Last Update : 01-September-2012,Saturday

 

જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે

સેન્સેક્ષ ૧૬૧ પોઇન્ટ ગબડીને ૧૭૩૮૧ ઃ ફાર્મા, બેંકિંગ શેરોમાં ફંડોના આકર્ષણ સિવાય ઓઇલ-ગેસ, મેટલ, ઓટો શેરોમાં વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
ભારતની આર્થિક-જીડીપી વૃદ્ધિનો આંક જૂન ૨૦૧૨ના અંતના પ્રથમ ત્રિમાસિકમાં માર્ચ ૨૦૧૨ના ૫.૩ ટકાની તુલનાએ વધીને ૫.૫ ટકા આવ્યાં છતાં આ આંક ગત વર્ષના સમાનગાળાના ૮ ટકાની તુલનાએ ઘટયો હોઇ અને હજુ ત્રણ વર્ષના નીચા તળીયે પ્રવર્તી રહ્યો હોઇ અને મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ૦.૨ ટકાની નબળી વૃદ્ધિને પરિણામે મુંબઇ શેરબજારોમાં મેટલ, ઓટો, પાવર કેપિટલ ગુડઝ શેરો સાથે હેવીવેઇટ- ફ્રન્ટલાઇન શેરો હિન્દુસ્તાન યુનીલીવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ફંડો, ઇન્વેસ્ટરોના ઓફલોડીંગે નિફ્ટી ૫૨૩૮.૫૦ના ચાર સપ્તાહના તળીયે અને સેન્સેક્ષ ૧૭૩૮૦.૭૫ની સાડા ત્રણ સપ્તાહની નીચી સપાટીએ આવી ગયા હતા. ગઇકાલે ડેરીવેટીવ્ઝમાં ઓગસ્ટ વલણના અંતે છેતરામણું શોર્ટ કવરીંગ બતાવી વાસ્તવમાં મંદીના ઓળીયા રોલઓવર કરીને કેશ માર્કેટમાં એફઆઇઆઇએ રૃા. ૨૩૦૦ કરોડની નેટ ખરીદી બતાવી ખેલાડીઓ-ઇન્વેસ્ટરોને ગુમરાહ કરી આજે સેન્સેક્ષને મજબૂત ખોલ્યા સાથે નિફ્ટીમાં પણ નજીવો ઘટાડો બતાવી સપ્તાહના અંતિમ દિવસે વધુ રીકવરી જોવાશે એવી અપેક્ષા બતાવી હતી. પરંતુ આર્થિક-જીડીપી વૃદ્ધિના આંકડાએ આ રીકવરી ક્ષણિક નીવડી બજાર બમણા જોરે ગબડયું હતું. સેન્સેક્ષ આગલા બંધ ૧૭૫૪૧.૫૪ સ ામે ૧૭૫૫૭.૬૨ મથાળે ખુલીને આ જ મથાળે ઘટતો રહી શરૃઆતમાં હિન્દુસ્તાન યુનીલીવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, હિન્દાલ્કો, સ્ટરલાઇટની નરમાઇએ ૭૫થી ૮૦ પોઇન્ટનો ઘટાડો બતાવતો હતો. જે જીડીપી-આર્થિક વૃદ્ધિના જૂન ૨૦૧૨ અંતના ત્રિમાસિકના ૫.૫ ટકા આંકડા ધારણાથી ઉંચા આવતા આ ઘટાડો ૩૫થી ૪૦ પોઇન્ટ મર્યાદિત થઇ ગયો હતો. જે હિન્દુસ્તાન યુનીલીવરમાં હેમરીંગ વધતા અને કોલ ઇન્ડિયા, ભેલ, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ, ટીસીએસ, ડૉ. રેડ્ડીઝ લેબ, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેંકમાં વેચવાલીના દબાણે તૂટતો જઇ એક સમયે ૨૦૪.૦૩ પોઇન્ટ ગબડીને નીચામાં ૧૭૩૩૭.૬૧ સુધી ચાર સપ્તાહની નીચી સપાટી નજીક આવી જઇ છેલ્લા અડધા કલાકમાં એચડીએફસી બેંક, એચડીએફસી સાથે ભારતી એરટેલ, સિપ્લા, સ્ટેટ બેંક, ઓએનજીસીમાં આર્કષણે સેન્સેક્ષનો ઘટાડો ૧૨૫ પોઇન્ટ જેટલો મર્યાદિત થઇ ગયો હતો. પરંતુ ફરી વેચવાલી વધતા સેન્સેક્ષ અંતે ૧૬૦.૮૯ પોઇન્ટ ઘટીને ૧૭૩૮૦.૭૫ બંધ રહ્યો હતો.
નિફ્ટીએ ૫૨૭૫ મજબૂત ટેકાની સપાટી ગુમાવી ઃ હવે ૫૧૫૦ સુધીની જગ્યા ખુલી! નીચામાં ૫૨૩૮ બોલાયો
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૫૩૧૫.૦૫ સામે ૫૨૯૮.૨૦ મથાળે ખુલીને ૫૩૦૩.૨૫ થઇ પાછો ફરી બીપીસીએલ, હિન્દુસ્તાન યુનીલીવર, હીરો મોટોકોર્પ, આઇડીએફસી, ભેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સીસ બેંક, કોલ ઇન્ડિયા, ટીસીએસ, હિન્દાલ્કો, એનટીપીસી, રિલાયન્સ ઇન્ફ્રા., ડીએલએફ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એસીસી, એશીયન પેઇન્ટસ, કોટક મહિન્દ્રા બેંકમાં વેચવાલીએ ૫૨૭૫ની મજબૂત ટેકાની સપાટી ગુમાવી દઇ એક સમયે ૭૬.૧૫ પોઇન્ટ તૂટીને ચાર સપ્તાહના ૫૨૩૮.૯૦ તળીયે આવી જઇ અફડાતફડીના અંતે ૫૬.૫૫ પોઇન્ટ ગબડીને ૫૨૫૮.૫૦ ચાર સપ્તાહની નીચી સપાટીએ બંધ રહ્યો હતો.
ટેક્નીકલી નજીકનો ટ્રેન્ડ ડાઉન ઃ ૫૩૩૫ ઉપર બંધ જરૃરી ઃ ૨૦૦ દિવસની મુવીંગ એવરેજ ૫૧૨૨
ટેક્નીકલી નિફ્ટી સ્પોટે હવે ૫૨૭૫ની મજબૂત ટેકાની સપાટી ગુમાવી દીધી છે. ટેક્નીકલી નજીકનો ટ્રેન્ડ સતત ડાઉન બતાવાઇ રહ્યો છે. નિફ્ટી સ્પોટ ૫૩૩૫ ઉપર બંધ આપવાના સંજોગોમાં નજીકનો ટ્રેન્ડ બદલાશે. ૨૦૦ દિવસની મુવીંગ એવરેજ ૫૧૨૨ છે.
નિફ્ટી ૫૨૦૦નો પુટ ૪૫.૯૫થી ઉછળીને ૫૮.૪૦ ઃ ૫૩૦૦નો કોલ ૧૦૫થી તૂટીને ૮૪ ઃ સપ્ટેમ્બર ફ્યુચર ૫૨૬૮ બોલાયો
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી સપ્ટેમ્બર ફ્યુચર ૨,૬૬,૯૧૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૦૭૨.૪૬ કરોડના ટર્નઓવરે ૫૩૩૦.૧૫ સામે ૫૩૨૧ ખુલી ૫૩૨૮થી નીચામાં ૫૨૬૮.૯૫ સુધી ગબડી જઇ અંતે ૫૨૮૬.૬૫ હતો. નિફ્ટી ૫૩૦૦નો કોલ ૩,૦૨,૨૧૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૮૧૪૪.૮૮ કરોડના ટર્નઓવરે ૧૦૫.૦૫ સામે ૯૯.૯૮૦ ખુલી ઉપરમાં ૧૦૫.૫૦થી નીચામાં ૭૫.૯૫ સુધી ગબડી અંતે ૮૪ હતો. નિફ્ટી ૫૪૦૦નો કોલ ૨,૮૧,૦૮૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૭૬૫૫.૯૨ કરોડના ટર્નઓવરે ૫૬.૪૫ સામે ૫૬ ખુલી ઉપરમાં ૫૬.૯૦થી નીચામાં ૩૮.૦૫ સુધી ગબડી જઇ અંતે ૪૩.૫૫ હતો. નિફ્ટી ૫૩૦૦નો પુટ ૭૮.૧૦ સામે ૮૩ ખુલી નીચામાં ૭૯થી ઉપરમાં ૧૦૬.૮૫ સુધી જઇ અંતે ૯૭.૯૦ હતો. નિફ્ટી ૫૨૦૦નો પુટ ૪૫.૯૫ સામે ૫૨ ખુલી નીચામાં ૪૫.૬૫થી ઉપરમાં ૬૪ થઇ અંતે ૫૮.૪૦ હતો.
માઇનીંગ કૌભાંડ- નબળા મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિ આંકડાએ મેટલ શેરો તૂટયા ઃ હિન્દાલ્કો, કોલ ઇન્ડિયા ગબડયા
વૈશ્વિક મંદીના એંધાણ હવે ચીનમાં સ્ટીલની માગમાં તીવ્ર ઘટાડા સાથે ભારતમાં પણ નબળી આર્થિક વૃદ્ધિના આંકડામાં ખાસ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે માત્ર ૦.૨ ટકાની વૃદ્ધિએ મેટલની માગમાં ધરખમ ઘટાડાના અંદાજો છે, ત્યારે કોલસાના માઇનીંગ ફાળવણીના 'કેગ'ના રીપોર્ટ પાછળ હવે માઇનીંગ લાઇસન્સો રદ થયાના જોખમે માઇનીંગ- મેટલ શેરોમાં ધોવાણ વધ્યું હતું. હિન્દાલ્કો રૃા. ૨.૩૫ ઘટીને રૃા. ૧૦૩.૭૫, કોલ ઇન્ડિયા રૃા. ૭.૭૫ ઘટીને રૃા. ૩૫૨.૭૫, સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૧.૯૫ ઘટીને રૃા. ૯૬.૨૦, ટાટા સ્ટીલ રૃા. ૪.૨૦ ઘટીને રૃા. ૩૬૨.૫૦, એનએમડીસી રૃા. ૧.૫૫ ઘટીને રૃા. ૧૯૧.૯૫, સેસાગોવા રૃા. ૧૭૧.૪૫, ભૂષણ સ્ટીલ રૃા. ૨.૧૦ ઘટીને રૃા. ૬૯૨ રહ્યા હતા. બીએસઇ મેટલ ઇન્ડેક્ષ ૧૩૬.૦૪ પોઇન્ટ તૂટીને ૯૬૭૦.૫૦ રહ્યો હતો.
જૂન ત્રિમાસિકની જીડીપી વૃદ્ધિ ૫.૫ ટકા ત્રણ વર્ષના તળીયે ઃ મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિ માત્ર ૦.૨ ટકા ઃ શેરોમાં ધોવાણ
જૂન ૨૦૧૨ના પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકની આર્થિક- જીડીપી વૃદ્ધિ અપેક્ષાથી વધુ માર્ચ ૨૦૧૨ના ૫.૩ ટકાની તુલનાએ ૫.૫ ટકા જાહેર થવા છતાં ગત વર્ષના સમાનગાળાની ૮ ટકાની તુલનાએ તીવ્ર ઘટીને ત્રણ વર્ષના તળીયે જ રહ્યા હોઇ સેન્ટીમેન્ટ ડહોળાયેલું છે. જેમાં કૃષિ ક્ષેત્રે વૃદ્ધિ ૧.૭ ટકાની તુલનાએ ૨.૯ ટકા મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે ૦.૨ ટકા, કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ૧૦.૯ ટકા નોંધાઇ છે. આ આર્થિક વૃદ્ધિ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે ઉંચી વૃદ્ધિ થકી ૫.૫ ટકા જોવાઇ છે. પરંતુ મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રે નબળા આંકની અસરે શેરોમાં વેચવાલીનું દબાણ વધ્યું છે.
હિન્દુસ્તાન યુનીલીવર તેજીની કૂચ અટકી રૃા. ૮ ઘટીને રૃા. ૫૧૮ ઃ રિલાયન્સ, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ ઘટયા
સેન્સેક્ષ- નિફ્ટી ફ્રન્ટલાઇન હેવીવેઇટ શેરોમાં હિન્દુસ્તાન યુનીલીવરમાં પાછલા દિવસોની વણથંભી તેજીની આગેકૂચ અટકી આજે મોટા પ્રોફીટ બુકીંગે શેર રૃા. ૮.૨૫ ઘટીને રૃા. ૫૧૮.૨૫, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ નફારૃપી વેચવાલીના દબાણે રૃા. ૧૦ ઘટીને રૃા. ૭૭૧.૯૫, હીરો મોટોકોર્પ ઓટો ક્ષેત્રે વાહનોની માગમાં ઘટાડાએ કંપનીઓએ ઉત્પાદનમાં કાપ મૂકવાની ફરજ પડી રહી હોઇ શેરમાં સતત વેચવાલીએ રૃા. ૩૬.૯૫ ઘટીને રૃા. ૧૭૮૮.૧૦, બજાજ ઓટો રૃા. ૧૪.૯૫ ઘટીને રૃા. ૧૬૧૫.૪૦, ટાટા મોટર્સ રૃા. ૩.૪૫ ઘટીને રૃા. ૨૩૩.૫૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૫.૬૫ ઘટીને રૃા. ૭૬૭.૫૦, મારૃતી સુઝુકી રૃા. ૭.૬૫ ઘટીને રૃા. ૧૧૩૬ રહ્યા હતાં.
કોલસાની ખાણોની ફાળવણી રદ થવાના જોખમે પાવર શેરોમાં વેચવાલી ઃ રિલાયન્સ પાવર, જેએસડબલ્યુ, ભેલ ઘટયા
કોલસાની માઇનીંગ ફાળવણી રદ થવાના જોખમે પાવર - કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડો- ઇન્વેસ્ટરોના હળવા થવાના માનસે વેચવાલી વધી હતી. ભેલ રૃા. ૪.૬૦ ઘટીને રૃા. ૨૧૪.૩૫, એનટીપીસી રૃા. ૩.૨૫ ઘટીને રૃા. ૧૬૭.૯૫, લાર્સન રૃા. ૧૦.૦૫ ઘટીને રૃા. ૧૩૪૦.૧૫, જીએમઆર ઇન્ફ્રા. ૯૦ પૈસા તૂટીને રૃા. ૧૮.૨૫, એનએચપીસી ૭૦ પૈસા એક્સ- ડિવિડન્ડ થતાં શેર ૫૦ પૈસા ઘટીને રૃા. ૧૭.૭૫, જેએસડબલ્યુ એનર્જી ૮૦ પૈસા ઘટીને રૃા. ૪૫.૭૫, પાવર ગ્રીડ કોર્પ રૃા. ૧.૭૫ ઘટીને રૃા. ૧૨૦.૦૫, રિલાયન્સ પાવર ૯૦ પૈસા ઘટીને રૃા. ૭૭.૦૫, સિમેન્સ રૃા. ૫.૯૦ ઘટીને રૃા. ૬૭૮, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૨.૧૫ ઘટીને રૃા. ૪૪૯.૬૫ રહ્યા હતા. અલ્સ્ટોમ ટીએન્ડડી રૃા. ૪.૦૫ ઘટીને રૃા. ૧૮૩, એઆઇએલ રૃા. ૪.૫૫ ઘટીને રૃા. ૩૭૪ રહ્યા હતાં.
ફાર્મા શેરોમાં ફંડો- ઇન્વેસ્ટરોનું વધતું આકર્ષણ ઃ બાયોકોન, કેડિલ હેલ્થકૅર, ગ્લેનમાર્કમાં તેજી
ખરાબ બજારે ફંડો-ઇન્વેસ્ટરોની સુરક્ષીત રોકાણ વિકલ્પે ફાર્મા- હેલ્થકૅર શેરોમાં વેલ્યુબાઇંગ વધ્યું હતું. બીએસઇ હેલ્થકૅર ઇન્ડેક્ષ મજબૂત ૭૪૭૨.૫૨ રહ્યો હતો. બાયોકોન રૃા. ૧૧.૧૫ ઉછળીને રૃા. ૨૫૯.૪૫, કેડિલા હેલ્થકૅર રૃા. ૨૦.૬૫ વધીને રૃા. ૯૧૫.૯૦, ગ્લેનમાર્ક ફાર્મા રૃા. ૯.૩૫ વધીને રૃા. ૪૪૨.૬૫, ઇપ્કા લેબ. રૃા. ૭.૫૫ વધીને રૃા. ૪૪૧.૧૫, સિપ્લા રૃા. ૬.૧૦ વધીને રૃા. ૩૭૮.૧૫, ઓરોબિન્દો ફાર્મા રૃા. ૧.૬૦ વધીને રૃા. ૧૧૧.૩૫, લુપીન રૃા. ૨.૯૦ વધીને રૃા. ૫૯૩.૧૫, રેનબેક્સી લેબ. રૃા. ૧.૯૫ વધીને રૃા. ૫૫૧.૩૦, ગ્લેક્સો ફાર્મા રૃા. ૫.૬૫ વધીને રૃા. ૨૦૯૮ રહ્યા હતાં.
બેંકિંગ શેરોમાં ઘટાડે વેલ્યુબાઇંગ ઃ આઇઓબી, ઓરિએન્ટલ બેંક, યુનીયન બેંક વધ્યા
બેંકિંગ શેરોમાં પણ ઘટયામથાળે પસંદગીના શેરોમાં વેલ્યુબાઇંગે આઇઓબી રૃા. ૧.૬૫ વધીને રૃા. ૬૮.૭૦, ઓરિએન્ટલ બેંક રૃા. ૬.૮૫ વધીને રૃા. ૨૨૪.૯૦, યુનીયન બેંક રૃા. ૩.૧૫ વધીને રૃા. ૧૫૫.૬૫, સેન્ટ્રલ બેંક રૃા. ૧.૨૦ વધીને રૃા. ૬૫.૮૫, ઇન્ડસઇન્ડ બેંક રૃા. ૫ વધીને રૃા. ૩૧૮.૯૫, આંધ્ર બેંક રૃા. ૧.૩૦ વધીને રૃા. ૯૧.૫૦, અલ્હાબાદ બેંક રૃા. ૧.૬૫ વધીને રૃા. ૧૧૯.૨૦ રહ્યા હતા. અલબત આઇસીઆઇસીઆઇ બેંક રૃા. ૮.૪૦ ઘટીને રૃા. ૯૦૯.૩૦, એચડીએફસી બેંક રૃા. ૫૯૫.૦૫ રહ્યા હતાં.
ડોલર ૧૧ પૈસા ઘટી રૃા. ૫૫.૫૨ ઃ આઇટી કંપનીઓ હવે બિલિંગ રેટ ઘટાડવા તૈયાર ઃ ટીસીએસ, ઇન્ફોસીસ ઘટયા
રૃપિયા સામે ડોલર આજે ૧૧ પૈસા નબળો પડીને રૃા. ૫૫.૫૨ જઇ જવા સાથે આર્થિક વૃદ્ધિના આંકડામાં સર્વિસિઝ ક્ષેત્રની પણ એકંદર નીચી વૃદ્ધિ અને હવે આઇટી કંપની એચસીએલ ટેક્નોલોજીના શિવ નાદરે ૧૫૦ અબજ ડોલરના આઇટી ડીલ્સમાં મોટા કોન્ટ્રેક્ટસ મેળવવા કોન્ટ્રેક્ટ રેટમાં ઘટાડો કરવાનો સંકેત આપતા તેની નેગેટીવ અસરે આઇટી શેરોમાં પણ નરમાઇ હતી. ટીસીએસ રૃા. ૧૭.૭૫ ઘટીને રૃા. ૧૩૪૭.૩૦, ઇન્ફોસીસ રૃા. ૧૭.૭૫ ઘટીને રૃા. ૨૩૭૩.૨૫, એચસીએલ ટેક્નો રૃા. ૨.૩૦ ઘટીને રૃા. ૫૪૪ રહ્યા હતાં.
ફુગાવાના જોખમે ડીઝલના ભાવ વધારો કરવા સરકાર અસમર્થ ઃ એચપીસીએલ, બીપીસીએલ ગબડયા
પેટ્રોલીયમ માર્કેટીંગ પીએસયુ શેરોમાં પણ ફંડો વેચવાલ હતા. મેન્યુફેક્ચરીંગ વૃદ્ધિના નબળા આંક સાથે સબસીડીના વધતા બોજ અને ક્રુડ ઓઇલ બ્રેન્ટ ૧૧૩થી ૧૧૪ ડોલર પ્રવર્તી રહ્યું હોવા છતાં ડીઝલ, એલપીજીના ભાવ વધારો ફુગાવાના જોખમે નહીં કરી શકતી કંપનીઓ પર માઠી અસરે વેચવાલી હતી. એચપીસીએલ રૃા. ૧૦.૫૫ ઘટીને રૃા. ૨૯૭, બીપીસીએલ રૃા. ૧૦.૨૦ ઘટીને રૃા. ૩૩૭.૧૦, ઇન્ડિયન ઓઇલ કોર્પ રૃા. ૨.૫૦ ઘટીને રૃા. ૨૪૪.૧૦ રહ્યા હતાં.
સ્મોલ-મિડ કેપ ઇન્ડેક્ષ પોઝિટીવ છતાં માર્કેટબ્રેડથ નેગેટીવ ઃ ૧૪૨૧ શેરો ઘટયા ઃ ૨૦૫ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ- મિડ કેપ શેરોમાં આજે ઘટયામથાળે પસંદગીનું આકર્ષણ રહી બન્ને ઇન્ડેક્ષ પોઝિટીવ બંધ રહ્યા છતાં વ્યાપક સ્તરે હજુ ઘણા શેરોમાં વેચવાલીના દબાણે માર્કેટ બ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૩૦ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૪૨૧ અને વધનારની ૧૩૭૮ રહી હતી. ૨૦૫ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૦૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ હતી.
ફેડરલ રિઝર્વની મીટિંગ પૂર્વે યુરોપ- યુએસમાં રીકવરી ઃ યુરોપમાં ૪૦થી ૧૦૪ પોઇન્ટનો સુધારો
અમેરિકામાં ફેડરલ રિઝર્વની મીટિંગ- ચેરમેન બેન.એસ. બનાર્કના નિવેદન પૂર્વે યુરોપના બજારોમાં સાંજે ચાલુ બજારે ૪૦થી ૧૦૪ પોઇન્ટનો સુધારો બતાવાતો હતો. એશીયામાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૪૩.૮૭ પોઇન્ટ તૂટીને ૮૮૩૯.૯૧, હોંગકોંગનો હેંગસેંગ ૭૦.૩૪ પોઇન્ટ ઘટીને ૧૯૪૮૨.૫૭ રહ્યા હતાં.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

૧૫ વર્ષ જૂનાં ટ્રકોને રસ્તા પર દોડતા બંધ કરો ઃ પ્રફુલ્લ પટેલ

સોનિયા, અડવાણી, મુલાયમ, લાલુ જેવા મહાનુભાવોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો
ચોવીસ કલાક વીજળી મળતી થતાં સોનિયાએ મુલાયમનો આભાર માન્યો
જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે
સોનામાં આંચકા પચાવી તેજી આવી ઃ ચાંદી પણ ઘટયા પછી ફરી ઉછળી
GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

ભારતની ભૂમિ પર સદી ફટકારનાર ટેલર ન્યુઝીલેન્ડનો બીજો કેપ્ટન
સોંગા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાતા અપસેટ ઃ ફેડરરની આગેકૂચ
ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨૧૨ રનનો પડકાર આપ્યો
ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમના કોચ તરીકે શક્તિ ચૌહાણની નિમણૂંક

તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ
 
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved