Last Update : 01-September-2012,Saturday

 

અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ સહિત સર્વત્ર એકથી ચાર ઇંચ વરસાદ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

ખાંભામાં મકાનોમાં પાણી ઘુસ્યા, દિવાલો ધરાશાયી, નદીમાં બે પશુઓ તણાયાઃ હાલારમાં વીજળી પડતા એક યુવાન, ત્રણ પશુનાં મોત

(પ્રતિનિધિઓ દ્વારા) રાજકોટ, તા.૩૧
સૌરાષ્ટ્રમાં ચોમાસાનાં અંતિમ દિવસોમાં હવે મેઘમહેર વરસવાનું ચાલુ થયું છે. છેલ્લા પખવાડીયાથી છૂટા-છવાયા વરસાદ બાદ આજે શ્રીકાર અડધાથી ચાર ઇંચ વરસાદ વરસી જતાં દૂષ્કાળની ભીતિ સેવતા સૌરાષ્ટ્રવાસીઓનાં હૈયૈ થોડી ટાઢક વળી છે. આજે સૌથી વધુ વરસાદ ખાંભામાં સાંબેલાધારે એક કલાકમાં ચાર ઇંચ વરસી જતાં થોડી ખાનાખરાબી પણ સર્જાઇ હતી. ખાગેશ્રીમાં ત્રણ ઇંચ તથા ઉના, માણાવદર, દેલવાડા, ગીરગઢડા, ભાણવડ, કાલાવડ, જામજોધપુર, સુરેન્દ્રનગરમાં બે ઇંચ તેમજ પાટડી અને લખતરમાં અઢી ઇંચ વરસાદ પડયો હતો. રાજકોટમાં ધોધમાર એક ઇંચ વરસાદ થયો હતો. ખાંભાની નદીમાં બે પશુ તણાયા હતા અને હાલારમાં ત્રણ સ્થળે વીજળી પડતાં એક યુવાન અને ત્રણ પશુના મોત થયા હતા.
રાજકોટ જિલ્લામાં આજે સાર્વત્રિક મેઘરાજાએ આગમન કર્યું હતું. રાજકોટ શહેરમાં સાંજે એક કલાકમાં મુશળધાર એક ઇંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતા. જો કે, જૂના રાજકોટનાં ગાંધીગ્રામ સહિતના અનેક વિસ્તારો આ ધોધમાર વરસાદથી વંચિત રહ્યા હતા. જ્યારે ટંકારામાં સવા ઇંચ અને ગોંડલમાં અર્ધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલના પાંચીયાવદર અને શેમળા સહિતના ગામોમાં પણ અડધો ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે જેતપુર, ઉપલેટા, કોટડાસાંગાણી, મોરબી, પડધરીમાં પાંચથી નવ મી.મી. વરસાદનાં જોરદાર ઝાપટાંથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. જામકંડોરણામાં હળવું ઝાપટું પડયું હતું. જસદણ તાલુકાના પ્રતાપપુર, નવાગામ, જીવાપર, ભાડલા, કમળાપુર, વિંછીયા, ભંડારીયા સહિતના ગામોમાં ૧ થી ૩ ઇંચ વરસાદ પડયો હતો.
અમરેલી જિલ્લામાં આજે અડધાથી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ખાંભામાં બે કલાકમાં અનરાધાર ચાર ઇંચ વરસાદથી અનેક મકાનોમાં પાણી ઘુસી ગયા હતા અને ઘરવખરી તણાઇ ગઇ હતી. કેટલાક કાચા મકાનોની દિવાલો ધરાશાયી થઇ હતી. હડીયો નદીમાં ઘોડાપુર આવ્યા હતા. તાતણીયા ગામની નદીમાં બે પશુઓ તણાઇ ગયા હતા. સાવરકુંડલાના ગીણીયા ગામે પણ ચાર ઇંચ તથા રાજુલામાં પોણા બે ઇંચ અને લાઠીમાં દોઢ ઇંચ તેમજ જાફરાબાદમાં પોણો ઇંચ ઉપરાંત વડીયા અને સાવરકુંડલામાં અડધો ઇંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. બાબરાનાં કરીયાણા અને ખંભાળા ગામે બે ઇંચ તથા કીડી ગામે એક ઇંચ વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં આજે પણ મેઘસવારી યથાવત રહી હતી. ઉના અને માણાવદરમાં બે ઇંચ તથા મેંદરડા અને તાલાલામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી અઢી ઇંચ વરસાદથી મધુવંતી નદીમાં નવા નીર આવ્યા હતા. વિસાવદરમાં ધીમી ધારે પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. કેશોદનાં અગતરાય, અજાબ, કરેણી, બડોદર, માણેકવાડા સહિતનાં ગામોમાં એકથી અઢી ઇંચ વરસાદથી આનંદોત્સવ છવાયો હતો. જૂનાગઢ જિલ્લામાં ડેમ સાઇટ પર અડધાથી અઢી ઇંચ વરસાદ વરસતા રાવલમાં અઢી અને મચ્છુન્દ્રી ડેમમાં એક ફૂટ નવા નીરની આવક થઇ હતી. ઉના, દેલવાડા, ગીરગઢડામાં બે ઇંચ વરસાદ પડયો હતો. તાલાલા પંથકમાં આજે ત્રીજા દિવસે પણ મેઘમહેર ચાલુ રહી હતી. આજે સાર્વત્રિક દોઢથી બે ઇંચ વરસાદ વરસી જતાં લોકોમાં ખુશીની લહેર પ્રસરી હતી. આજે તાલાલામાં દોઢ ઇંચ તથા હરીપુર, સાસણ, ચિત્રાવડ, રમળેચી, વિરપુર, ગુંદરણ, માધુપુર, આંબળાશ, સુરવા, હડમતીયા, આંકોલવાડી, બામણાસા સહિતના ગામોમાં ધીમી ધારે બે ઇંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતા.
ખંભાળિયાનાં ભાણવડ રોડ પર આવેલા મોવાણ, સિધ્ધપુર સહિતના ગામોમાં આજે બપોરે એક કલાકમાં ધોધમાર અઢી-ત્રણ ઇંચ તથા જૂવાનગઢ, ભંડારીયા, લાલુકા, લાલપરડા, સુતરીયા સહિતના ગામોમાં અડધાથી બે ઇંચ વરસાદ વરસ્ય હતો.
રાજુલામાં ગઇકાલે મુશળધાર વરસાદ પડયા બાદ આજે પણ પોણા બે ઇંચ મેઘમહેર વરસી પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. આ સાથે સિઝનનો કુલ વરસાદ સાડા છ ઇંચ થયો છે.
માણાવદરમાં આજે બપોરે બે કલાકમાં અનરાધાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. આસપાસનાં ગળવાવ, ભાલેચડામાં પણ દોઢ ઇંચ તથા લીંબુડા ગામે બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વેળવા, સરાડીયા, કોડવાવ સહિતના ગામડાઓ કોરા ધાકોડ રહ્યા હતા.
જામનગર જિલ્લામાં આજે સાંજે બે કલાકમાં ભાણવડમાં ધોધમાર બે ઇંચ અને જામજોધપુરમાં બે ઇંચ વરસાદ પડયો હતો. જામનગર શહેરમાં અર્ધો ઇંચ પાણી વરસ્યું હતું. કાલાવડમાં પણ બપોર બાદ ધીમી ધારે બે ઇંચ વરસાદ પડયો હતો. ધ્રોલમાં આજે સાંજે અસહ્ય ઉકળાટનાં અંતે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ચાલુ થયો હતો. માત્ર અડધા કલાકમાં સવા ઇંચ વરસાદથી માર્ગો જળબંબોળ થઇ ગયા હતા. ધ્રાંગડા, સોયલ, વાંકીયા, ખાટવા, ઇંટાળા, બીજલકા, જાંબીડા સહિતના ગામોમાં પણ દોઢથી બે ઇંચ વરસાદ પડયો હતો. ભાણવડમાં આજે સાંજે ૪ થી ૬ માં ૫૩ મી.મી. વરસાદ પડી ગયો હતો. નવાગામ, સઇદેવળિયા, મોટા કાલાવડમાં ૪ ઇંચ, મોટા ગુંદામાં ૩ ઇંચ, સેવક દેવળિયામાં ૩, મોરપરમાં ૧ ઇંચ વરસાદ થયો છે. ભાણવડની ફલકુ અને નકટી નદીમાં પૂર આવ્યું હતું. ભાણવડ અને જામનગર પંથકમાં બે સ્થળે વિજળી પડતા ત્રણ પશુઓનાં મોત થયા હતા. જામજોધપુરના લલોઇ ગામમાં વીજળી પડતા કારા મેરૃ ભરવાડ (ઉ.વ.૨૩)નું મોત થયું હતું. અને બોઘા હમીર નામના યુવાનને ઇજા થઇ હતી.
પોરબંદર જિલ્લામાં આજે લાંબા સમય બાદ મેઘરાજાનું આગમન થયું હતું. ૧૦૦ કિ.મી.ના વિસ્તારમાં આજે બપોરે બાદ કાળાડિબાંગ વાદળો આકાશમાં ફરી વળ્યા હતા. અને અડધાથી ત્રણ ઇંચ મેઘણહેર વરસી જતાં ધરતીપુત્રોનાં ચહેરા પર ખુશી આવી ગઇ હતી. કુતિયાણામાં ધોધમાર દોઢ ઇંચ તથા ખાગેશ્રીમાં મુશળધાર ત્રણ ઇંચ વરસાદ માત્ર એક કલાકમાં તૂટી પડયો હતો. અડવાણા ગામે વીજળી ત્રાટકી હતી, પણ સદનસીબે કોઇ જાનહાની થઇ નહોતી. કુતિયાણાનાં કાલીન્દ્રી ડેમમાં નવા નીરની આવક ચાલુ થઇ હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પર આજે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. જેમાં બપોરે વઢવાણ (સુ.નગર)માં બે ઇંચ તથા પાટડી અને લખતરમાં અઢી ઇંચ ઉપરાંત ચોટીલામાં અડધો ઇંચ વરસાદ વરસી પડયો હતો. સાયલામાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. એજ રીતે ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુરમાં પોણો ઇંચ અને મહુવામાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. ગઢડા, ગારીયાધાર, પાલિતાણા અને સિંહોરમાં ભારે ઝાપટાથી માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

૧૫ વર્ષ જૂનાં ટ્રકોને રસ્તા પર દોડતા બંધ કરો ઃ પ્રફુલ્લ પટેલ

સોનિયા, અડવાણી, મુલાયમ, લાલુ જેવા મહાનુભાવોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો
ચોવીસ કલાક વીજળી મળતી થતાં સોનિયાએ મુલાયમનો આભાર માન્યો
જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે
સોનામાં આંચકા પચાવી તેજી આવી ઃ ચાંદી પણ ઘટયા પછી ફરી ઉછળી
GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

ભારતની ભૂમિ પર સદી ફટકારનાર ટેલર ન્યુઝીલેન્ડનો બીજો કેપ્ટન
સોંગા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાતા અપસેટ ઃ ફેડરરની આગેકૂચ
ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨૧૨ રનનો પડકાર આપ્યો
ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમના કોચ તરીકે શક્તિ ચૌહાણની નિમણૂંક

તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ
 
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved