Last Update : 02-September-2012, Sunday

 
 

કોહલીના નોટઆઉટ ૯૩ ઃ રૈના (૫૫) અને ધોની (૪૬*)ની લડાયક ઇનિંગ
ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

ટોપ ઓર્ડરના ધબડકા બાદ ભારતનો સ્કોર ૮૦ રનમાં ૪ વિકેટ થઇ ગયો હતો ઃ ઓઝાની ૯૯ રનમાં પાંચ વિકેટ

 

બેંગ્લોર,તા.૧
કોહલીની નોટઆઉટ ૯૩ રનની ઇનિંગ અને રૈના (૫૫)-ધોની (નોટઆઉટ ૪૬)ની લડાયક બેટિંગને સહારે ન્યુઝીલેન્ડના ૩૬૫ના સ્કોરના જવાબમાં ભારતે શરૃઆતના ધબડકા પછી સ્થિત સુધારતાં પાંચ વિકેટે ૨૮૩ રન કર્યા હતા. ઓઝાએ પાંચ વિકેટ ઝડપતાં આજે ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનિંગ ૩૬૫માં સમેટાઇ હતી. જો કે ગંભીર, સેહવાગ, તેંડુલકર જેવા દિગ્ગજોની નિષ્ફળતાને કારણે ભારતનો સ્કોર ૮૦ રનમાં ચાર વિકેટ થઇ ગયો હતો. ત્યાર બાદ કોહલીએ રૈના સાથે ૯૯ રનની અને ધોની સાથે નોટઆઉટ ૧૦૪ રનની ભાગીદારી કરીને ભારતને સન્માન અપાવ્યું હતુ.ભારત ન્યુઝીલેન્ડના પ્રથમ ઇનિંગના સ્કોર કરતાં ૮૨ રન પાછળ છે.
આજે બીજા દિવસે વાન વીક (૬૩) અને બ્રેસવેલ (૩૦)ની જોડીએ ન્યુઝીલેન્ડના ગઇકાલના ૬ વિકેટે ૩૨૮ રનના સ્કોરને આગળ ધપાવ્યો હતો. વાન વીકે ૭૧ અને બ્રેસવેલે ૪૩ રન ફટકાર્યા હતા અને તેઓએ આજે વધુ ૩૭ રન ઊમેરતા બાકીની ચાર વિકેટ ગુમાવી હતી. ઓઝાએ ૯૯ રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ઝહીરે બે અને અશ્વિન-ઉમેશે ૧-૧ વિકેટ મેળવી હતી.
ભારતની પ્રથમ ઇનિંગની શરૃઆત નિરાશાજનક રહી હતી. ગંભીર માત્ર ૨ રનના વ્યક્તિગત સ્કોર પર સાઉથિનો શિકાર બન્યો હતો. જે પછી સાઉથીએ જ પુજારાને ૯ રને આઉટ કરતાં ભારતનો સ્કોર ૨૭ રનમાં બે વિકેટ થઇ ગયો હતો. સેહવાગ-તેંડુલકરે ઇનિંગને સંભાળવાની આશા જન્માવતા સ્કોરને ૫૦ની પાર પહોંચાડયો હતો. જો કે સેહવાગ ૪૩ રને બ્રેસવેલની બોલિંગમાં ફ્લીનને કેચ આપી બેઠો હતો. જ્યારે તેંડુલકર ૧૭ રને બ્રેસવેલની બોલિંગમાં ક્લિન બોલ્ડ થતા ભારતનો સ્કોર ૮૦ રનમાં ચાર વિકેટ થયો હતો.
કોહલીએ ફરી એક વખત તેની આગવી બેટિંગ પ્રતિભા દર્શાવતા ૧૭૪ બોલમાં ૧૨ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે નોટઆઉટ ૯૩ રન ફટકાર્યા હતા. તેને કારકિર્દીની બીજી ટેસ્ટ સદી પુરી કરવા માટે વધુ આઠ જ રનની જરૃર છે. રૈનાએ તેને મક્કમ ટેકો આપતાં ૯૦ બોલમાં ૯ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૫ રન ફટકાર્યા હતા. જ્યારે ધોનીએ પણ ૭૦ બોલમાં ૫ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે નોટઆઉટ ૪૬ રન કર્યા હતા.ન્યુઝીલેન્ડ તરફથી સાઉથીએ ત્રણ અને બ્રેસવેલે બે વિકેટ ઝડપી હતી
ન્યુઝીલેન્ડ પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

ગપ્ટિલ કો.ગંભીર બો.ઓઝા

૫૩

૭૯

મેક્યુલમ એલબી બો.ઝહીર

૦૦

૦૫

વિલિયમસન એલબી બો.ઓઝા

૧૭

૪૪

ટેલર એલબી બો.ઓઝા

૧૧૩

૧૨૭

૧૬

ફ્લીન એલબી બો.અશ્વિન

૩૩

૫૩

ફ્રેન્કલીન કો.રૈના બો.ઓઝા

૦૮

૩૫

વાન વીક કો.રૈના બો.ઝહીર

૭૧

૧૦૦

બ્રેસવેલ રનઆઉટ

૪૩

૭૯

સાઉથી એલબી બો.ઓઝા

૧૪

૧૧

જે.પટેલ કો.ગંભીર બો.યાદવ

૦૦

૦૨

બોયુલ્ટ અણનમ

૦૨

૦૬

વધારાના (લેગબાય ૯, બાય ૨)

૧૧

 

 

 

કુલ ૯૦.૧ ઓવરમાં ઓલઆઉટ

૩૬૫

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૦ (બી.મેકુલમ ૧.૫) ૨-૬૩(વિલિયમસન ૧૮.૧) ૩-૮૯(ગપ્ટિલ ૨૩.૩) ૪-૧૯૬(ફ્લીન ૪૨.૨) ૫-૨૧૫(ફ્રેન્કલીન ૫૧.૪), ૬-૨૪૬(ટેલર ૬૩.૧),૭-૩૪૫ (વાન વીક ૮૫.૬), ૮-૩૫૩ (બ્રેસવેલ ૮૭.૬), ૯-૩૫૩ (જે.પટેલ ૮૮.૨), ૧૦-૩૬૫ (સાઉથી ૯૦.૧)બોલિંગઃ ઓઝા ૨૮.૧-૧૦-૯૯-૫, ઝહીર ૨૨-૨-૮૩-૨, યાદવ ૧૬-૧-૯૦-૧, અશ્વિન ૨૪-૫-૮૨-૧.
ભારતપ્રથમ ઇનિંગ

-

રન

બોલ

ગંભીર બો.સાઉથી

૦૨

૧૨

સેહવાગ કો.ફ્લીન બો.બ્રેસવેલ

૪૩

૬૦

પુજારા કો.બોયુલ્ટે બો.સાઉથી

૦૯

૧૭

તેંડુલકર બો.બ્રેસવેલ

૧૭

૫૦

કોહલી રમતમાં

૯૩

૧૭૪

૧૨

રૈના કો.વાન વીક બો.સાઉથી

૫૫

૯૦

ધોની રમતમાં

૪૬

૭૦

વધારાના (લેગબાય ૨, બાય ૧૦, વાઇડ ૧, નોબોલ ૫)

૧૮

 

 

 

કુલ ૭૮ ઓવરમાં ૫ વિકેટે

૨૮૩

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૫(ગંભીર ૩.૪) ૨-૨૭(પુજારા ૯.૬) ૩-૬૭(સેહવાગ ૨૧.૪) ૪-૮૦(તેંડુલકર ૨૩.૩) ૫-૧૭૯(રૈના ૫૦.૩).
બોલિંગઃ બોયુલ્ટ ૧૯-૨-૭૫-૦, સાઉથી ૧૫-૪-૩૫-૩, બ્રેસવેલ ૧૫-૪-૬૬-૨, ફ્રેન્કલીન ૧૦-૪-૧૭-૦, જે.પટેલ ૧૯-૫-૭૮-૦.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved