Last Update : 01-September-2012,Saturday

 

શિવસેનાના કોર્પોરેટ જામસાંડેકરની હત્યા બદલ
ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ

જજ પૃથ્વીરાજ ચવ્હાણે ગવળીને આજીવન કારાવાસની સાથે ૧૭ લાખનો દંડ પણ ફટકાર્યો

(પીટીઆઈ) મુંબઈ,તા.૩૧
ઘાટકોપરમાં શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકરની હત્યા બદલ ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળીને મકોકા કોર્ટે આજે જન્મટીપની સજા ફટકારી હતી.
સ્પેશ્યલ મકોકા (મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ) કોર્ટના જજ પૃથ્વીરાજ ચવ્હાણે આજીવન કારાવાસની સાથે ગવળીને ૧૭ લાખ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. દંડ નહીં ચૂકવે તો ગવળીએ વધુ ત્રણ વર્ષની જેલ ભોગવવી પડશે.
ચાર વર્ષ પહેલાં થયેલી હત્યાના આ કેસમાં ગવળી ઉપરાંત બીજા દસ અપરાધીને પણ આજીવન કારાવાસની સજા સૂણાવવામાં આવી હતી. જ્યારે સુનીલ ઘાટેને આર્મ્સ એક્ટ હેઠળ ત્રણ વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી.
સંગઠિત ગુનાખોર ટોળીનો મેમ્બર હોવાથી તેમ જ ખંડણીના અપરાધ બદલ 'મકોકા' કોર્ટે ગવળીને દસ-દસ વર્ષની સજા કરી હતી. જજ પૃથ્વીરાજ ચવ્હાણે ચુકાદો આપતા ગવળીને કહ્યું હતું કે દેહાંતદંડને બદલે તને જન્મટીપની સજા ફરમાવું છું.
મકોકા કોર્ટમાં પોતાના બચાવમાં ગવળીએ જણાવ્યું હતું કે ૩૦ લાખ રૃપિયા જેવી નજીવી રકમ ખાતર હું કોઈનો જીવ ન લઈ શકું. ૨૦૦૭ની મુંબઈ મહાપાલિકાની ચૂંટણી બાદ શિવસેનાને બહુમતી ન મળતા મારી અખીલ ભારતીય સેનાના ચાર નગરસેવકોએ શિવસેનાને ટેકો આપ્યો હતો. એ વખતે અમારા દરેક કોર્પોરેટર ધાર્યું હોત તો ઘણી ઊંચી રકમ મેળવી શક્યા હોત. એટલે ફક્ત ૩૦ લાખ રૃપિયા જેવી મામૂલી રકમ માટે જામસાંડેકરની હત્યા કરવાનું કોઈ કારણજ નહોતું.
૨૦૦૮માં શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંડેકરની ઘાટકોપરના અસલ્ફા વિલેજમાં કરવામાં આવેલી હત્યા બદલ ભૂતપૂર્વ વિધાનસભ્ય ્અરૃણ ગવળી અને બીજા ૧૧ આરોપીને તકસીરવાર ઠેરવવામાં આવ્યાં હતાં. જામસાંડેકરનું કાસબ કાઢવા માટે ગવળી ગેન્ગને ૩૦ લાખની સુપારી આપવામાં આવી હોવાનું આરોપનામાં જણાવવામાં આવ્યું હતું.
આ અગાઉ ગવળીના વકીલ સુદીપ પાસબોલાએ દલીલ કરતા કહ્યું હતું કે અરૃણ ગવળીને ફાંસીની સજા ન થવી જોઈએ. હડકવાને બહાને કૂતરાને ઠાર ન કરી શકાય.
પોલીસના જણાવ્યા પ્રમાણે શિવસેનાના નગરસેવક જામસાંડેકરના કન્સ્ટ્રક્શન વ્યવસાયમાં હરીફ સાહેબરાવ ભીંતાડે અને બાબા સુર્વેએ હત્યા માટે ગવળી ગેન્ગને સુપારી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે હત્યાનું એક કારણ એ આપ્યું હતું કે ભીંતાડે અને સૂર્પે સાકીનાકાનો એક પ્લોટ મેળવવા માગતા હતા. પણ જામસાંડેકરે મદદ કરવાનો ઈનકાર કરતા તેનો કાંટો કાઢી નાખવામાં આવ્યો હતો.
અરૃણ ગવળીને સુપારી આપવામાં આવ્યા બાદ જામસાંડેકરની હત્યાનું કાવતરૃ રચાયું હતું, અને માર્ચ ૨૦૦૮માં ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં જામસાંડેકરને એના ઘરની અંદર ઘૂસીને ઠાર કરવામાં આવ્યો હતો.
ગવળીની મે ૨૦૦૮માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે કસ્ટડીમાં જ છે. ૭મી ઓક્ટોબર ૨૦૧૦માં કોર્ટે ગવળી અને અન્ય આરોપીઓ સામે 'મકોકા' કાનૂન હેઠળ આરોપો ઘડયા હતા. ગવળી સહિત બધાએ તેમની સામેના આરોપો નકાર્યા હતા.
આ કેસમાં પબ્લિક પ્રોસીક્યુટર રાજા ઠાકરેએ ગવળી અને તેના સહઆરોપી વિજયગિરી તથા પ્રતાપ બોરચેને ફાંસીની સજા આપવાની માગણી કરી હતી. ઠાકરેએ કહ્યું હતું કે ગવળી અખિલ ભારતીય સેના ઊભી કરીને આ રાજકીય સંગઠનના ઓઠાં નીચે ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતો હતો. આ ગવળી ગેન્ગે તેની ગુનાહિત કુપ્રવૃત્તિનો વ્યાપ વધાર્યો હતો અને પછી તો ગેરમાર્ગે ચડી ગયેલા યુવાનોને પણ ગેન્ગમાં લેવા માંડયા હતા. ગવળી જેલમાં હોવા છતાં જેલમાંથી પણ અપરાધી પ્રવૃત્તિ ચલાવતો હતો.
ગવળીના વકીલે કહ્યું હતું કે ખંડણી માટે નહીં પણ રાજકીય દુશ્મનાવટને કારણે જામસાંડેકરની હત્યા કરવામાં આવી હતી.
કોર્ટના ફેંસલા બાદ નિવૃત્ત એસીપી અને આ કેસના તપાસ અધિકારી અશોક ધુરાર્ફએ જણાવ્યું હતું કે આ ચુકાદાથી અમને સંતોષ થયો છે. તપાસ દરમ્યાન અમે ભેગા કરેલા પુરાવા સ્વીકારીને ગવળી અને તેના સાગરીતોને સજા ફરમાવવામાં આવી છે.
મુંબઈની અંધારી આલમમાં અરૃણ ગવળી હાક વાગતી હતી. ગવળી ગેંગસ્ટરમાંથી રાજકારણી બન્યો હતો અને ચૂંટાઈને વિધાનસભામાં પણ ગયો હતો. આટલા વર્ષોમાં પહેલી જ વાર ગવળી કોઈ કેસમાં દોષિત ઠર્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

૧૫ વર્ષ જૂનાં ટ્રકોને રસ્તા પર દોડતા બંધ કરો ઃ પ્રફુલ્લ પટેલ

સોનિયા, અડવાણી, મુલાયમ, લાલુ જેવા મહાનુભાવોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો
ચોવીસ કલાક વીજળી મળતી થતાં સોનિયાએ મુલાયમનો આભાર માન્યો
જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે
સોનામાં આંચકા પચાવી તેજી આવી ઃ ચાંદી પણ ઘટયા પછી ફરી ઉછળી
GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

ભારતની ભૂમિ પર સદી ફટકારનાર ટેલર ન્યુઝીલેન્ડનો બીજો કેપ્ટન
સોંગા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાતા અપસેટ ઃ ફેડરરની આગેકૂચ
ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨૧૨ રનનો પડકાર આપ્યો
ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમના કોચ તરીકે શક્તિ ચૌહાણની નિમણૂંક

તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ
 
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved