાવને મોંઘું પડયું હતું. મંગળવારે આવેલો હૃદયરોગનો હુમલો તેમને બચાવી શક્યો નહોતો.
ચાર-ચાર દિવસ સુધી દેશમુખ ડોનરની રાહ જોતા રહ્યા હતા. ડોકટરોએ તેમના પુત્રોને લીવર અને કિડનીના ડોનર શોધવા કહ્યું હતું. એક તબક્કે તો પુત્રએ તેના લીવરનો થોડો ભાગ આપવાની ઓફર કરી હતી પરંતુ ડોકટરને આખુ લીવર જોઇતું હતું, જે માત્ર બ્રેનડેડ વ્યક્તિ પાસેથી મળી શકે એમ હતું.
આ પ્રકારના ઓર્ગન લેવા માટે તમિળનાડુની ઓર્ગન રજીસ્ટ્રીમાં સુપર અરજન્ટ કેટેગરીમાં દેશમુખનું નામ મુકાયું હતું. સોમવારે બપોરે આવા ઓર્ગન માટે દેશમુખની આશા સફળ થાય એમ લાગતું હતું. ૩૧ વર્ષના એક વ્યક્તિનું કોવલમ્ ખાતે એમ્બ્યુલન્સની ટક્કરથી મોત થયું હતું. તેને હોસ્પિટલે બ્રેન-ડેડ જાહેર કર્યો હતો. રાત્રે ૯ વાગે તેના કુટુંબે ઓર્ગન- ડોનેશન માટે નિર્ણય લીધો હતો. તરત જ દેશમુખની સારવાર કરતી ગ્લોબલ હોસ્પિટલની ટીમ કોવલમ્ની જનરલ હોસ્પિટલ પહોંચી હતી. ત્યાં બે સમસ્યા હતી કે એકતો કાયદેસરની કાર્યવાહી કરનાર અધિકારી હાજર નહોતા અને બીજું એકે બ્રેનડેડ વ્યક્તિના સગાઓમાં ઓર્ગન-ડોનેશન અંગે મતભેદ હતા. રાત્રે ૨.૪૫ વાગે બ્રેનડેડ વ્યક્તિ હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યો હતો જેથી તેના ઓર્ગન કામ લાગે એવા નહોતા રહ્યા. બીજા દિવસે બ્રેનડેડ બીજી બે વ્યક્તિઓના ઓર્ગન-ડોનેશનની ઓફર આવી હતી પરંતુ ત્યાં સુધીમાં વિલાસરાવની હાલત ખુબ નાજુક થઇ ગઇ હતી. અંતે હૃદયરોગના હુમલાએ તેમના પ્રાણ હરી લીધા હતા. જો કોવલમ્ ખાતે હોસ્પિટલ સત્તાવાળાઓએ ત્વરીત ઓર્ગન મળે એવી વ્યવસ્થા ગોઠવી હોત તો આજે વિલાસરાવ દેશમુખ જીવતા હોત!!
ભારતમાં નેત્રદાન (આઇડોનેશન) અંગે જાગૃતિ છે પરંતુ કિડની અને લીવર જેવા મહત્વના ઓર્ગનના ડોનેશન અંગે જાગૃતિ નથી. અકસ્માતમાં બ્રેન-ડેડ વ્યક્તિઓના શરીરના અંગો બીજાની જીંદગી બચાવી શકે છે પરંતુ તે સમયે દર્દીના સગા-સંબંધીઓને સમજાવવા મુશ્કેલ હોય છે. મૂળ મુદ્દે જાગૃતિની વાત છે.
બ્રેનડેડ વ્યક્તિ તેના શરીરના ૩૭ જેટલા ભાગોનું ડોનેશન કરી શકે છે. જેમાં હૃદય, કિડની, લીવર, પેનક્રીઆસ, ફેફસા વગેરેનો સમાવેશ થાય છે. એક આખું બ્રેન-ડોડી બોડી ડોનેશન આપવામાં આવે તો તેના વિવિધ ભાગોના કારણે ૪૦ લોકોના જાન બચાવી શકાય છે. ભારતમાં કિડની- લીવરનું જે પ્રત્યારોપણ થાય છે તે પૈકી ૯૫ ટકા જીવતા લોકોમાંથી થાય છે. ભારત સરકારે થોડી જાગૃતિ આ ક્ષેત્રે બતાવી છે. આરોગ્ય મંત્રાલયે મોડલ ઓર્ગન પ્રોક્યુર્મેન્ટ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓર્ગેનાઇઝેશન જેવો સૂચિત પ્લાન તૈયાર કર્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 

 

 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved