Last Update : 31-August-2012,Friday

 

વૃદ્ધાવસ્થાનો સન્નાટો


ચરિત્ર અભિનેતા તરીકે હિંદી ફિલ્મઉદ્યોગમાં આગવું સ્થાન ધરાવતા એ.કે. (અવતારકિશન) હંગલનું ઉત્તર જીવન કરૃણાંત ધરાવતી હિંદી ફિલ્મોની યાદ અપાવે એવું રહ્યું. આ સપ્તાહે તેમના મૃત્યુ નિમિત્તે 'શોલે'માં તેમના ભાગે આવેલો ડાયલોગ 'ઇતના સન્નાટા ક્યું હૈ ભાઇ?' ઇન્ટરનેટ પર, સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સમાં જથ્થાબંધ પ્રમાણમાં ટાંકવામાં આવ્યો. ડાયલોગ કે ગીતને સંબંધિત અભિનેતા સાથે જોડી દેવાના પ્રચલિત અને તાલમેલિયા રિવાજ પ્રમાણે, સન્નાટાનો સંવાદ થોડા વખત પહેલાં પણ તેમની સાથે સાંકળી દેવાયો હતો. છેલ્લાં વર્ષોમાં ખરાબ તબિયત અને બંધ થઇ ગયેલા કામ પછી એ.કે.હંગલની આર્થિક સ્થિતિ કથળેલી હતી. સારવાર માટે નાણાંના પ્રશ્નો હતા. ત્યારે રાબેતા મુજબ પ્રસાર માધ્યમોએ 'ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવી નપાવટ છે? આટલા વરિષ્ઠ કલાકારને તે ભૂલી ગઇ' એવાં ટીકાબાણ વરસાવ્યાં હતાં. અતિપ્રચારના આ યુગમાં થોડા લોકોને શરમ આવી. જયા બચ્ચને પહેલ કરી. ત્યાર પછી બીજા થોડા સિતારાએ હંગલસાહેબને મદદ કરી. પરંતુ પોતાનું ગુડવિલ- પોતે કમાયેલાં આદરમાન રૃપિયાપૈસાના ચલણમાં વટાવવાં પડે, એવું બિચારાપણું કોઇ પણ સિદ્ધિવંત માટે બહુ દુઃખદાયક હોય છે.
લાંબી બિમારી પછી એ.કે.હંગલનું અવસાન થયું ત્યારે તેમની અંતિમ યાત્રામાં ફિલ્મ ઉદ્યોગનાં કોઇ મોટાં માથાં આવ્યાં નહીં. હજુ થોડા સમય પહેલાં રાજેશ ખન્નાની અંતીમ યાત્રામાં ટીવી કેમેરાની ભીડ સામે ઉમટી પડેલા સિતારાઓ હંગલસાહેબને આખરી વિદાય આપવા હાજર ન હતા. આ એવો પ્રસંગ હોય છે, જેમાં કોઇને જબરદસ્તી ન કરી શકાય. પરંતુ તેમાં ગેરહાજર રહેનારા ડાહી ડાહી વાતો કરતા હોય ત્યારે તેમની અસલિયતનું માપ નીકળી જાય. ફિલ્મ ઉદ્યોગના નિર્વિવાદ 'સરદાર' તરીકે ઓળખાતા નિર્માતા-નિર્દેશક ચંદુલાલ શાહ છેલ્લા દિવસોમાં ખુવાર થઇને મૃત્યુ પામ્યા ત્યારે તેમની અંતિમ યાત્રામાં પણ ગણ્યાગાંઠ્યા લોકો હાજર રહ્યા હતા. ફિલ્મઉદ્યોગ સાથે સંકળાયેલી વિવિધ કળાઓના અસંખ્ય સિતારા ચંદુલાલ શાહની કંપની 'રણજિત મુવિટોન'માં પહેલી તક પામ્યા હતા. પરંતુ એ સૌમાંથી ફક્ત રાજ કપૂર ચંદુલાલ શાહનું ઋણ યાદ રાખીને સ્મશાનમાં ઉપસ્થિત રહ્યા.
ઉગતા સૂરજને પૂજનારી દુનિયામાં અને તેમાં પણ સવિશેષ એવા ફિલ્મઉદ્યોગમાં એક ક્ષેત્રમાં કામ કરતા હોવાની લાગણી કે કુટુંબભાવ જેવી ભવ્ય લાગણીઓ હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ એમાં 'છે' કરતાં 'હોવી જોઇએ'નો ભાવ વધારે હોય છે. બીજા કોઇ પણ ક્ષેત્રમાં એવી ભાઇચારા-બહેનચારા કે કુટુંબચારાની લાગણી નથી હોતી, તો ફિલ્મઉદ્યોગ પાસેથી એટલી ઊંચી ને આદર્શ અપેક્ષા શા માટે રાખવી, એવો પણ સવાલ થઇ શકે. જૂના સમયમાં કલાકારોને મળતું મહેનતાણું ઘણું ઓછું હતું અને પ્રસાર માધ્યમોનો વ્યાપ પણ મર્યાદિત હતો ત્યારે જૂજ ફિલ્મી સિતારાઓ સિવાય મોટા ભાગના કલાકારોને નાણાંને બદલે નામથી સંતોષ માનવો પડતો હતો. બહુ ઓછા લોકો પોતાની ઉત્તરાવસ્થામાં ગૌરવભેર જીવી શકાય એટલું કમાઇ શકતા. સંતાનો થાળે પડેલાં હોય એવા કલાકારોની વૃદ્ધાવસ્થા સારી રીતે વીતતી, પરંતુ ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ બીજા માણસ જેટલા જ માણસ હોવાથી, તેમને પણ એ બધા જ પ્રશ્નો નડતા.
ફિલ્મ ઉદ્યોગના પાયાના અને 'સ્ટાર મેકર' કહેવાય એવા દેવકી બોઝ, નીતિન બોઝ, કેદાર શર્મા, દલસુખ પંચોલી પ્રકારનાં ઘણાં મોટાં નામો ઉત્તરાવસ્થામાં પોતાના પ્રદાન સાથે મેળ ન ખાય એવું સામાન્ય જીવન જીવતા હતા. પંકજ મલ્લિક જેવા મહાન સંગીતકાર-ગાયકને છેલ્લે આકાશવાણીના કરારમાંથી અવિનયી રીતે દૂર કરવામાં આવ્યા હતા, તો અનિલ બિશ્વાસ જેવા તેમના સમકાલીનને ફિલ્મક્ષેત્રે ફરજિયાત નિવૃત્તિ લીધા પછી ચાર લાંબા દાયકા ભૂતકાળની ખ્યાતિના આધારે વીતાવવા પડયા હતા. આ સૌની આર્થિક સ્થિતિ જુદી જુદી હતી, તે જે સ્થિતિમાં મુકાયા તેના માટે જવાબદાર કારણો અલગ અલગ હતાં. છતાં, એ સૌમાં એક બાબત સામાન્ય હતીઃ એક સમયે તે મધ્યાહ્નના સૂરજ હતા, જેમના નસીબમાં મધ્યાહ્ને નહીં, પણ સમી સાંજે ધીમે ધીમે ઓસરતા તેજ પછી આથમી જવાનું લખ્યું હતું. એ દૃષ્ટિએ વિચારતાં એ.કે.હંગલનાં પાછલાં વર્ષો અંગે માનવસહજ-ચાહકસહજ અફસોસ થાય, પણ એનાથી વધારે વિષાદ કરવો અસ્થાને લાગે છે.
 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved