Last Update : 02-September-2012, Sunday

 
દિલ્હીની વાત
 

૧૯૫૨ પછી સહુથી વધુ અસ્તવ્યસ્ત ગૃહ
નવી દિલ્હી,તા.૧
ઇ.સ. ૨૦૦૯માં યુપીએ-૨ની સરકાર રચાઇ ત્યારે એણે એનું સંખ્યાબધ વધી ગયું હતું, પરંતુ દેશમાં ઇ.સ. ૧૯૫૨માં પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઇ ત્યારથી શરૃ કરીને આજ પર્યંત હાલની આ ૧૫મી લોકસભા સહુથી વધુ ખોરવાયેલી સાબિત થઇ છે. આ એક વક્રતા છે. છેલ્લા બે સપ્તાહથી કોલગેટ વિવાદે ગૃહને ભેખડે ભરાવી દીધું છે. અગાઉ ઇ.સ. ૨૦૧૦માં ૨જી સ્પેકટ્રમ કૌભાંડના મામલે લોકસભાનું આખું શિયાળુ સત્ર ધોવાઇ ગયું હતું.
સંસદીય પધ્ધતિ વિષેની સંશોધન સંસ્થા પીઆરએસ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસે અનુસાર, ૧૫મી લોકસભાની કામગીરી ૧૪મી લોકસભા (યુપીએ-૧)ની કામગીરી કરતાં વધુ ખરાબ રહી છે. વર્તમાન ચોમાસુ સત્રમાં લોકસભા ૬૦ કલાકની સામે ૨૩ કલાક કામ કરી શકી, જ્યારે રાજ્યસભા ૫૦ કલાકમાંથી ૨૫ કલાક કાર્ય કરી શક્યું.
કોંગ્રેસને ચિંતા વિજેતા કાર્ડની
વર્તમાન સત્રના બાકી બચેલા અઠવાડિયામાં કોઇ વૈધાનિક કામગીરી થવાની પાંખી તક સાથે ચોમાસુ સત્ર કામગીરી સંદર્ભે નિરર્થક સાબિત થવાની શક્યતા વચ્ચે કોંગ્રેસની એના બે મહત્વના ખરડાના સંદર્ભે ચિંતા વધી ગઇ છે. કોંગ્રેસ આ બે ખરડાનો ઇ.સ. ૨૦૧૪ની ચૂંટણીમાં એના હુકમના એક્કા તરીકે ઉપયોગ કરવા માગે છે. કોંગ્રેસના આયોજન અનુસાર સહુને માટે અન્નની યોજના ભાવિ વડાપ્રધાન તરીકે જેને આગળ ધરાઇ રહ્યા છે એ રાહુલની મદદ માટે ઉપયોગમાં લેવાશે. જમીન પ્રાપ્તિ ખરડો પણ કોંગ્રેસ માટે આધારભૂત કાર્યક્રમ છે કારણ કે એમાં ખેડૂતો પ્રત્યે ન્યાયી વલણનું વચન અપાયું છે.
કોંગ્રેસ મંત્ર ઃ હુમલો છે શ્રેષ્ઠ રક્ષણ
કોલગેટ મુજદ્દે શેરીઓમાં જોઇ લેવા કોંગ્રેસે ભાજપને ફેંકેલા પડકાર એ એના નવા વ્યુહનો ભાગ છે આ નવી નીતિ છે ઃ હુમલો છે શ્રેષ્ઠ રક્ષણ.
કોંગ્રેસ મોવડીમંડળ કોલબ્લોક ફાળવણી વિષેની વિગતો એના પ્રદેશ એકમોને પહોંચતી કરી રહ્યું છે. કે જેથી સ્થાનિક એકમો લોકો સુધી હકીકતોને પહોંચતી કરી શકે એણે સાથીપક્ષોના ટેકાની યાદી બનાવવા માટે પણ પ્રદેશ એકમોને જણાવાયું છે. કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠક યોજી પણ લીધી છે. એમણે પક્ષના નેતાઓને ભાજપના આક્ષેપોનો આક્રમકપણે જવાબ આપવા જણાવ્યું છે.

ભાજપ સરકારો છે નિશાના પર
કોંગ્રેસના વ્યુહનો મુખ્ય ભાગ એવો છે કે વિવિધ રાજ્યોની ભાજપ સરકારો મુખ્ય ગુનેગાર છે. કોંગ્રેસ નેતાઓને આનો લાભ લેવા જણાવાયું છે. નેતાઓને એમ પણ જણાવાયું છે કે, જનતાને વાકેફ કરો કે સંસદને ખોરવી નાખોને ભાજપે લોકકલ્યાણના અને પ્રગતિકારક વિવિધ ખરડાઓના માર્ગમાં રોડાં નાખ્યા છે.
ગુજરાતની ચૂંટણી પર કોંગી નજર
નવા વ્યૂહની પાછળ એક મુખ્ય કારણ છે ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી. નરેન્દ્ર મોદી છાવણીમાં સોપો પાડી દેનારા નરોડા પાટિયા કાંડ કેસના ચુકાદાથી કોંગ્રેસીનેતાઓ ખુશ છે. સામાન્ય ચૂંટણી વહેલા યોજાવાની તકો પણ કોંગી નેતાગીરીને સક્રિય કરવા માટે જવાબદાર છે. ૨જી સ્પેક્ટ્રમ કૌભાંડ અને ટીમ અન્નાની ચળવળ સામે સંરક્ષણાત્મક અભિગમ દાખવ્યાનો પક્ષના નેતાઓને અફસોસ છે.
હવે, શાસ્ત્રી ભવન બન્યું છે ચિંતાનું કેન્દ્ર
સલામતીના કારણોસર મુખ્ય સંસદીય ઈમારતમાં રસોઈ બનાવવાનું બંધ કરાયું છે. પરંતુ સંસદ નજીક આવેલું અને ૨૪ મંત્રાલયોની કચેરીઓવાળું શાસ્ત્રી ભવન મહાચિંતાનું કારણ બન્યું છે. એમાં કેટલીક આગની દુર્ઘટનાઓ થઈ છે. કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓના મતે શાસ્ત્રી ભવનમાં ૧૫૦૦ એસી મશીન છે, જેના લીધે ત્યાં ૫૮૦૦ કિલોવોટનો પાવર લોડ છે. લાકડાની આડશોથી ત્યાંના ઓરડાઓને અલગ - અલગ પડાયા હોવાથી આગની શક્યતા વધી ગઈ છે. ઈલેકટ્રિક સ્વીચરૃમો સત્તાવાર ફાઈલોના ગંજ ખડકવા માટે વપરાય છે. એમના મતે નજીકમાં આવેલા નિર્માણ ભવનમાં ફકત ૭૦૦ એસી મશીન જ છે.
બેંકના રૃા.૩૭૦૦૦ કરોડ દાવ પર
કોલ બ્લોકની ફાળવણી રદ કરીને કોલગેટ કૌભાંડમાંથી છૂંટવાનું સરકાર માટે સહેલુ નહી હોય. જો એ ફાળવણી રદ કરે તો કોલ બ્લોકમાંથી જેમને કોલસા પૂરા પડાવાના છે એ દેશની વીજ કંપનીઓને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અપાયેલી રૃા.૭૦૦ કરોડ સહિતની રૃા.૩૭૦૦૦ કરોડની લોન ડુબી જશે. જો કોલ બ્લોક ફાળવણી રદ કરાય તો વીજોત્પાદન માટેના પ્રોજેકટો બંધ પડવાનો ભય ઉભો થશે.
જો પૈસા વસૂલી માટે બેંકો વીજ કંપનીઓની મિલકતોની હરાજી કરવાનું નક્કી કરે તો બેંકો અને વીજ કંપનીઓ વચ્ચે કાનૂની જંગ શરૃ થશે.
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved