Last Update : 01-September-2012,Saturday

 
દિલ્હીની વાત
 

મુલાયમનો ટેકો અને દગો
નવીદિલ્હી, તા. ૩૧
સમાજવાદી પક્ષના નેતા મુલાયમસિંહ યાદવે સાથ આપવાની બાબતમાં રેકોર્ડ ઊભો કર્યો છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે તેમણે તૃણમૂલ કોંગ્રેસના નેતા સાથે હાથમીલાવ્યા હતા. પરંતુ બીજા જ દિવસે મમતાને આઘા ખસેડીને યુપીએ સાથે હાથ મીલાવ્યા હતા. હવે તે કોલસા કૌભાંડના વિવાદમાં યુપીએનો સાથ છોડીને ત્રીજા મોરચાનું કાર્ડ રમી રહ્યા છે અને કહે છે કે કોલ-ગેટની તપાસ સુપ્રીમ કોર્ટના જજને સોંપવી જોઈએ. સંસદભવનની બહાર આજે તે સીપીઆઈ, સીપીએમ અને તેલુગુ દેશમ સાથે ધરણા પર બેઠા હતા. જોકે રાજકીય નિરીક્ષકો માને છે કે મુલાયમસિંહની કોઈ મોટારોલ માટેની ઇચ્છા ફળવાની નથી. જ્યારે તેમનો પુત્ર અખિલેશ ઉત્તર પ્રદેશમાં કેન્દ્રની સહાય વિના આગળ વધી શકે એમ ના હોઈ શું મુલાયમ કોંગ્રેસને સાઈડમાં ધકેલવાની હિંમત કરશે ખરા ?!
ભાજપના બે હાથમાં લાડુ
કોલસા કૌભાંડ વિવાદમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચેના સંઘર્ષના કારણે સંસદને ૯ દિવસ થયા છતાં કોઈ કામ થઈ શક્યું નથી વડાપ્રધાનના રાજીનામા સિવાય ભાજપને કશું ખપશે નહીં તે દેખાઈ આવે છે. કોલસાની ખાણની ફાળવણી અંગે સંસદમાં ચર્ચા થવી જોઈએ તેવી સાથી પક્ષ અકાલીદળની માગણી પણ ભાજપે ફગાવી દીધી હતી. ભાજપની વ્યૂહરચના વિજય અપાવે એમ છે. જો વડાપ્રધાન રાજીનામું આપે તો તેમની મોટી જીત ગણાશે. જો વડાપ્રધાન રાજીનામું નહીં આપે તો પોતે વિપક્ષ તરીકેની ફરજ બજાવી છે એમ કહેશે. બીજી તરફ ટીમ અણ્ણાના બે સભ્યો અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદી વચ્ચેના મતભેદો સપાટી પર આવવાનો લાભ પણ ભાજપને મળ્યો હતો.
સોનિયા સામે સુષમા...
બે શક્તિશાળી મહિલા રાજકારણીઓ પર સૌની નજર છે. જેમાં યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજનો સમાવેશ થાય છે. સોનિયા ગાંધીએ પોતે એગ્રેગીવ બનીને પક્ષના કાર્યક્રમોમાં નવું જોમ પૂર્યું હતું. જ્યારે સુષમા સ્વરાજ પણ વડાપ્રધાનના રાજીનામાની તેમના પક્ષના માગણીને વળગી રહ્યા હતા. કોલસા ખાણ ફાળવણીમાં કોંગ્રેસે મોટો માલ ખાધો છે એવી સુષમા સ્વરાજની કૉમેન્ટથી કોંગ્રેસના નેતાઓ અપસેટ થયા છે. જ્યારે મુલાયસિંહ યાદવને પટાવવાના સોનિયા ગાંધીના પ્રયાસોથી ભાજપના વર્તુળોમાં ચિંતા પ્રસરી છે.
સોનિયા એગ્રેસિવ પણ રાહુલ...?!
સોનિયા ગાંધીના એગ્રેસિવ રોલથી કોંગ્રેસના કાર્યકરોમાં ભલે નવું જોમ આવ્યું હોય પરંતુ રાહુલ ગાંધીનો ભવિષ્યમાં કેવો રોલ હશે તે બાબતે મોટો પ્રશ્નાર્થ છે. તેમને ૨૦૧૪ની ચૂંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરાય છે. કોંગ્રેસના કેટલાંક લોકો માને છે કે કોંગ્રેસમાં રાહુલ-બ્રિગેડનો રોલ નોંધપાત્ર નથી. જ્યારે સોનિયા ગાંધીએ તો ભાજપના નેતા અડવાણીને તેમના શબ્દો પણ ખેંચવાની ફરજ પડી હતી.
ચિત્રાના એક્સટેન્શનનો વિવાદ
સાઉથ બ્લોકની કાર્યવાહી પર નજર નાખનારા કહે છે કે વિદેશ મંત્રાલયના અધિકારીઓ એક્સટેન્સન માગી રહ્યા છે. સ્વિત્ઝર્લેન્ડના એમ્બેસેડોર ચિત્રા નારાયણન એક્સટેન્સન માગી રહ્યા છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનની પુત્રી ચિત્રાએ સ્વિત્ઝર્લેન્ડમાં સારવાર માટે ૧૧ મહિનાનું એક્સટેન્શન માગ્યું છે. મંત્રાલય કહે છે કે આ મુદ્દે તેમને અગાઉ ત્રણ મહિનાનું એક્સટેન્સન અપાયું છે. મંત્રાલયને ચિંતા એ વાતની છે કે ચિત્રાની વિનંતી માન્ય રખાય તો ખોટો ચીલો પડશે...
- ઇન્દર સાહની

Share |
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved