Last Update : 01-September-2012,Saturday

 

નિયમોનો ભંગ કરીને નાણાં ઉઘરાવવા માટે
સહારાના રોકાણકારોને ૨૪ હજાર કરોડ પાછા આપવા સુપ્રીમનો આદેશ

ત્રણ મહિનામાં પંદર ટકા વ્યાજ સાથે રકમ ચુકવવાની રહેશે

(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૩૧
સહારા જૂથને મોટો ઝટકો આપતા સર્વોચ્ચ અદાલતે જૂથની બે કંપનીઓને તેના રોકાણકારોને ૧૫ ટકાના વ્યાજ સાથે રૃા. ૨૪,૦૨૯.૭૩ કરોડ પરત આપવા જણાવ્યું છે. કંપનીઓએ આ રકમ ત્રણ મહિનામાં ચૂકવવાની રહેશે. કંપનીઓ સામે તપાસ માટે સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયધીશની નિમણૂંક કરાઇ છે. કંપનીઓએ આ રકમ ઓએફસીડી (ઓપ્શન્લી ફુલી કન્વર્ટિબલ ડિબેન્ચર્સ) મારફતે ઉઘરાવી હતી.
આ બન્ને કંપનીઓ દ્વારા સહારા ઇન્ડિયા રીયલ એસ્ટેટ કોર્પોરેશન અને સહારા હાઉસીંગ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન આ રકમ રોકાણકારોને પરત આપવામાં નિષ્ફળ જાય તો તેની સામે કડક પગલાના નિર્દેશ પણ ન્યાયધીશો કે એસ રાધાકૃષ્ણન્ અને જે એસ. ખેહરની બેંચે સેબીને આપ્યા છે. બેંચે જણાવ્યું હતુ કે, આવા આર્થિક અપરાધો સાથે કડક હાથે કામ લેવું જરૃરી છે.
કંપનીઓ આદેશ ન માને તો તેમની સંપત્તિ ટાંચમાં લેવાનો અને બેંક ખાતા સ્થગિત કરવાનું પણ સર્વોચ્ચ અદાલતે સેબીને જણાવ્યું છે. ગ્રાહકોની વાસ્તવિક સંખ્યા શોધવા અને અન્ય સંલગ્ન માહિતી એકત્રિત કરવા માટે સેબીને તપાસનો આદેશ પણ આપ્યો છે. આ તપાસ પર દેખરેખ રાખવા માટે સર્વોચ્ચ અદાલતના પૂર્વન્યાયાધીશ બી.એન. અગ્રવાલની નિમણૂંક કરાઈ છે. આ ઉપરાંત બન્ને કંપનીઓને પણ તેમના તમામ દસ્તાવેજો અને ખાતાની વિગતો પૂરી પાડવા આદેશ કરાયો છે.
બન્ને કંપનીઓએ ૨.૩ કરોડ રોકાણકારો પાસેથી ઓએફસીડી મારફતે ઉઘરાવેલા રૃા. ૨૪,૦૨૯.૭૩ કરોડને રીફન્ડ કરવાનો આદેશ આપતી સિક્યોરિટીઝ એપલેટ ટ્રીબ્યુનલના ચુકાદાને સહારા જૂથે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. પરંતુ તેની અરજી અદાલતે આજે રદ્દ કરી હતી. સહારા જૂથે તેની અરજીમાં દલિલ કરી હતી કે રોકાણકારોના હિતોના રક્ષણ માટે તેની પાસે પૂરતી સંપત્તિ છે.
સેબીએ જૂન ૨૦૧૧માં આદેશ આપ્યો હતો કે ઓએફસીડી મારફતે નિયમોનો ભંગ કરીને રોકાણકારો પાસેથી એકત્રિત કરેલી રકમ બન્ને કંપનીઓ પરત કરે. આ આદેશને સહારા જૂથે એસએટીમાં પડકાર્યો હતો. તમામ રકમ પરત ન કરે ત્યાં સુધી તેને ભંડોળ એકત્રિત કરવા માટે સિક્યોરિટીઝ માર્કેટમાં સક્રિય થતાં પણ સેબીએ બન્ને કંપનીઓને અટકાવી હતી.

અમદાવાદના શેલામાં સહારાની ૪૦ હેક્ટરમાં ટાઉનશીપ બને છે
ગાંધીનગર, શુક્રવાર
અમદાવાદની ભાગોળે આવેલા શેલા ગામ પાસે સહારા દ્વારા ટાઉનશીપનું નિર્માણ કરાઈ રહ્યું છે. ગુજરાત સરકારની ટાઉનશીપ પોલીસી અંતર્ગત્ ૪૦ હેક્ટરથી વધુ જગ્યામાં આ ટાઉનશીપ આકાર પામી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે હાલમાં આ ટાઉનશીપમાં બે હાઈરાઈઝ બિલ્ડિંગ તૈયાર થઈ ગયા છે. જયારે બંગલોઝ બનાવવાની કામગીરી ચાલી રહી છે.

* ૨૩મી માર્ચ, ૨૦૦૮ના રોજ SIRCE એ રૃા. ૧૯,૪૦૦.૮૭ કરોડ અને SHICL એ રૃા. ૬,૩૮૦.૫૦ કરોડ ઉઘરાવ્યા હતાં.
* બન્ને કંપનીઓને કુલ રૃા. ૩૮ હજાર કરોડ પરત આપવાના થશે. જેમાં ઉઘરાવેલી ૨૪,૦૨૯.૭૩ કરોડ અને ૧૪ હજાર કરોડની (અંદાજીત) વ્યાજની રકમ સામેલ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

૧૫ વર્ષ જૂનાં ટ્રકોને રસ્તા પર દોડતા બંધ કરો ઃ પ્રફુલ્લ પટેલ

સોનિયા, અડવાણી, મુલાયમ, લાલુ જેવા મહાનુભાવોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો
ચોવીસ કલાક વીજળી મળતી થતાં સોનિયાએ મુલાયમનો આભાર માન્યો
જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે
સોનામાં આંચકા પચાવી તેજી આવી ઃ ચાંદી પણ ઘટયા પછી ફરી ઉછળી
GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

ભારતની ભૂમિ પર સદી ફટકારનાર ટેલર ન્યુઝીલેન્ડનો બીજો કેપ્ટન
સોંગા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાતા અપસેટ ઃ ફેડરરની આગેકૂચ
ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨૧૨ રનનો પડકાર આપ્યો
ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમના કોચ તરીકે શક્તિ ચૌહાણની નિમણૂંક

તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ
 
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved