Last Update : 02-September-2012, Sunday

 

મારી કાર મારા માટે લકી છેઃઅભિ

 

જોકદાચ તમને યાદ હોય તો અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની દિકરી - આરાઘ્યાના જન્મ નિમિત્તે તેને એક ઔડી કાર ગિફ્‌ટ કરી હતી ! અત્યારે આ સફેદ રંગની ઔડી કાર અભિષેક બચ્ચન પોતાના અંગત વપરાશ માટે ઉપયોગ કરી રહ્યો છે. આ લકઝરી કાર અભિષેકને એટલી ગમી ગઈ છે કે તેણે આમિરખાન સાથેની ‘ઘૂમ-૩’ ફિલ્મના શુટીંગમાં આ જ કારનો ઉપયોગ કરવાની પોતાની ઈચ્છા જાહેર કરી છે.
અભિષેક બચ્ચનની આ અંગત ઈચ્છાની જાણ જ્યારે તે કાર બનાવતી કંપનીને થઈ ત્યારે સ્વયં કંપનીએ સામે ચાલીને અભિષેક બચ્ચનની પાસે હાલમાં છે તેવી જ લકઝરી કારની ગિફ્‌ટ ફિલ્મ ‘ઘૂમ-૩’ના શુટીંગ માટે કરી છે ! આ અંગે જ્યારે અભિષેકની નજીકના મિત્ર સાથે વાત કરી ત્યારે એ મિત્રએ ખુલાસો કરતાં કહ્યું કે, ‘‘આ કારની ઈમેજ એકશન-કાર તરીકેની છે અને એટલા માટે જ અભિષેક શિકાગો (અમેરિકા)માં પણ આવી જ કારનો ઉપયોગ કરવા માંગતો હતો ! પરીણામે કંપનીએ તરત જ બીજી આવી જ કાર શિકાગોના શુટીંગ માટે ગિફ્‌ટમાં આપી દીધી છે !’’ મતલબ કે ‘ઘૂમ-૩’ની પબ્લિસિટીમાં અભિષેક બચ્ચને સ્વયં તેની કારમાં ધૂમતો નિહાળો જેવો કોઈ સંદર્ભ આપે ત્યારે તમે સમજી જજો કે તે કાર વાસ્તવમાં અભિષેકની નહીં પરંતુ કંપની તરફથી માત્ર શુટીંગ પુરતી જ ગિફ્‌ટમાં મળેલી કાર છે
વેલ ત્યારે હવે જોવાનુ બાકી રહી ગયુ છે કે અભિષેકની કાર તેની આગામી ફિલ્મ પર કેટલી પોઝિટીવ અસર છોડી શકશે. જો કે દરેક એક્ટર હોય કે એક્ટ્રેસ તમામે તમામ લોકો પોતાની લકી વસ્તુઓેને બને એટલી કોન્ફિડેન્શીયલ રાખે છે.

 

 

ઐશ્વર્યા પણ ભૂલ કરી રહી છે...

જોતમને ખ્યાલ હોય તો થોડાક વર્ષો પહેલા સલમાન ખાન સાથે ‘‘મૈંને પ્યાર કિયા’’ ફિલ્મથી રેકોર્ડ બ્રેક શરૂઆત કરનારી અભિનેત્રી- ભાગ્યશ્રી, ત્યાર પછી થોડાજ સમયમાં એવી જાહેરાત કરી હતી કે પોતે એ જ ફિલ્મમાં કામ કરશે જેમાં તેનો પતિ-હિમાલય હીરો હશે ! પરંતુ ત્યાર પછી ભાગ્યશ્રીનો આ આઈડિયા ઘણો જ ફલોપ સાબિત થયો એટલું જ નહીં પરંતુ આવા યુઝલેસ આઈડિયાના કારણે તે બોલીવુડમાંથી ફેંકાઈ પણ ગઈ હતી. ભાગ્યશ્રીના આ આઈડિયાથી બોલીવુડના બાકીના ફિલ્મી કપલોને એ બોધપાઠ જરૂર શિખવા મળી ગયો કે પોતાની લાઈફના રિયલ હીરો અને રીલ-હીરો વચ્ચે હમેંશા અંતર રાખવું જોઈએ !
પરંતુ લાગે છે ‘બચ્ચન-બહુરાની’ હજુ પણ આ બોધપાઠ બરાબર શિખી લાગતી નથી. એવું સાંભળ્યું છે કે દિકરી-આરાઘ્યાને જન્મ આપ્યા પછી મમ્મી-ઐશ્વર્યાએ ગંભીરતાપૂર્વક બોલીવુડમાં કમબેક કરવા ઉપર વિચારવા માંડ્યું છે એટલું જ નહીં પરંતુ પોતાના વધી ગયેલા વજન ઉપર ઢગલાબંધ કોમેન્ટ્‌સ આવવાના કારણે ઘણા પ્રયત્નો પછી પોતાનું વજન પણ ઉતારી દીઘું છે ! અને અત્યારે લેટેસ્ટમાં તે કોઈ સારી કહાણીની શોધ ચલાવી રહી છે. પરંતુ આ બધાયમાં સૌથી મહત્વની અને આશ્ચર્ય પમાડી મુકે તેવી વાત કહેવાનું તો ભૂલી જ ગયો ! ‘કાનાફુસી’માં એવું સાંભળવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા રાયે ફિલ્મોમાં કામ કરવામાં એક મહત્વની શરત એ રાખવા માંડી છે કે પોતે એવી જ ફિલ્મોમાં કામ કરશે, જેમાં હીરો તરીકે તેનો હસબન્ડ - અભિષેક બચ્ચન જ હશે ! ડિયર એશ, પતિને તારો પ્રેમ દર્શાવવા માટે તો બીજા ઘણા રસ્તા છે, તેનો ઉપયોગ કરતે, જેમ કે અભિષેકને તારા હાથે આલુના પરોઠા બનાવીને ખવડાવા તે જરૂર તારા પર ફિદા જ રહેશે !!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved