Last Update : 01-September-2012,Saturday

 
 

કેપ્ટન ટેલરે (૧૧૩) સાતમી ટેસ્ટ સદી ફટકારી
આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

વાન વીક (૬૩*) અને ગપ્ટિલ (૫૩)ની અડધી સદીઓ ઃ પ્રજ્ઞાાન ઓઝાની ૯૦ રનમાં ચાર વિકેટ

 

બેંગ્લોર,તા.૩૧
ટેલરની સાતમી ટેસ્ટ સદી સાથેની ૧૧૩ રનની કેપ્ટન ઇનિંગ અને વાન વીક (નોટઆઉટ ૬૩) તેમજ ગપ્ટિલ (૫૩)ની અડધી સદીઓની મદદથી ન્યુઝીલેન્ડે ભારત સામેની બીજી અને આખરી ટેસ્ટમાં સન્માનજનક બેટિંગ કરતાં પ્રથમ દિવસની રમતના અંતે છ વિકેટે ૩૨૮ રન કર્યા હતા. કેપ્ટન ધોનીએ ઓઝાને મેચની પ્રથમ ઓવર આપતાં ભારે આશ્ચર્ય સર્જાયું હતુ. જો કે તેણે ૯૦ રનમાં ચાર વિકેટ ઝડપીને કેપ્ટનના ભરોસાને સાર્થક કર્યો હતો. વરસાદના વિધ્નને કારણે રમત વહેલી અટકાવવી પડી ત્યારે વિકેટકીપર બેટ્સમેન વાન વીક ૬૩ રને અને બ્રેસવેલ ૩૦ રને ક્રિઝ પર હતા. બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામિ સ્ટેડિયમમાં શરૃ થયેલી શ્રેણીની બીજી અનેઆખરી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ધોનીએ સ્પિનર ઓઝાને ઓપનીંગ બોલિંગ આપીને આશ્ચર્ય સર્જ્યું હતુ.તેની મેડન ઓવર બાદ ઝહીરે તેની પ્રથમ ઓવરના પાંચમા બોલે બ્રેન્ડન મેકુલમને ૦ રને એલબીડબલ્યુ કર્યો હતો. જે પછી વિલિયમસન પણ ૧૭ રને પેવેલિયનમાં પરત ફર્યો હતો.
ગપ્ટિલ સાથે જોડાયેલા કેપ્ટન ટેલરે ભારે મક્કમતાથી બેટિંગ કરતાં સદી ફટકારીને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. ટેલરે કારકિર્દીની સાતમી ટેસ્ટ સદી ફટકારતાં ૧૨૭ બોલમાં ૧૬ ચોગ્ગા અને ૨ છગ્ગા સાથે ૧૧૩ રન કર્યા હતા. જ્યારે ઓપનર ગપ્ટિલે પણ ભારતીય બોલરો સામે પોઝિટીવ બેટિંગ કરતાં ૭૯ બોલમાં ૮ ચોગ્ગા સાથે ૫૩ રન નોંધાવ્યા હતા. ઓઝાએ ગપ્ટિલને શિકાર બનાવતા ન્યુઝીલેન્ડનો સ્કોર ૮૯ રનમાં ત્રણ વિકેટ થઇ ગયો હતો. ટેલર અને ફ્લીનની જોડીએ ન્યુઝીલેન્ડને મુશ્કેલીમાંથી ઉગારતાં મજબુત સ્થિતી તરફ અગ્રેસર કર્યું હતુ અને ૧૦૭ રનની ભાગીદારી નોંધાવી હતી.ભારત માટે જોખમી બનતી જતી ભાગીદારીને અશ્વિને તોડી હતી અને ફ્લિન (૩૩) આઉટ થતાં ન્યુઝીલેન્ડે ૧૯૬ રનમાં ચોથી વિકેટ ગુમાવી હતી. ફ્રેન્કલીન ઓઝાનો શિકાર બન્યો હતો અને તે માત્ર ૮ રન કરી શક્યો હતો. જો કે ટેલરે એક છેડેથી રનગતિને આગળ ધપાવ્યે રાખી હતી.તેને ઓઝાએ આઉટ કર્યો હતો પણ ત્યાર બાદ વાન વીક અને બ્રેસવેલે મક્કમતાપૂર્વક બેટિંગ કરતાં સ્કોરને ૩૦૦ને પાર પહોંચાડયો હતો. જે પછી વરસાદને કારણે રમત અટકાવવી પડી હતી.
ન્યુઝીલેન્ડ પ્રથમ ઇનિંગ

-

રન

બોલ

ગપ્ટિલ કો.ગંભીર બો.ઓઝા

૫૩

૭૯

મેક્યુલમ એલબી બો.ઝહીર

૦૦

૦૫

વિલિયમસન એલબી બો.ઓઝા

૧૭

૪૪

ટેલર એલબી બો.ઓઝા

૧૧૩

૧૨૭

૧૬

ફ્લીન એલબી બો.અશ્વિન

૩૩

૫૩

ફ્રેન્કલીન કો.રૈના બો.ઓઝા

૦૮

૩૫

વાન વીક રમતમાં

૬૩

૮૫

બ્રેસવેલ રમતમાં

૩૦

૬૧

વધારાના (લેગબાય ૯, બાય ૨)

૧૧

 

 

 

કુલ ૮૧.૩ ઓવરમાં ૬ વિકેટે

૩૨૮

 

 

 


વિકેટનો ક્રમઃ ૧-૦ (બી.મેકુલમ ૧.૫) ૨-૬૩(વિલિયમસન ૧૮.૧) ૩-૮૯(ગપ્ટિલ ૨૩.૩) ૪-૧૯૬(ફ્લીન ૪૨.૨) ૫-૨૧૫(ફ્રેન્કલીન ૫૧.૪), ૬-૨૪૬(ટેલર ૬૩.૧). બોલિંગઃ ઓઝા ૨૭-૧૦-૯૦-૪,ઝહીર ૧૮-૨-૭૪-૧, યાદવ ૧૨.૩-૧-૭૧-૦, અશ્વિન ૨૪-૫-૮૨-૧.

 

૪૩ વર્ષ બાદ ટેસ્ટમેચની સૌપ્રથમ ઓવર સ્પિનરે નાંખી
પ્રજ્ઞાાન ઓઝા ૪૩ વર્ષ બાદ ભારત તરફથી ટેસ્ટ મેચમાં સૌપ્રથમ ઓવર નાંખનારો પ્રથમ સ્પિનર બન્યો હતો. છેલ્લે આવુ ગૌરવ સ્પિનર એમ.એલ.જયસિમ્હાને મળ્યું હતુ. તેમને ઓક્ટોબર, ૧૯૬૯માં હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટમાં કેપ્ટન નવાબ પટૌડી જુનિયરે ટેસ્ટ મેચની પ્રથમ ઓવર આપી હતી. અગાઉ ફેબુ્રઆરી ૧૯૬૪માં કાનપુરમાં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં પણ કેપ્ટન નવાબ ઓફ પટૌડી જુનિયરે સ્પિનર જયસિમ્હાને મેચની સૌપ્રથમ ઓવર આપી હતી. આ અગાઉ જાન્યુઆરી,૧૯૫૫માં લાહોર ખાતે રમાયેલી પાકિસ્તાન સામેની ટેસ્ટમાં કેપ્ટન વિનૂ માંકડે સ્પિનર પોલી ઊમરીગરને મેચની સૌપ્રથમ ઓવર આપી હતી. નોંધપાત્ર છે કે આ અગાઉ ભારતે જ્યારે ટેસ્ટ મેચની સૌપ્રથમ ઓવર સ્પિનરને આપી ત્યારે તે મેચ ડ્રોમાં પરિણમી છે, હવે ચાહકો આ વખતે ઇતિહાસનું પુનરાવર્તન થાય છે કે નવો ઇતિહાસ રચાય છે તેના પર મીટ માંડીને બેઠા છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

૧૫ વર્ષ જૂનાં ટ્રકોને રસ્તા પર દોડતા બંધ કરો ઃ પ્રફુલ્લ પટેલ

સોનિયા, અડવાણી, મુલાયમ, લાલુ જેવા મહાનુભાવોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો
ચોવીસ કલાક વીજળી મળતી થતાં સોનિયાએ મુલાયમનો આભાર માન્યો
જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે
સોનામાં આંચકા પચાવી તેજી આવી ઃ ચાંદી પણ ઘટયા પછી ફરી ઉછળી
GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

ભારતની ભૂમિ પર સદી ફટકારનાર ટેલર ન્યુઝીલેન્ડનો બીજો કેપ્ટન
સોંગા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાતા અપસેટ ઃ ફેડરરની આગેકૂચ
ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨૧૨ રનનો પડકાર આપ્યો
ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમના કોચ તરીકે શક્તિ ચૌહાણની નિમણૂંક

તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ
 
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved