Last Update : 01-September-2012,Saturday

 

રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું

 

'ઉતાવળા સો બ્હાવરા, ધીરાઓ ગંભીર''ની નીતિ ઉપર ચાલનારા ઓસ્કર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાનનું એવું જ માનવું છે કે ભલે સમય વધુ જાય પરંતુ કોઈપણ ચીજ સરસ જ બનવી જોઈએ ! એ.આર.રહેમાનના કામની આ સ્ટાઈલથી બોલીવુડમાં ઘણા બધા નિર્માતાઓ વાકેફ જ છે અને એટલે તો તેઓ રહેમાન પાસેથી ધૂનો મોડી મલશે જ એવી માનસિકતા કેળવીને જ બેઠા હોય છે. પરંતુ ઘણીવાર જ્યારે એ.આર.રહેમાન પોતાની ધૂનને વધુ 'પોલિશ્ડ' બનાવામાં જરૃરીયાત કરતાં વધુ પડતો સમય લઈ લે છે ત્યારે તે નિર્માતાની દુર્દશા એવી જ થાય છે જે આજકાલ 'રાંઝના' બનાવી રહેલા નિર્માતા આનંદ એલ.રાયની થઈ છે !
આમ તો ભૂતકાળમાં 'મનુ વેડ્સ તનુ' બનાવી ચુકેલા આનંદ એલ. રાય હવે અભય દેઓલ, સોનમ અને સાઉથના ચર્ચાસ્પદ સ્ટાર- ધનુષને લઈને આગામી ફિલ્મ ''રાંઝના'' બનાવી રહ્યો છે. આનંદે પહેલા તો પોતાનું મેનું શિડયુઅલ જૂન સુધી ટાળવું પડયું, કારણ કે ધનુષ પોતાની હિન્દી ભાષા સુધારવા માટે થોડોક સમય માંગતો હતો. આ પછી આનંદ જ્યારે જૂનમાં શુટીંગ કરવાની તૈયારી કરવા માંડયો ત્યારે તેણે દૂર શુટીંગ-શિડયુઅલ કેન્સલ કરવું પડયું, કારણ કે તે શિડયુઅલમાં એ.આર.રહેમાનનું સંગીતબધ્ધ કરેલું જે ગીત પિક્ચરાઈઝડ કરવાનું હતું તે તેણે તૈયાર કર્યું નહોતું ! જો કે હજી સુધી તે ગીતના લેટેસ્ટ-ન્યુઝ જાણવા તો નથી મળ્યા પરંતુ આનંદ બધા આગળ એમ કહેતો ફરી રહ્યો છે કે પોતાને રહેમાન સાથે કોઈ જ સમસ્યા નથી. હાસ્તો ભૈ, દૂઝણી ગાયની બે લાત પણ સહેવી પડે !!

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

૧૫ વર્ષ જૂનાં ટ્રકોને રસ્તા પર દોડતા બંધ કરો ઃ પ્રફુલ્લ પટેલ

સોનિયા, અડવાણી, મુલાયમ, લાલુ જેવા મહાનુભાવોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો
ચોવીસ કલાક વીજળી મળતી થતાં સોનિયાએ મુલાયમનો આભાર માન્યો
જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે
સોનામાં આંચકા પચાવી તેજી આવી ઃ ચાંદી પણ ઘટયા પછી ફરી ઉછળી
GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

ભારતની ભૂમિ પર સદી ફટકારનાર ટેલર ન્યુઝીલેન્ડનો બીજો કેપ્ટન
સોંગા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાતા અપસેટ ઃ ફેડરરની આગેકૂચ
ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨૧૨ રનનો પડકાર આપ્યો
ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમના કોચ તરીકે શક્તિ ચૌહાણની નિમણૂંક

તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ
 
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved