Last Update : 02-September-2012, Sunday

 

ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

વડાપ્રધાનની રાજકીય અને નૈતિક જવાબદારી અંગે પૂછવાનો ભાજપને અધિકાર ઃ પ્રસાદ

(પી.ટી.આઇ.) ચેન્નાઈ, તા. ૧
કોલ બ્લોકની ફાળવણીમાં અનિયમિતતા સંદર્ભે પોતાની વડાપ્રધાનના રાજીનામાની માંગને વળગી રહેતા ભાજપે જણાવ્યું હતું કે, તેઓ તેમની સંસદમાં વિરોધ કરવાની રીતને યથાવત્ જાળવી રાખશે તેમણે કોંગ્રેસને ફરીથી લોકમત લેવા પડકાર ફેંક્યો હતો. વડાપ્રધાન પર પ્રહારો કરતા ભાજપે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની રાજકીય, બંધારણીય તેમજ નૈતિક જવાબદારી સંદર્ભે સવાલ પૂછવાનો તેમને અધિકાર છે જ.
ભાજપના નેતા અને રાજ્યસભાના સભ્ય એમ. વૈંકેયા નાયડુએ ચેન્નાઈ ખાતે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ માત્ર કોલસા કૌભાંડ સંદર્ભે જ વડાપ્રધાનનું રાજીનામું નથી માગતો પણ જે શ્રેણીબદ્ધ કૌભાંડો થયા છે તે સંદર્ભે રાજીનામું માગી રહ્યો છે. જેમાં ૨-જી કૌભાંડનો પણ સમાવેશ થાય છે.
નાયડુએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હવે દેશ માટે એક બોજ સમાન બની ગયો છે. તે હવે જવો જોઈએ ભાજપ માત્ર વડાપ્રધાનનું રાજીનામું નથી માંગતો પણ તેમના સમગ્ર પ્રધાન મંડળનું રાજીનામું માંગી રહ્યો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે, મનમોહન સરકાર, આર્થિક, કૃષિ અને ફુગાવા જેવા સવાલો સામે નિષ્ફળ નિવડી છે. હાલ તે લોકોમાં જઈને ચૂંટણીનો સામનો કરી શકે તેમ નથી. લોકો હાલ કોંગ્રેસને પાઠ ભણાવવા તત્પર છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે પાટનગર દિલ્હીમાં પણ તે જ વાતને દોહરાવી હતી તેમણે કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દેતા કહ્યું હતું કે, વડાપ્રધાન, આ માત્ર તું- તું મૈ- મૈ નથી પણ વાસ્તવમાં વડાપ્રધાનની રાજકીય, બંધારણીય અને નૈતિક જવાબદારી નક્કી કરવાનો સવાલ છે. વડાપ્રધાનને 'નામ' પરિષદમાંથી પરત ફરતા પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'હું કોઈ તુ- તુ મૈં મૈં માં પડવા માગતો નથી. મારા કાર્યાલયની અને પદની ગરિમા જાળવવા માટે હું મૌન રહેવાનું પસંદ કરું છં. તેમના આ વકતવ્યનો ભાજપ દ્વારા ઉગ્ર પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.'
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved