Last Update : 02-September-2012, Sunday

 

૧૫મી સપ્ટેમ્બર પહેલાં
કામ શરૃ નહીં કરનાર કોલસા કંપનીની બ્લોક ફાળવણી રદ થશે

૫૮ નિષ્ક્રિય કોલ બ્લોકને શોકોઝ નોટિસ અપાઇ હતી ઃ નોટિસ બાદ વિલબથી PMO નારાજ

(પી.ટી.આઇ.) નવી દિલ્હી, તા. ૧
કોલ બ્લોકની ફાળવણી સંદર્ભે જાગેલા વિરોધના વંટોળ વચ્ચે વડાપ્રધાન કાર્યાલયે 'કોલસા મંત્રાલય'ની કામમાં નિષ્ફળતા અંગે નારાજગી દર્શાવી છે. તેમણે જે બ્લોકમાં ખોદકામ ચાલુ ન થયું હોય તેને રદ્દ કરી દેવા જોઈએ તેવો વડાપ્રધાન કાર્યાલયનો મત છે. વડાપ્રધાન કાર્યાલયે કામમાં વેગ લાવીને શરુ નહીં થયેલી ખાણોની ફાળવણી ૧૫ સપ્ટેમ્બર પહેલા રદ કરવા જણાવ્યું છે.
સરકારે જે કંપનીઓને કોલબ્લોક ફાળવવામાં આવ્યા છે પણ તેના પર કામગીરી આરંભી નથી તેની ફાળવણી રદ્દ કરવા ત્વરાથી કાર્યવાહી આરંભી છે. સોમવારે મળેલી ઈન્ટર મીનિસ્ટ્રીયલ ગૃપ મીટીંગ (આઈએમજી)માં વડાપ્રધાન કાર્યાલયે કોલસા મંત્રાલયની નિષ્ક્રિયતા અંગે નારાજગી વ્યક્ત કર્યા બાદ કોલસા મંત્રાલય પણ સફાળું જાગીને ઝડપી કાર્યવાહીમાં પડી ગયું છે. ખાસ કરીને ઉષા માર્ટીન તેમજ કોંગ્રેસના સાંસદ નવીન જીંદાલનાના જીંદાલ સ્ટીલ એન્ડ પાવર (જે.એસ.પી.એલ.)ને ફાળવાયેલા બ્લોક્સ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
વડાપ્રધાન કાર્યાલયની નારાજગી ઇન્ટર મિનિસ્ટ્રીઅલ ગૃપ મિટિંગ (આઇ.એમ.જી.) દરમ્યાન પ્રકાશમાં આવી હતી. આ બેઠક ૫૮ કોલ બ્લોક્સની ફાળવણીમાં હવે શું કરવું તેનો નિર્ણય લેવા માટે યોજાઈ હતી. ૫૮ પૈકી ૨૫ બ્લોક ટાટા પાવર, રીલાયન્સ, પાવર અને આર્સેલર મિત્તલ જેવી ખાનગી કંપનીઓને ફાળવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન કાર્યાલયે કોલસા મંત્રાલયની અકર્મણ્યતા અંગે ૨૭મી ઓગસ્ટે નારાજગી વ્યક્ત કરી હતી. જે કંપનીઓને શોકોઝ નોટીસ આપવામાં આવી હોય તેમની ફાળવણી રદ્દ કરવામાં કોલસા મંત્રાલયે બેદરકારી સેવી હોવાનું વડાપ્રધાન કાર્યાલયનું મંતવ્ય છે.
સરકારે ફાળવેલા ૫૮ બ્લોક પૈકી જેઓ બ્લોકમાં કોલસા કાઢવાની કાર્યવાહી સમયસર ચાલુ કરી શક્યા ન હોય તેમને શોકોઝ નોટિસ આપવાની કાર્યવાહી સરકારે એપ્રિલ માસમાં ચાલુ કરી હતી જેમાં તાતા પાવર, રીલાયન્સ પાવર અને આર્સેલર મિત્તલ ઉપરાંત હિન્દાલ્કો, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, જીવીકે પાવર, એમએમટીસી અને અન્યને નોટીસ પાઠવવામાં આવી હતી.
ત્યારબાદ જૂન માસ દરમ્યાન સરકારે જેમને કોલ બ્લોક ફાળવવામાં આવ્યા છે તેમણે કાર્ય ચાલુ કર્યું છે કેમ અને તે પ્રક્રિયાની ફેરચકાસણી માટે પ્રધાનોના આંતર-જૂથ (આઇ.એમ.જી.)ની રચના કરી હતી. આ સમિતિ, કોલસા સચિવ ઝોહરા સચિવના વડપણ હેઠળ નિમાઈ હતી. તેમાં લોખંડ, ઊર્જા, કાનુન, આર્થિક બાબતો અને ખાણ-ખનિજ મંત્રાલયોના સચિવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
હાલ સીબીઆઇ જે ૧૨ કંપનીઓને ઝડપથી મંજૂરી આપવામાં આવી હતી. આ કંપનીઓએ તેમને ફાળવવામાં આવેલા આ કોલ બ્લોકમાં હજી કાર્યવાહી ચાલુ કરી નથી.

કોને નોટિસ અપાઇ છે ?

* તાતા પાવર
* રિલાયન્સ પાવર
* આર્સેલર મિત્તલ
* હિન્દાલ્કો
* ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ
* જી.વી.કે. પાવર
* એમ.એમ.ટી.સી.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved