Last Update : 01-September-2012,Saturday

 

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ

રિકાસ્ટ કરાવવામાં રાજ્ય વીજ બોર્ડો તાૃથા ઈન્ફ્રા કંપનીઓનો મુખ્યત્વે સમાવેશ

રાજ્ય વીજ બોર્ડોની કથળી રહેલી નાણાંકીય તંદુરસ્તીને પરિણામે લોન રિસ્ટ્રકચરિંગમાં જોરદાર વધારો થશે જેની સીધી અસર બેન્કોની એસેટ કવોલિટી પર પડશે એમ રિસર્ચ સંસ્થા ક્રિસિલે જણાવ્યું હતું. ૨૦૧૧-૧૨માં રૃપિયા ૨.૧૮ લાખની લોન રિસ્ટ્રકચર્ડની સામે ૨૦૧૨-૧૩માં આ આંક રૃપિયા ૩.૨૫ લાખ પર પહોંચવાનો ક્રિસિલે અંદાજ મૂકયો છે. ગયા નાણાંકીય વર્ષમાં રિસ્ટ્રકચર્ડ કરાયેલી લોન્સની ટકાવારી ગ્રોસ એડવાન્સિઝના ૪.૬૮ ટકા હતી તે ચાલુ નાણાંકીય વર્ષમાં વધીને ૫.૭૦ ટકા રહેવાનો પણ ક્રિસિલે અંદાજ મૂકયો છે.
રાજ્ય વીજ બોર્ડોની ખરાબ નાણાંકીય સ્થિતિની જાહેર ક્ષેત્રના ધિરાણદારો પર સૌથી ગંભીર અસર જોવા મળી શકશે. ૮૦ ટકા રિસ્ટ્રકચરિંંંગ તો જાહેર ક્ષેત્રની બેન્કોના ચોપડે જ થાય છે એમ ક્રિસિલના સીનિયર ડાયરેકટર પવન અગ્રવાલે જણાવ્યું હતું. ૨૦૦૯-૧૦ અને ૨૦૧૧-૧૨ વચ્ચે રિસ્ટ્રકચર્ડ એકાઉન્ટસમાં વાર્ષિક ૪૭.૮૬ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધારો થયો છે જ્યારે આની સામે ધિરાણનો વિકાસ દર ૧૯.૫૭ ટકા રહ્યો છે.
રાજ્ય વીજ ઉપક્રમો ઉપરાંત કન્સ્ટ્રકશન તથા માળખાકીય ક્ષેત્રની કંપનીઓએ બેન્કોની ચિંતામાં વધારો કર્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા સુધીમાં રૃપિયા ૧.૬૦ લાખ કરોડની થયેલી રિસ્ટ્રકચર્ડ લોન્સમાંથી રૃપિયા ૧ લાખ કરોડની લોન રાજ્ય વીજ ઉપક્રમો, કન્સ્ટ્રકશન તથા માળખાકીય ક્ષેત્રની કંપનીઓની થઈ છે. જ્યારે રૃપિયા ૨૦,૦૦૦ કરોડ એવીએશન ઉદ્યોગની છે. મુશ્કેલીમાં મુકાયેલી એર ઈન્ડિયાની લોન્સ આ અગાઉ જ રિસ્ટ્રકચર્ડ કરાઈ છે જ્યારે કિંગફિશરની લોન્સ રિકાસ્ટ કરાયા છતાં તે એનપીએમાં રૃપાંતરિત થઈ ગઈ છે. રાજ્ય વીજ બોર્ડોની અત્યારસુધી રૃપિયા ૬૦,૦૦૦ કરોડની લોન્સને રિકાસ્ટ કરાઈ છે, એમ ક્રિસિલે તેના અહેવાલમાં વધુમાં જણાવ્યું છે. શોર્ટ ટર્મ અનસિકયોર્ડ લોન્સ પૂરી નહીં પાડવાની બેન્કોને નાણાં મંત્રાલયની સૂચનાને પગલે રાજ્ય વીજ બોર્ડો માટે પોતાની જુની લોન્સનું રિફાઈનાન્સિંગ કરવાનું મુશ્કેલ બની ગયું છે.
આ ઉપરાંત રિસ્ટ્રકચરિંગની યાદીમાં આવતા અન્ય ક્ષેત્રોમાં સ્ટીલ, ટેકસટાઈલ અને એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. જો કોઈ કિસ્સામાં લોન સબ-સ્ટાન્ડર્ડ થઈ ગઈ હોય તો તેનું એસેટ કલાસિફિકેશન રિસ્ટ્રકચરિંગ પછી વધુ નીચું જાય છે, જેને કારણે ધિરાણદારે વધુ જાગેવાઈ કરવી પડે છે. સમયની અંદર પૂરતી ઈક્વિટી ઊભી કરવાની આશક્તિથી બોરોઅર્સની બેલેન્સ સીટ પર દબાણ ઊભું કરું છે, જેને કારણે તેમણે છેવટે લોનના રિસ્ટ્રકચરિંગ માટે જવું પડે છે, એમ અગ્રવાલે જણાવ્યું હતું.
રિસ્ટ્રકચર્ડ કરાયેલી લોન્સમાંથી રૃપિયા ૫૦,૦૦૦ કરોડ જેટલી લોન્સનું એનપીએમાં રૃપાંતરિત થઈ જવાનું જોખમ રહેલું છે. આને કારણે બેન્કોની એનપીએમાં ૨૦૧૩ના માર્ચ પછી અડધાથી પોણા ટકાનો વધારો થઈ શકે છે. જો કે રાજ્ય વીજ બોર્ડોની લોન્સ બેડલોન્સમાં ફેરવાઈ જવાની શકયતા નથી રહેતી કારણ કે તેને રાજ્ય અને કેન્દ્રનો ટેકો હોય છે. લોન રિસ્ટ્રકચરિંગનો એક લાભ એ પણ થાયે છે કે તેનાથી એનપીએમાં વધારો થવાની શકયતા ઘટી જાય છે. બેન્કિંગ ઉદ્યોેગની સરેરાશ એનપીએમાં અડધા ટકાનો વધારો થવાનો પણ ક્રિસિલે અંદાજ મુક્યો છે. ભારત સહિત વિશ્વભરમાં હાલમાં ચાલી રહેલી મંદીને કારણે પણ કંપનીઓની નાણાંકીય તંદુરસ્તી પર અસર પડી છેે. વિવિધ બેન્કોની રિસ્ટ્રકચર્ડ એડવાન્સિઝની સરખામણી કરતા રિઝર્વ બેન્કે તાજેતરમાં કહ્યું હતું કે આ સમશ્યા માટે માત્ર આર્થિક મંદી જ કારણભૂત રહેવી ન જોઈએ કારણ કે કેટલીક બેન્કોને રિસ્ટ્રકચરિંગના મોરચે ખાસ ગંભીર સ્થિતિ જોવા મળતી નથી. તેજીના સમયે કેટલાક બોરોઅર્સ દ્વારા લોનમાં આક્રમક વધારો, પ્રોજેકટ શરૃ થવામાં ઢીલ અને રિસ્ટ્રકચરિંગની વિનંતીઓ સમાવી લેવામાં બેન્કોનો વધુ પડતો ઉત્સાહ આ માટે જવાબદાર છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

૧૫ વર્ષ જૂનાં ટ્રકોને રસ્તા પર દોડતા બંધ કરો ઃ પ્રફુલ્લ પટેલ

સોનિયા, અડવાણી, મુલાયમ, લાલુ જેવા મહાનુભાવોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો
ચોવીસ કલાક વીજળી મળતી થતાં સોનિયાએ મુલાયમનો આભાર માન્યો
જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે
સોનામાં આંચકા પચાવી તેજી આવી ઃ ચાંદી પણ ઘટયા પછી ફરી ઉછળી
GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

ભારતની ભૂમિ પર સદી ફટકારનાર ટેલર ન્યુઝીલેન્ડનો બીજો કેપ્ટન
સોંગા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાતા અપસેટ ઃ ફેડરરની આગેકૂચ
ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨૧૨ રનનો પડકાર આપ્યો
ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમના કોચ તરીકે શક્તિ ચૌહાણની નિમણૂંક

તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ
 
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved