Last Update : 02-September-2012, Sunday

 

કોહલી અને રૈનાએ ભારતીય ઇનિંગને સ્થિરતા આપી
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા


ન્યુઝીલેન્ડની ફિલ્ડિંગ પણ અસરકારક રહી

ગાવસ્કરની કોલમ

સારી પીચો કેવી રીતે સારુ ક્રિકેટ પુરુ પાડી શકે છે તે જાણવું હોય તો હાલમાં બેંગ્લોરમાં ચાલી રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટના શરૃઆતના બે દિવસની રમત પર નજર કરવી પડે. પીચમાં ફાસ્ટ બોલરો અને સ્પિનરો માટે પણ થોડી મદદ છે. જ્યારે બેટ્સમેનો પણ તેના પરથી મળતા ઉછાળનો ફાયદો ઉઠાવી શકે છે. ન્યુઝીલેન્ડની જુસ્સાદાર ફિલ્ડિંગને કારણે ભારતને આસાનીથી રન મળતાં નહતા અને કોહલી, ધોની અને રૈનાએ ઝડપી રનિંગ બીટવિન ધ વિકેટની મદદથી સ્કોર કર્યો હતો.
સેહવાગ, ગંભીર અને તેંડુલકરની મોટી ઇનિંગ જોવાની આશાએ સ્ટેડિયમમાં આવેલા ચાહકો નિરાશ થયા હતા પણ કોહલીઅને રૈનાએ દિગ્ગજોની નિષ્ફળતાથી હતાશ ચાહકોને આનંદ મેળવવાની તક આપી હતી. ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલરોએ નવા બોલનો અસરકારક ઉપયોગ કરીને ભારતને ફટકો પહોંચાડયો અને ટોચના ચાર બેટ્સમેન માત્ર ૮૦ રનમાં પેવેલિયન ભેગા થઇ ગયા હતા.
કોહલી અને રૈનાની ભાગીદારીએ ભારતીય ઇનિંગને માત્ર સ્થિરતા જ નહતી આપી પણ તેઓએ ધોનીને આક્રમક બેટિંગ માટેનું પ્લેટફોર્મ પણ તૈયાર કરી આપ્યું હતુ. કોહલી સદી તરફ છે પણ ન્યુઝીલેન્ડને નવો બોલ મળે તેમ છે, જેના કારણે પ્રથમ સેશનનો મુકાબલો ભારે રસપ્રદ બની રહેશે.
ગંભીર અને સેહવાગ ફરી વખત લાંબી ઈનિંગ રમી ના શક્યા. જ્યારે સૌથી અકળાવનારી વિકેટ તેંડુલકરની હતી. ખાસ કરીને તે જ પ્રકારે ક્લિન બોલ્ડ થયો તે નિરાશાજનક રહ્યુ. તેંડુલકરે બેટ અને પેડ વચ્ચે ખુલ્લા રાખેલા 'દરવાજા' વચ્ચેથી બોલ કાઢીને બ્રેસવેલે તેને બોલ્ડ કર્યો. જ્યારે તેંડુલકરના સ્તરનો બેટ્સમેન ક્લિન બોલ્ડ થાય ત્યારે તે બોલ ખરેખર જોરદાર હોય અથવા તો ભાગ્યે જ જોવા મળતી ઘટના હોય. આ એવો ગેપ છે જે ત્રીસીના આખરી તબક્કામાં પ્રવેશેલા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ અહેસાસ કરાવતીહોય છે.
તેંડુલકર પાસે એ ક્લાસ અને અનુભવ છે કે તે પોતાની ભુલ સુધારી શકે છે. કોણ જાણે કે ઈંગ્લેન્ડ અંહી ટેસ્ટ રમવા આવે ત્યાં સુધીમાં તેંડુલકરે એટલી બેટિંગ કરી લીધી હોય કે તે તેમની સામે જંગી સ્કોર ખડો કરી શકે. જો કે ન્યુઝીલેન્ડ સામેની તેણે જંગી સ્કોરની તક ગુમાવી હતી.
ભારતને જ્યારે દ્રવિડ અને લક્ષ્મણ જેવા સિનિયર અને દિગ્ગજ બેટ્સમેનોની ખોટ પડી છે ત્યારે જો સેહવાગ, ગંભીર અને તેંડુલકર જેવા સિનિયરો સારો દેખાવ નહી કરે તો ટીમને ઈંગ્લેન્ડ સામે મુશ્કેલી પડી શકે છે. ખાસ કરીને ઈંગ્લેન્ડ પાસે તો ચડિયાતું સ્પિન બોલિંગ આક્રમણ પણ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved