Last Update : 01-September-2012,Saturday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧-૦૯-૨૦૧૨, શનિવાર
અધિક ભાદરવા વદ એકમ
આજે પંચક છે.
યજ્ઞાનારાયણ ઈષ્ટિયાગ

 

દિવસના ચોઘડિયા ઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા ઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૭ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૪ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૨ મિ.
નવકારસી સમય (અ) ૭ ક. ૧૧ મિ. (સૂ) ૭ ક. ૧૨ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ ઃ આજે રાત્રે ૧૧ ક. ૫૯ મિ. સુધીમાં જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પુર્વાભાદ્રપદ રાત્રે ૩ ક. ૧૦ મિ. સુધી પછી ઉત્તરાભાદ્રપદ.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-સિંહ, મંગળ-તુલા, બુધ-સિંહ, ગુરુ-વૃષભ, શુક્ર-કર્ક, શનિ-તુલા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન. ચંદ્ર-રાત્રે ૧૧ ક. ૫૯ મિ. સુધી કુંભ પછી મીન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર ઃ જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન શરદઋતુ, રા.દિ.ભા.૧૦
માસ-તિથિ-વાર ઃ અધિક ભારદવા વદ એકમને શનિવાર.
આજે પંચક છે. યજ્ઞાનારાયણ ઈષ્ટિયાગ (રાયગઢ બોલુંદ્રા જી.ણ.)
મુસલમાની હિજરીસન ૧૪૩૩ શવ્વાલ માસનો ૧૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૨ ફરવરદીન માસનો ૧૫ રોજ દએપમહેર

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના પુત્ર પૌત્રાદિકના, પરિવારના કામની વ્યસ્તતા રહે. બહાર જવાનું થાય. નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે.

 

વૃષભ ઃ નોકરી-ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. યાત્રા પ્રવાસ થાય. ધર્મકાર્ય થાય. સીઝનલ ધંધામાં આવક થાય.

 

મિથુન ઃ દેશ પરદેશમાં દુર રહેલા આપના સગા સંબંધી, મિત્રવર્ગથી આનંદ અનુભવાય. નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. આવક થાય.

 

કર્ક ઃ ચિંતા-વિવાદ-ઉચાટ, શારીરિક અસ્વસ્થતા, નાણાંકીય ખેંચ-મુંઝવણ-મુશ્કેલીના કારણે આપને શાંતિ રાહત જણાય નહીં.

 

સિંહ ઃ આપના રોજીંદા કામમાં, નોકરી ધંધાના કામમાં સાનુકૂળતા રહે. તમે જેમને યાદ કરતા હોવ તેમને મળવાનું થાય.

 

કન્યા ઃ પ્રતિકૂળતા-ચિંતા-બેચેની છતાં કામમાં વ્યસ્ત રહેવું પડે. વિલંબમાં પડેલ કામમાં સાનુકૂળતા ધંધો, આવક થાય.

 

તુલા ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં આનંદ રહે. નોકરી ધંધાના કામ અંગે કોઈને મળવાનું થાય. ધર્મકાર્ય ખર્ચ થાય.

 

વૃશ્ચિક ઃ સગા સંબંધી-મિત્રવર્ગના કામમાં નોકરી ધંધાના કામમાં ચિંતા-ઉચાટ રહે. ધાર્યું કામ સમયસર થાય નહીં.

 

ધન ઃ બહાર જવાનું થાય. આંતરિક મનોવ્યથા ન કોઈને કહી શકો કે ન સહી શકો. પત્નીથી ચિંતા-વ્યગ્રતા રહે.

 

મકર ઃ આપના રોજીંદા કામમાં વ્યસ્તતા રહે પરંતુ આરામ જણાય નહીં. પરિવારના કામમાં ધ્યાન આપવું પડે, ખર્ચ થાય.

 

કુંભ ઃ વિચારોની દ્વિધામાં અટવાયા કરો. સગા સંબંધી-મિત્રવર્ગ-પરિવારના પ્રશ્નમાં ધ્યાન રાખવું પડે. ખર્ચ થાય.

 

મીન ઃ પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નમાં ચિંતા-ખર્ચ જણાય. વેપાર-ધંધામાં, નોકરીમાં ઉતાવળીયો નિર્ણય નુકસાનકર્તા રહે.

 

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૧-૦૯-૨૦૧૨, શનિવાર

 

આજથી શરૃ તઈ રહેલા જન્મવર્ષનો ઉત્તરાર્ધ આપના ભાગ્યોદય, પ્રગતિની શરૃઆતનો રહે. કારકિર્દીનો પ્રારંભ કરવાનો હોય, કારકિર્દીનો ઉત્તરાર્ધ તબક્કો શરૃ થતો હોય તેમને યશ-પદ-ધનમાં વધારો થાય. પરિવારની સુખશાંતિ જણાય.

 

* નોકરી-ધંધામાં વર્ષારંભે મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે. ભાગીદારીવાળા ધંધામાં, પરિવારના સંયુક્ત ધંધામાં તકલીફ, મુશ્કેલી, પરેશાની જણાય. ઉત્તરાર્ધ વર્ષનો સમય સાનુકૂળ રહે.

 

* પુત્ર પૌત્રાદિકના માટે વર્ષ આનંદનું રહે.

 

* આ વર્ષમાં ધર્મકાર્ય-શુભકાર્ય થાય.

 

* સ્ત્રીવર્ગને વર્ષ આરોહ-અવરોહનું રહે.

 

* વિદ્યાર્થીવર્ગને ભણવામાં મિત્રવર્ગથી સમય-નાણાંનો વ્યય થાય નહીં તેનું ધ્યાન રાખવું પડે.

 

સુપ્રભાતમ્

- સંિહના તીણા નખના પંજાથી છૂટી ગયેલાં અને લોહીથી રાતાં થઈ ગયેલાં મોતીને પાકાં બોર જાણીને ભીલડીએ લઈ લીધા પછી તેને સરોવરમાં ધોતાં સફેદ મોતી જાણી લીધાં પછી (ખાવા માટે નકામા જાણીને) જંગલમાં જ ફેંકી દીધાં !
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છેવટે છગને પોતાની પ્રેમિકા લીલીને ફોન પર કહ્યું, ''હવે આજ પછી હું તારી સોસાયટીમાં આંટા મારવા નહીં આવું.''
''કેમ?'' લીલી બોલી, ''શું થયું? કોઇએ ધમકાવ્યો તને?''
''ના, બસ, હવે મારી સોસાયટીમાં જ સેટીંગ થઇ ગયું...'' છગને જવાબ આપ્યો.

[Top]
 

આજ ની રેસીપી

મન મોંહી લે તેવી દહીંની વાનગીઓ

બકાલા રાઈસ (કન્નડ ડિશ)

 

સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ ચોખા, ૧ મોટી કાકડી, ૮-૧૦ નંગ લીલી સીડલેસ (બી વગરની), દ્રાક્ષ, એક ઈંચ આદુનો ટુકડો, એક નંગ કાચી કેરી, એક ચપટી સાકર, અડધો કિલો દહીં, ૧૦૦ ગ્રામ મેંદાની ઝીણી સેવ (વર્મીસેલી), મીઠું સ્વાદ પ્રમાણે.

 

રીત ઃ સૌ પ્રથમ ભાત બનાવી લેવા પાણી જરા વધારે નાખવું. તેથી ભાત જરા નરમ રહે. છૂટા ન કરવા. મેંદાની સેવ પણ બાફી લેવી. ત્યાર પછી કાકડી કેરીના ઝીણા ટુકડા કરી ભાતમાં નાખી ખૂબ મિક્સ કરવા. ઉપરથી દહીં નાખી ભાતને ખૂબ જ મિક્સ કરવા. ભાતનો દાણો દેખાય નહીં તેમ મિક્સ કરવા. તેમાં જોઈતા પ્રમાણમાં મીઠું તથા ચપટી સાકર નાખવી. તેની ઉપર બાફેલી સેવ તથા કોથમીર અને જોઈએ તો લીલા મરચાંના ટુકડા પાથરો. શણગારવું તેમ જ ઉપરથી ઘીમાં જીરાનો વધારો કરવો. (વઘાર જરૂરી નથી.) આ વાનગી ગરમીની સીઝનમાં ખૂબ જ ઠંડક આપે છે તેમ જ થાક ઉતારી નાખે છે.

 

[Top]
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved