Last Update : 02-September-2012, Sunday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૨-૦૯-૨૦૧૨, રવિવાર
અધિક ભાદરવા વદ બીજ
આજે પંચક છે.

 

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૬ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૩ મિ.
મુંબઇ સૂર્યોદય ઃ ૬ ક. ૨૫ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૧ મિ.
નવકારસી સમય ઃ (અ) ૭ ક. ૧૧ મિ. (સૂ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૩ મિ.
જન્મરાશિ ઃ- આજે જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે.
નક્ષત્ર ઃ- ઉત્તરાભાદ્રપદ
ગોચર ગ્રહ ઃ- સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-સિંહ, ગુરૃ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-મીન
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન નં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન શરદ ઋતુ રા.દિ.ભા./૧૧/૩
માસ-તિથિ-વાર ઃ- અધિક ભાદરવા વદ બીજ ને રવિવાર.
- આજે પંચક છે.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૧૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૧૬ રોજ મહેર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ ખર્ચમાં વધારો થાય. આકસ્મિક કોઇના આગમનથી તમારા રોજીંદા કામમાં રવિવારના આજના આયોજનમાં તકલીફ પડે.

 

વૃષભ ઃ પુત્રપૌત્રાદિકથી આનંદ રહે. બહાર જવાનું થાય. નિકટના સગા સંબંધી- મિત્રવર્ગના કામમાં ધ્યાન આપવું પડે. ખર્ચ થાય.

 

મિથુન ઃ નિકટના સ્વજન- સ્નેહી- મિત્રવર્ગને મળવાનું થાય. નોકરી-ધંધાના સંબંધ-વ્યવહારમાં અગત્યના પ્રશ્ને ચર્ચા-વિચારણા થાય.

 

કર્ક ઃ મહત્વની મુલાકાતમાં, ચર્ચા-વિચારણામાં, નિર્ણયમાં ધ્યાન રાખવું. તે સિવાય બહાર જવાનું થાય, આનંદ રહે.

 

સિંહ ઃ ઘરમાં કે બહાર આપને કોઇ તકલીફ-મુશ્કેલી અનુભવાય. ખાવાપીવામાં, હરવા ફરવામાં ધ્યાન રાખવું. ગાફેલ રહેવું નહીં.

 

કન્યા ઃ આનંદથી તમારું તેમજ અન્યનું કામકાજ કરી શકો. સીઝનલ ધંધો, આવક થાય. પરંતુ પૈસા- પાકીટ- મોબાઇલનું ધ્યાન રાખવું.

 

તુલા ઃ વિલંબમાં પડેલ કામ ઉકેલાય. સગા સંબંધી-મિત્રવર્ગમાંથી સાનુકૂળતા રહે. પોતાના અંગત કામમાં, મિત્રવર્ગના કામમાં રાહત રહે.

 

વૃશ્ચિક ઃ પુત્રપૌત્રાદિકના કામમાં ધ્યાન આપવું પડે. ખર્ચ થાય. બહારના કામ અંગે, નોકરી-ધંધાના કામ અંગે ચિંતા રહે.

 

ધન ઃ હૃદય-મનને શાંતિ જણાય નહીં. ઘર, પરિવારના, સગા સંબંધી- મિત્રવર્ગના વિચારો, ચિંતામાં અટવાયેલા રહો.

 

મકર ઃ બહાર જવાનું થાય પરંતુ બહારનું ખાવાપીવામાં તેમજ વાહન ચલાવવામાં સંભાળવું પડે. ઈન્ફેકશનથી સંભાળવું.

 

કુંભ ઃ ક્ષણિક હળવાશ- રાહત અનુભવાય. વિલંબમાં પડેલા કામમાં ધ્યાન આપી શકો. સગાસંબંધી- મિત્રવર્ગને મળવાનું થાય.

 

મીન ઃ માનસિક પરિતાપ- ચિંતામાં અટવાયેલા રહો. હૃદય-મનને શાંતિ જણાય નહીં. ભાઇભાંડુની ચિંતા જણાય.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૨-૦૯-૨૦૧૨, રવિવાર

 

આપના આજથી શરૃ થઇ રહેલા જન્મવર્ષના પ્રારંભે આરોગ્યની કાળજી રાખવી. આકસ્મિક બિમારી, શસ્ત્રક્રિયા, ફ્રેકચર કે પડવા વાગવાથી સંભાળવું. વધારાનો ખર્ચ થાય. સગાસંબંધી મિત્રવર્ગના કારણે શાંતિ, રાહત, આરામ જણાય નહીં. વડીલવર્ગની ચિંતા રહે.

 

- નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં આ વર્ષ દરમ્યાન નવા જોખમો કરવા નહીં તેમજ નાણાંકીય આયોજન બચતપૂર્વકનું કરકસર પ્રમાણેનું રાખવું.

 

- કૌટુંબીક મુશ્કેલીના કારણે, ચિંતા-ઉચાટ, વિવાદ અનુભવાય.

 

- પરદેશના કામમાં રૃકાવટ-ખર્ચ-ચિંતા પછી પ્રગતિ જણાય.

 

- સ્ત્રીવર્ગને શરીર-મનની પીડા જણાય.

 

- વિદ્યાર્થીવર્ગે ભણવામાં ધ્યાન આપવું પડે.

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છેવટે છગને પોતાની પ્રેમિકા લીલીને ફોન પર કહ્યું, ''હવે આજ પછી હું તારી સોસાયટીમાં આંટા મારવા નહીં આવું.''
''કેમ?'' લીલી બોલી, ''શું થયું? કોઇએ ધમકાવ્યો તને?''
''ના, બસ, હવે મારી સોસાયટીમાં જ સેટીંગ થઇ ગયું...'' છગને જવાબ આપ્યો.

[Top]
 

આજ ની રેસીપી

ઘરમાં મીની પાર્ટી માટેની વાનગીઓ

મકાઈના બોલ્સ

 


સામગ્રી ઃ એક કપ મકાઈના દાણા, ૧/૨ કપ ચીઝની છીણ, ૧/૨ કપ પનીરની છીણ, બે સ્લાઇસ બ્રેડ (કિનારીઓ કાપેલી), ચાર બાફીને મસળેલું બટાટું, એક ચમચો બારીક સમારેલી કોથમીર, ૧/૨ ચમચો બારીક સમારેલ લીલાં મરચાં, એક ચમચી વાટેલું આદું, એક ચમચી વાટેલું લસણ, ૧/૨ કપ મેંદો અથવા વેસણ, ૧/૪ ચમચી સોડા, એક ચમચી મીઠું, એક ચમચી મરીનો પાઉડર, તળવા માટે તેલ.

 

રીત ઃ મકાઈના દાણાને કૂકરમાં ૧/૪ કપ પાણી અને મીઠું નાખી બરાબર બાફી નાખો. પછી તેને મિક્સીમાં અધકચરા ક્રશ કરી લો હવે તેલ સિવાયની તમામ સામગ્રીને આ અધકચરા મિશ્રણમાં નાખી મિક્સ કરો.

 

તેલ ગરમ કરો અને મિશ્રણમાંથી વડા જેવડા કદનાં બોલ્સ લઈ તેલમાં તળતાં જાવ. બ્રાઉન રંગનાં અને કરકરાં થાય એટલે બ્રાઉન પેપર પર કાઢી લો.

 

આ ગરમાગરમ બોલ્સ ચટણીને સોસ સાથે પીરસો.

[Top]
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved