Last Update : 01-September-2012,Saturday

 

કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે

 

'સંગ એવો રંગ' વાળી ઉક્તિ બરાબર સાર્થક કરવામાં આજની સૌથી સુંદર અને ટોચની અભિનેત્રી કેટરીના કૈફ પણ જરાય પાછળ નથી ! કેટરીના કૈફ દેખાવમાં જેટલી સુંદર અને સૌમ્ય છે તેટલી જ દિલની ભોળી અને મનની ભારે ઉદાર હસીના છે. સલમાન ખાન સાથે રહીને એકટીંગ કરતાં તો શીખી જ છે પરંતુ તે ઉપરાંત સલમાનની માફક ધન-દક્ષિણા અને ચેરિટી કરવાનું પણ તે શીખી છે ! જેમ અંગ્રેજીમાં કહેવત છે ને કે 'ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ', તેમ કેટરીના કૈફ પણ પરોપકારની શરૃઆત પણ પોતાના ઘરથી જ કરે છે.
બોલીવુડમાં ખૂબ ઓછા લોકોને એ બાબતની જાણ છે કે કેટરીનાની મમ્મી- ''મર્સી હોમ'' નામની એક ચેરીટી-સંસ્થા ચલાવી રહી છે, જેને કેટરીના ભરપુર સપોર્ટ કરી રહી છે ! થોડાક સમય પહેલા કેટરીના કૈફે પોતાની ફિલ્મોના સ્મૃતિ-ચિન્હો અને રૃપેરી પરદા ઉપર તેણે પહેરેલા વિવિધ પોષાકોની મોટી હરાજી બોલાવી હતી અને તેમાંથી જે આવક થઈ તેનો સદ્ઉપયોગ તેણે, પોતાની મમ્મી દ્વારા ચલાવામાં આવતા 'મર્સી-હોમ'માં આપી અનાથ બાળકોના પુર્નવાસ અને શિક્ષણ માટે કરવામાં આવતા કામોમાં ખર્ચી કાઢ્યા હતા ! આટલું જ નહીં, પરંતુ કેટરીના વધુ એકવાર પોતાની મમ્મીના માનવીય પ્રયાસો માટે નર્સરી કવિતાઓનું એક આલ્બમ માટે એ.આર. રહેમાન (સંગીતકાર) સાથે ગઠબંધન કર્યું છે. આવી જ રીતે બીજી બાજુ કેટરીના ગરીબ બાળકોના પુર્નવાસ માટે થોડા થોડા સમયે પોતાના બોય-ફ્રેન્ડ સલમાન ખાનની 'બીઈંગ હ્યુમન' સંસ્થાને મદદ કરતી રહે છે ! ઈન શોર્ટ, બોલીવુડમાં સારા સ્ટારો સારા કામો કરવામાં ક્યારેય પાછી પાની નથી કરતા તે એક વાસ્તવિકતા છે !

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

૧૫ વર્ષ જૂનાં ટ્રકોને રસ્તા પર દોડતા બંધ કરો ઃ પ્રફુલ્લ પટેલ

સોનિયા, અડવાણી, મુલાયમ, લાલુ જેવા મહાનુભાવોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો
ચોવીસ કલાક વીજળી મળતી થતાં સોનિયાએ મુલાયમનો આભાર માન્યો
જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે
સોનામાં આંચકા પચાવી તેજી આવી ઃ ચાંદી પણ ઘટયા પછી ફરી ઉછળી
GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

ભારતની ભૂમિ પર સદી ફટકારનાર ટેલર ન્યુઝીલેન્ડનો બીજો કેપ્ટન
સોંગા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાતા અપસેટ ઃ ફેડરરની આગેકૂચ
ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨૧૨ રનનો પડકાર આપ્યો
ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમના કોચ તરીકે શક્તિ ચૌહાણની નિમણૂંક

તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ
 
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved