Last Update : 31-August-2012,Friday

 

ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે

- ફેશ્યલ એક્સપ્રેશન અને બોડી લેન્ગ્વેજ પરથી લોકો મૂલવતા હોય છે. ફર્સ્ટ ઇમ્પ્રેશનથી વ્યક્તિની જિંદગી બદલાઇ જાય છે.જે અવગણી ન શકાય.

\પહેલી મુલાકાતમાં લોકો તમારા વર્તનને સ્વભાવ પરથી અભિપ્રાય બાંધી લેતા હોય છે. જાણતા અજાણતાંય એવું વર્તન ન કરવુ જોઇએ જેનાથી લોકોમાં આપણી અણઘડ, અપ્રામાણિક જેવી છાપ ઊભી થાય. આપણને લોકો જે રીતે જાણતા હોય, આપણા વિશે જે માનતા હોય એ જાણ્યે અજાણ્યે આપણે પોતે આપણા માટે ઊભી કરેલી ઇમેજનું પરિણામ હોય છે એથી જ આપણી ફર્સ્ટ ઇમ્પ્રેશન ઘણી મહત્વની હોય છે. તમે ડેટ પર હો, જોબ માટે ઇન્ટરવ્યું આપવા જવાના હો, મિત્રો સાથે પાર્ટી કરતા હો કે કોઇ સોશ્યલ ફંકશનમાં ગયા હો એ વાત મહત્વની છે કે તમારી પ્રથમ ઇમ્પ્રેશન લોકો પર સારી પડે. માનવીનો સ્વભાવ એવો છે કે કોઇ પણ વ્યક્તિને પ્રથમ વાર મળે ત્યારે થોડી જ મુલાકાતમાં તમારી છાપ અપ્રમાણિક, અણઘડ, આક્રમણકારી કે બાધા જેવી પડે એવું તમે ઇચ્છો છો? ઘણી વાર અજાણતાં જ આપણે એવી વાત કે એવું વર્તન કરી બેસીએ છીએ જેનાથી આપણી ઇમ્પ્રેશન બીજાની નજરે ઠીક ન કહેવાય એવી પડે છે.
આ અંગે કાશ્મીરા ગોહીલ કહે છે કે ક્યારેક તમે સ્માર્ટ લોકોની કંપનીમાં હો ત્યારે તમને એવું લાગવા માંડે છે કે આ બધા તો બહુ સ્માર્ટ છે. હું તેમના કરતાં ઓછો સ્માર્ટ છું. આવું કદી વિચારવાનો પ્રયત્ન ન કરશો. તમે પોતે પણ કંઇ કમ નથી. ઘણા લોકો માટે શૈક્ષણિક લાયકાત, પોતાનો રહેવાનો વિસ્તાર, માલમિલકત, પારિવારીક સંબંધો, આર્થિક સ્ટેટસ, કેટલાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ છે આ બધા બહુ અભિમાનનો વિષય હોય છે. પણ તમારા જેટલા બુદ્ધિશાળીઆ લોકો છે ખરા? એવો પ્રશ્ન જો તમારી જાતને પુછશો તો જવાબ મળી જશે કે હમ કિસીસે કમ નહીં, કોઇની પણ સાથે પારદર્શક વાતચીત કરવા માટે પોતાની જાત માટે પ્રામાણિક રહો. લોકો ખોટુ બોલે છે કારણ કે તેમને પોતાની જાત પર અને પોતાની શક્તિ પર વિશ્વાસ નથી. ઘણી વાર લોકો દંભ કરતા હોય છે. એક ચેહરે પે કઇ ચહેરે લગા લેતે હૈ લોગ.
આ અંગે રાહુલ શર્મા કહે છે કે સારા શ્રોતા સામેની વ્યક્તિ શું કહેવા માગે છે એ બરાબર સમજી શકે છે. પોતાના જ વિશે વાત કર્યા કરનાર વ્યક્તિથી લોકો કંટાળી જાય છે. કમ્યુનિકેશન ટૂ-વે પ્રોસેસ છે. એથી બીજાને પણ બોલવાનો મોકો આપો અને બોલનાર વ્યક્તિની વાતમાં તમને રસ પડતો હોય તો પ્રશ્નો પૂછીને તેમને જતાવો કે તમારી વાતમાં રસ પડે છે. જૂની ને જાણીતી કહેવત એક નૂર આદમી હજાર નૂર કપડાં ખરેખર યથાર્થ છે. જેવી રીતે આપણે કહીએ છે કે ખોરાક ખાતાં પહેલા આપણે આંખ વડે એનો ટેસ્ટ કરીએ છીએ. એટલે વાનગીનો શો જાઇને જ આપણને ખબર પડી જાય છે કે આ ડિશ કેવી હશે. એવી જ રીતે આપણા વસ્ત્રપરિધાન પરથી આપણી ઇમ્પ્રેશન પડે છે. આપણા વસ્ત્રો આપણા વ્યક્તિત્વને ઉજાગર કરે છે. એથી ઉત્તમ વસ્ત્રપરિધાન માટે અને સારા દેખાવા માટે તમે તમારો સમય લો એ ઉચિત જ છે. સ્ત્રીઓની વાત કરીએ તો પ્રસંગ અનુરૃપ વસ્ત્રો પસંદ કરો, સાથે યોગ્ય જૂતાં પહેરવાં જરૃરી છે. યોગ્ય લોન્જરીની પસંદગી તો મસ્ટ, પુરુષોની વાત કરીએ તો જો ડાર્ક સૂટ સાથે લાઇટ શર્ટ પહેરવાના હો તો એનું ફિટિંગ બરાબર ચેક કરી લેવાનું અને સૂટ સાથે મેચ થતાં શૂઝ પહેરવા જરૃરી છે. વસ્ત્રો, શૂઝ, જ્વેલરી, મેકઅપ બધું પ્રસંગ અને સમયને અનુરૃપ પહેરવું જરૃરી છે. આમ પણ દરેક વ્યક્તિ સમાજમાં રહીને શીખતો હોય છે. તેથી જો સારી સંગત હોય તો વ્યક્તિ તે પ્રકારનું વર્તન કરતો હોય છે જેવું ગુ્રપ તેવા જ વર્તન થતા હોય છે અને તે જ પ્રકારના ડ્રેસિસ પહેરાવનું પસંદ કરવામાં આવે છે તેથી જ ખરીદી કરતી વખતે કેટલાંક લોકો પોતાના મિત્રોને સાથે રાખતા હોય છે. આમ કેટલીક વાર એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિનો સ્વભાવ જ એવો છે પણ એવું નથી હોતું તેની પાછળ આસપાસ રહેતા લોકો જ જવાબદાર હોય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved