Last Update : 01-September-2012,Saturday

 

GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

ફુગાવા સામેનો સંઘર્ષ, રાજકોષીય ખાદ્ય અને રાજકીય મડાગાંઠના સંઘર્ષમાં ભારતીય અર્થતંત્ર મંદીની ઉંડી ગર્તામાં

અમદાવાદ, શુક્રવાર
એપ્રિલ- જૂન ત્રિમાસિક સમયગાળા માટેનો આજે જાહેર થયેલો ૫.૫ ટકા રહ્યો છે. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન ૮ ટકા હતો. આમ આ આંકડો દર્શાવે છે કે ભારતનું અર્થતંત્ર ખાડે જઈ રહ્યું છે આમ અર્થતંત્રમાં થયેલી પીછેહઠના પગલે ભારતનું સોવરિન રેટિંગ ડાઉનગ્રેડ થવાની પણ દહેશત ઉદ્ભવી છે તેમ અર્થતંત્ર સાથે સંકળાયેલ વર્તુળોએ જણાવ્યું હતું.
ફુગાવા સામેના સંઘર્ષ, રાજકોષીય ખાધ અને રાજકીય મડાગાંઠના સંઘર્ષમાં ભારતીય અર્થતંત્રના દિન-પ્રતિદિન મંદીની ઉંડી ગર્તામાં ધકેલાતું જાય છે. આ પ્રતિકૂળતા એટલી હદ સધી વકરી ગઈ છે કે છેલ્લા સળંગ આઠ ત્રિમાસિક ગાળામાં સૌથી નીચા ૫.૫ ટકા જીડીપી દરની આજે જાહેરાત થઈ છે જે ખરેખર ગંભીર બાબત છે.
અર્થતંત્રમાં થયેલી પીછેહઠ આમ તો ખતરાની ઘંટડી સમાન છે. અર્થતંત્રની સતત છેલ્લા આઠ ત્રિમાસિક ગાળાથી થઈ રહેલી પીછેહઠને જોતા હવે ભારતનું સોવરિન રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય ઉદભવ્યો છે. અર્થતંત્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, જીડીપીના નીચા આંકડા, વેપાર ખાધમાં સતત વધારો, રાજકોષીય ખાધ જેવા પરિબળો રેટિંગ ડાઉનગ્રેડને આમંત્રણ આપતા પરિબળો છે. આમ જો ભારતનું સોવરિન રેટીંગ ડાઉનગ્રેડ થશે તો વિદેશી રોકાણમાં રૃકાવટ આવશે બહારના દેશોમાંથી ઠલવાતો રોકાણનો પ્રવાહ અટકી જશે અને જે પ્રવાહ આવેલો છે તે પણ પાછો ખેંચાશે આમ જો ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થાય તો અર્થતંત્રની હાલત વધુ ડામાડોળ બનશે.
આજે જાહેર થયેલા જીડીપીના આંકડામાં મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે માત્ર ૦.૨ ટકા, માઇનીંગ ક્ષેત્રે ૦.૨ ટકા, કૃષિ ક્ષેત્રે ૨.૯ ટકા અને ટ્રેડ, હોટલ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે ૪ ટકા વૃદ્ધિ નોંધાઈ છે. ગત વર્ષના સમાન સમયની સરખામણીએ આ આંકડા ખૂબ જ નીચા છે. આમ, આ આંકડા પણ દર્શાવે છે કે, દેશમાં મોટાભાગના ક્ષેત્રોની વૃદ્ધિ રૃંધાઈ જવા પામી છે.
આમ આ વિકટ સંજોગોમાં હવે જો સરકાર ચોક્કસ શ્રેણીબદ્ધ પગલા નહીં ભરે તો અર્થતંત્રની નરમાઈ વધુ પ્રબળ બનશે અને આગામી સમયમાં વધુ ખરાબ ચિત્ર જોવા મળશે તેમ જણાવતા આ વર્તુળોએ ઉમેર્યું હતું કે સરકારે તમામ સ્તરે વિશ્વાસનું સંપાદન કરવું પડશે અને તે માટે માત્ર એકાદ બે નહીં પરંતુ સર્વગ્રાહી પગલા ભરવા પડશે. જો આ પ્રકારના પગલા ભરાશે તો જ અર્થતંત્રની નરમાઈ તરફી ચાલને બ્રેક વાગશે.
પ્રવર્તમાન સંજોગો જોતાં આગામી ૨- ૩ વર્ષમાં અર્થતંત્રની વૃદ્ધિ ૫.૫ ટકાથી ૬.૫ ટકા વચ્ચે રહે તેવો અંદાજ પણ આ વર્તુળોએ મૂક્યો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

૧૫ વર્ષ જૂનાં ટ્રકોને રસ્તા પર દોડતા બંધ કરો ઃ પ્રફુલ્લ પટેલ

સોનિયા, અડવાણી, મુલાયમ, લાલુ જેવા મહાનુભાવોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો
ચોવીસ કલાક વીજળી મળતી થતાં સોનિયાએ મુલાયમનો આભાર માન્યો
જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે
સોનામાં આંચકા પચાવી તેજી આવી ઃ ચાંદી પણ ઘટયા પછી ફરી ઉછળી
GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

ભારતની ભૂમિ પર સદી ફટકારનાર ટેલર ન્યુઝીલેન્ડનો બીજો કેપ્ટન
સોંગા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાતા અપસેટ ઃ ફેડરરની આગેકૂચ
ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨૧૨ રનનો પડકાર આપ્યો
ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમના કોચ તરીકે શક્તિ ચૌહાણની નિમણૂંક

તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ
 
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved