Last Update : 31-August-2012,Friday

 

પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ

- શહેરના એવા બાળકો કે જેમને ચોકલેટ્સ, જામ, વેફર્સ સહિતની વસ્તુઓ જોઈને સહેજ પણ કંન્ટ્રોલ રહેતો નથી તેવા બાળકોના પેરેન્ટસ હવે તેમને સેલ્ફ કંન્ટ્રોલ કરતાં શીખવે છે.

 

શહેરના પેરેન્ટસ હવે પોતાના બાળકને જાડિયું થતું રોકવા માટે બાળપણથી જ ડિસીપ્લીનના પાઠ શીખવે છે. ખાસ કરીને એવા બાળકો કે જેમને ચોકલેટ્સ, જામ, વેફર્સ સહિતની વસ્તુઓ જોઈને સહેજ પણ કંન્ટ્રોલ રહેતો નથી તેવા બાળકોના પેરેન્ટસ હવે તેમને સેલ્ફ કંન્ટ્રોલ કરતાં શીખવે છે. આ તમામ બાબતો તેમના માટે આગળની લાઈફમાં ખૂબ ઈમ્પોર્ટન્ટ બનવાની છે ત્યારે તેઓએ અત્યારથી જ કમર કસી છે. જેથી કરીને તેમના બાળકો મોટા થઈને મેદસ્વી ન બને. લાઈફમાં સક્સેસ માટે સેલ્ફ કંન્ટ્રોલ જરુરી છે ત્યારે દરેક બાબતોમાં તેઓ મર્યાદાઓ અને શિસ્ત પૂર્વકનું વર્તન તેમને શીખવવામાં આવે છે..જો બાળપણથી જ પોતાનું બાળક સેલ્ફ કંન્ટ્રોલ કરતાં શીખે તો આગળ જતાં તે મહત્વના નિર્ણયોમાં બેસ્ટ ડિસીઝન લઈ શકે છે તેમજ તણાવભરી પરિસ્થીતીમાં પણ હકારાત્મક રીતે બિહેવ કરશે. આ બધી બાબતોની સાથે ખાવા પીવાની બાબતોમાં પણ તેનો સેલ્ફ કંન્ટ્રોલ જરુરી છે. આ માટે જ ખાસ કરીને પશ્ચિમ એરિયામાં રહેતાં પેરેન્ટસ પોતાના વહાલસોયા બાળકને નાસ્તામાં શું લેવું, કેવી આઈટમ એવોઈડ કરવી, કોની સાથે કેવી રીતે ઉઠવું બેસવું આ બધા પાઠ શીખવે છે.
સામાન્ય રીતે ગુજરાતી પરિવારોમાં પોતાના બાળકને કંઈક વધારે જ લાડ લડાવે છે ક્રિશ્ના શાહ કહે છે, ઓફિસમાંથી ડેડીને આવવાનો સમય હોય એટલે બાળક ફોન કરીને જે મંગાવે તે આજના મોડર્ન ડેડી લઈને આવે છે. પછી તે ચોકલેટસની વાત હોય કે ડેઈલી આઈસ્ક્રિમ મંગાવતા હોય કે પછી બીજી આઈટમની વાત હોય. તેમને જે ભાવે તે તેઓ તરત જ હાજર કરે છે અને તે તેમને ના પાડી શકતા જ નથી. જમીને રાત્રે ઉભા થયા પછી તરત જ બાળકો હેવી આઈટમની ડિમાન્ડ કરે તો તે પણ પૂરી કરવામાં આવે છે. આ બધાને કારણે બાળકો મોટા થઈને જાડિયાપણાનો શિકાર બને તે સ્વાભાવિક છે. સૌપ્રથમ તો બાળકને કંન્ટ્રોલ કરતાં શીખવવાની પહેલા તેની ડિમાન્ડને શરણે થવાને બદલે ના પાડતાં શીખવું જોઈએ.
ખાસ કરીને અત્યારે એવા શહેરીજનો કે જે ફેટી છે તેમાંના ૭૫ ટકાને તો બાળપણથી જ મેદસ્વીતા આવી ગઈ હોય છે પંકજ પારેખ કહે છે, આ કારણે જ પછી તેઓ બ્લડપ્રેશર અને ડાયાબિટીઝના શિકાર બને છે. બાળકો જે માંગે તે આપવામાંને આપવામાં તેમનું જન્કફૂડ ઈન્ટેક પણ વધી જાય છે. બાળકોની ખાવાની ખરાબ આદતોમાં શહેરના પેરેન્ટસનો રોલ પણ મોટો છે અને એટલે જ તેમના સંતાનો જાડિયા થઈ જાય છે. ખાસ કરીને આવે સંતાનોને પહેલા જમવાનો ટાઈમ ફિક્સ કરવો પડે છે અને નાસ્તમાં અને ભોજનમાં શું લેવાય તેની સમજ આપવી પડે છે. તેમાં પણ તે ઘરનું જ જમે તે ધ્યાન રાખવું જોઈએ. બાળક ત્રાંગા કરે ત્યારે તેની ડિમાન્ડને વશ થયા વિના પ્રેમથી સમજાવીને તેના માટે જે સારુ હોય તે જ તેને આપો. મોટા ભાગે એવું બનતુ હોય છે કે જ્યારે પેરેન્ટ બાળકને ખવડાવવાનો પ્રયતન કરતા હોય છે ત્યારે તે જીંદ કરતું હોય છે અને બહાર ફરવા જતા હોવ ત્યારે શોપ પર રહેલી વાનગીઓને જોઇને બાળકો કકરાટ કરતા હોય છે આ પ્રકારના વર્તનના જવાબદાર પેરેન્ટસ જ હોય છે જેઓ બાળકને અનુક પ્રકારની છુટછાટ આપતા હોય છે પણ બાળકને ભુખ લાગી છે એની ખબર જો પેરેન્ટ્સ સમજે તો આ પ્રકારની પરિસ્થિતિ ઉભી થતાં અટકે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved